લેખન એ શબ્દોનો ખેલ છે,અમે આ ખેલના માહિર ખેલાડી તો નથી પરંતુ જેવા-તેવા ખેલાડી પણ નથી જ વ્હાલા....

"ન કરી અમે કોઈ માંગણી,
છતાય દુભાણી અમારી લાગણી;
શોધી અમે શીતળ તણી છાંયડી,
તોય મળી અમને જીંદગી કાંટાળી;
જેણે મહેનતની ઈંટને ધીરજના નેવે ચણી,
જયુ કહે સફળતા શાનદાર થઈ તેને જ છે ફળી!"

_જયરાજસિંહ ચાવડા

-Jayrajsinh Chavda

Read More

ઘણા લોકો મળતાં હોય છે જીવનમાં પણ યાદ રાખજો બધા તમને પોતાના જીવની જેમ પ્રેમ તો ન જ કરી શકે અને તમને જ્યારે આવો પ્રેમ કરવાવાળા લોકો મળે ને ત્યારે તેને જીંદગીભર સાચવીને રાખજો કારણ કે તેના જેવો અમાપ પ્રેમ તો તમને ક્યારેય કોઈ નહિ જ કરી શકે!


_જયરાજસિંહ ચાવડા(જયુ)

-Jayrajsinh Chavda

Read More

"લખાણી આઝાદ ભારતની આઝાદ ગાથા,
બંધારણે આપી ભારતમાં દરેકને સ્વતંત્રતા;

એમનેમ ભારત વિશ્વમાં મહાન નથી,
કેમકે માત્ર અહીં જ છે વિવિધતામાં એક એકતા!"

_જયરાજસિંહ ચાવડા

-Jayrajsinh Chavda

Read More

"હું કર્મોને માનતો આવ્યો છું અને માનીશ,
માનવ તું નિમિત છે અને હું અવતાર,
માટે ફરી હું મારી રચનાને સુધારવા આવીશ;
પણ મારા સમયે કેમકે માનવ તું તો માત્ર નિમિત છે!"

_જયરાજસિંહ ચાવડા
ગીતા બોધ

-Jayrajsinh Chavda

Read More

"દોરીના એક તાંતણે,
લોહી વિનાના સંબંધ બન્યા મારે આંગણે;

ઉપકાર અનેકો લોહી વિનાની બહેનના,
આંખ રડી પડે વિચાર આવે તેનાથી અળગા થવાના;

એક નહિ અનેક સંબંધોની કુદરત અહીં સાક્ષી,
બહેન થકી જીવનમાં દુખે આવવાની હિંમત ન રાખી;

રાખડી તો એક બને છે બહાનું,
ભાઈ-બહેનના મિલન કહેવાય ટાણું;

ખમ્મા વીર કહી લેશે વારણા,
આજે કહું હું ખમ્મા બહેન જુગ જુગ ભગવાન રાખે મારી બહેનોને હસતા!"

-જયરાજસિંહ ચાવડા

-Jayrajsinh Chavda

Read More

"આજે અમે તો કાલે તમે,
યાદ રાખજો કર્મનો સમય કોઈને નહિ છોડે!"

-જયરાજસિંહ ચાવડા

-Jayrajsinh Chavda

"ભાઈબંધીના ન હોય કોઈ Day,
દુ:ખમાં જોડે ને સુખમાં છેટે રે;
બધું જાણીને મારો ભૈરુ કંઈ ન કે,
મારા યાર જેવો યાર ભગવાન દુનિયામાં બધાને દે;
પણ ન હોય તેની ભાઈબંધીના કોઈ Day,
Formality માટે Wish You Happy Friendship Day!"

-જયરાજસિંહ ચાવડા

-Jayrajsinh Chavda

Read More

"ગુરુનું જ્ઞાન જીવનની દિશા બદલે,
ગુરુ વિના પૃથ્વી જ્ઞાન વિહોણી ભટકે;
ભલે ગમે તેવું વિજ્ઞાન આવે પણ ગુરુ જ્ઞાન પાસે તે પાણી ભરે!"

-જયરાજસિંહ ચાવડા

-Jayrajsinh Chavda

Read More

"બધું ભૂલીને જીવનમાં આગળ વધ્યા,
વાતો-મુલાકાતો ફક્ત દિલમાં રાખ્યા;
સાથે રહીશું એવા કહેવાવાળા એકલા મેલીને હાલ્યા,
આજે ચાંદનીભરી રાતો અને તારાઓ જોઈને જયુને યાદમાં રહેવાવાળા ફરી યાદ આવી ગયા!"

-જયરાજસિંહ ચાવડા

-Jayrajsinh Chavda

Read More

સમય ઘણો બદલાયો છે.....
"ખાંડની જેમ ભળી જતાં લોકોને ભેળવી લો,
બાકી આગની જેમ બળી જતાં લોકોને બાળી દો!"

-જયરાજસિંહ ચાવડા

-Jayrajsinh Chavda

Read More