follow me on facebook as Dhaval Padariya, On instagram as drpadariya and on twiter as padariya dhaval

#શાંતિપૂર્ણ
'આતમ' મારો પળ પળ ઝંખે રહેવા 'શાંતિપૂર્ણ...'
અંતરમન સહજ પૂછે શું તું રહે છે 'સાદગીપૂર્ણ...?'

- " કલ્પતરુ"

Read More

#શાંતિપૂર્ણ

બહારની 'અજંપાભરી શાંતિ'ની નથી થતી શાંતિની શોધ પૂર્ણ ,
અંતરપટનાં અવાજને સુણે તો બને ભીતરથી શાંતિપૂર્ણ' ...?


-" કલ્પતરુ"

Read More

#સુશોભન

બાહ્ય આડંબર ને ભપકા સાથે,
મનુષ્ય થાતો સુશોભિત;

પ્રશ્ન થાતો સહજ મુજ મનમાં
શું એ જ સાચું 'સુશોભન...?'

શૂટ બૂટ સાથે ભાસે એ હીરો,
પણ સૂઝ બૂઝમાં નીકળે ઝીરો;

મોંઘેરા સ્પ્રે થકી ઉદ્દભવે બાહ્ય સુગંધ,
પણ વાસ્તવિક જીવન મહીઁ હોય દુર્ગંધ;

વાણીવિલાસની તો જાણે રચે એવી માયાજાળ,
એ સાંભળી પળ પળ અન્યને પળે મનમાં ફાળ;

બાહ્ય સૌંદર્યની તૃષ્ણાથી બુઝાય જ્યારે જીવનદીપ
ઈશ ત્યારે પૂછે: શું ખીલવ્યું તે આંતરિક સૌંદર્ય...?

ઉત્તરવિહીન થાતો માણસ જ્યારે પ્રભુ પાસે,
કેવી રીતે આંખ મિલાવે ત્યારે પ્રભુ પાસે...?

આ બધું જોઈ જાણી વિચારી થાતો મનમાં મુંઝારો,
ક્યારે બનશે માણસ ખરેખર 'સ્વભાવે માણસ...?'

- 'કલ્પતરુ '

Read More

#શરૂઆત

                           
    સાત બાય સાતની ચાલીમાં આખી જિંદગી કાળીમજૂરી કરી અત્યંત દારુણ અવસ્થામાં તે અંતે ભગવાનને પ્યારો થઈ ગયો.જીવનપુષ્પ મૂરઝાતા તેનાં પાર્થિવ દેહને લઈ જવા અંતિમ યાત્રાની 'શરૂઆત' થઈ. ચાર રસ્તે તેનાં પાર્થિવ દેહને "એ.સી. સ્વર્ગવાહિની"માં મૂકવામાં આવતાં અંતિમ દર્શનાર્થે આવેલા લોકો ગણગણાટ કરવા લાગ્યા:"જીવતે જીવ તો નહિ પણ મૃત્યુને અંતે તેને પ્રમોસન મળ્યું"

Read More

#મંદબુદ્ધિ

બુદ્ધિ તણો વૈભવ અર્પી ઈશ્વરે કર્યો અપાર પ્રેમ,
તો પછી કાં...તું ઈશ્વર પર કરતો ખોટા વ્હેમ;

હે... કરાલ કળિયુગ! આ તારી કેવી બલિહારી...?
'બૌદ્ધિક પ્રામાણ્ય વ્યક્તિ'ને લોકો કહે 'મંદબુદ્ધિ'

-'કલ્પતરુ'

Read More

#જરૂરિયાતમંદ
ન પારખી શક્યો માનવી,
'શોખ' અને 'જરૂરિયાત' વચ્ચેનો ભેદ;
આભાસી 'મૃગતૃષ્ણા' પાછળ દોડી,
બન્યો અકાળે 'જરૂરિયાતમંદ'

- 'કલ્પતરુ'

Read More

#જરૂરિયાતમંદ

તૃષ્ણાથી ઉભી થતી,
માનવ મન મહીં ;
જરૂરિયાત...
પણ...
સમજી ન શકે માનવી ,
શોખ અને જરૂરિયાત ;
વચ્ચે ભેદ
તેથી બની જાતો
અકાળે જરૂરિયાતમંદ...

- 'કલ્પતરુ'

Read More

#તોફાનીરહેવું કેવી રીતે...? નિજ લક્ષ્મણરેખામાં...
તે આપણને શીખવતું ઘૂઘવાટ કરતાં દરિયાનું મોજુ;

રહેવું કેમ સ્થિતપ્રજ્ઞ...? જીવનની ભરતી-ઓટ પ્રત્યે,
મનમાં ઊર્મિ ભાવ જગાવતું 'આત્મીયતા'નું મોજુ;

કેવી રીતે હંકારવી...? જીવનરૂપી નૈયા મઝધારે,
સંઘર્ષોનો સામનો શીખવે એ 'તોફાની' દરિયાનું એ મોજુ;


- "કલ્પતરુ"

Read More

#તોફાની
રહેવું કેવી રીતે નિજ લક્ષ્મણરેખામાં,
તે આપણને સહજ શીખવતું;
ઘૂઘવાટ કરતાં 'તોફાની' દરિયાનું,
એક 'શક્તિશાળી મોજુ'.

- "કલ્પતરુ"

Read More

#Luck #નસીબ #@

'નસીબ' દોષે હારી જાતો તેને નથી કોઈ 'મંઝિલ'
બહાદુરીથી 'સંઘર્ષ' કરે તેને અંતે મળે છે 'મંઝિલ'