I am professor , writer ,poet and singer also. I have fond of reading, writing and singing........................... ગીતાના ચિન્તનમા ચિંતુ હું,મને રાખ શરણમાં કિન્તુ તું, થઈ જાવ ખૂબ નિહાલ , મારી અરજ સુણ તું જગપાલ.

#मोहब्बत की बारिश

क्रांति तूफ़ानों की गोद में पलती है,
धधकती ज्वालाओं से जन्म लेती है,
अंगारों पर चलती हैं,
लोगों के दिलों में सदियों तक जीवित रहती हैं, क्रांति कभी मरती नहीं है। 🇳🇪गीता। अमर है ।🇳🇪✍️...© drdhbhatt...

-Dr.Bhatt Damaynti H.

Read More

મારી લાડકડી.....
રૂપાનું પારણું ને સોનાની દોરી ગીતા
હીંચે મારી લાડકડી....
દિલ માં કંઈ કેટલાય અરમાન જાગે,
જોવા મારી લાડકડી....
મારી ફૂલવાડીની છે અનમોલ કડી
મારા ધન ભાગ મારી લાડકડી....
એની નાનકડી આંખોમાં દુનિયા સમાઈ
એનાં હૈયા માં હેતની હેલી વરસે
સ્નેહે ભિઙ્જાય મારી લાડકડી......
પલ માં એ ઉંબરો ઓળંગી,
પાનેતરની પ્રીતે પોઙ્ખાય ,
મારે આંગણે પા પા પગલી પાડતી
પિયુને ઘર જાય એ પરને સોંપાય,
મારી લાડકડી......... ગીતા.....
✍️...© drdhbhatt...

Read More

मेरी कलम से,,,

आप सभी को बेटी दिवस की हार्दिक शुभकामनाएँ।

પૂછૂ ખુદા ને કે તું આજ કાલ , ક્યાં વસે છે?_ગીતા_
અન્યથા તારી હાજરી માં આ કોરોના નો ખેલ ,મૌત નું તાંડવ ન રચાય.
✍️...© drdhbhatt...

-Dr.Bhatt Damaynti H.

Read More

આભાસ થાય છે,,,
કણકણમાં છે વાસ તારો ,
એવો આભાસ થાય છે,
ફૂલ ફૂલ માં હસે છે તું,
એવો આભાસ થાય છે,
ગરીબોની ઝૂંપડીમાં વસે છે તું
એવો આભાસ થાય છે,
સમય બની સરકે છે તું
એવો આભાસ થાય છે,
પવન બની ફરકે છે તું
એવો આભાસ થાય છે,
મારા જીવનમાં પલ પલ ધબકે છે તું
મારી આંખો માં પ્યાર બની છલકે છે તું
એવો આભાસ થાય છે_ગીતા_
✍️...© drdhbhatt...

Read More

#સ્વાદિષ્ટ
ગુલાબ નું ફૂલ ગીતા
કેટલું સ્વાદિષ્ટ હશે કે
એક સાપ પણ તેની
લિજ્જત માણી રહ્યો છે.
✍️...© drdhbhatt... અનાયાસે કેમેરા માં કેદ થયેલું એક દ્રશ્ય કેવું રોમાંચક છે.

Read More

હું વિચારશીલ છું,,
વિચારોનું અનુશીલન કરૂં છું,
હું મનનશીલ છું સતત મનનાં
દરિયામાં ડૂબકી લગાવી ને
નિત્ય નવીન મૌક્તિકો
મેળવવા ની માત્ર કોશિશ કરૂં છું.
હું ગમનશીલ છું,_ગીતા_
કલ્પના ની પાંખે પલકવારમાં
અવકાશમાં ભ્રમણ કરવાની
અને તારાઓની સંગ દોસ્તી
કરવા ની મહેચ્છા માણી લઉં છું.
હું પરિવર્તનશીલ છું,
જરૂર જણાય ત્યાં મારા
વિચારો ને હું મારા શબ્દો રૂપી
ફલક પર પાથરી ને પછી
કલમથી મારી મરજી મુજબ
પરિવર્તન કરી લઉ છું.
✍️...© drdhbhatt...

Read More