પ્રેત નું કામણ હોય તો ભુવાને પુછાય,
પણ પ્રેમનું વળગણ કોને કહેવું વાલમ,
મીંઢળ બાંધ્યા હોય તો દેખાઈ જાય,
આ આંખો નું સગ પણ કોને કહેવું વાલમ.
🌹❤️🌹

-Rekha Detroja

Read More

બાંધ્યા વાદળ તારી યાદોના આંખમાં ,
આવો તો ભીંજાઈએ આપણે ય આ વરસાદમાં.🥰🥰

-Rekha Detroja

એક તરસ્યો શબ્દ હું બનું ,
એક વહેતી ગઝલ તું બને .
એક ખાલી કલમ હું બનું,
એક રંગબેરંગી શાહી તું બને.🌹🌹❤️

-Rekha Detroja

Read More

અંધારી રાત છે,
નીરવ એકાંત છે .
સમણાં નો સાથ છે. હાથમાં કલમ છે ને ,
એમાં સળવળાટ છે.
ચાંદની રેલાઈ છે એનો
ભીતર અજવાસ છે.
આજ દૂર છે કોઈને,
યાદોનો મઘમઘાટ છે .
મટકું યે મારતી નથી આંખલડી મારી,
જાણે એને ને નીંદર ને,
વર્ષો નો ખટરાગ છે.

-Rekha Detroja

Read More

સપનાની એક રાત ,
રાત ની એક વાત,
વાત માં મુલાકાત,
મુલાકાત માં તું ખાસ,
એક મેવનો એહસાસ,
આંખોથી આંખો નો એ,
સુખદ સહવાસ,
ના સ્પર્શ ની ચાહત,
ના પામવાની ઝંખના,
બસ, સમજવાની સાન,
ને લાગણીઓ અપાર,
મનથી મનને મળવાની,
લગની બેશુમાર,
આવી છે મારી વાત,
સપનાની એક રાત,
અને રાતની એક વાત.🌹

-Rekha Detroja

Read More

ગમતું હોય એ મળતું નથી,
મળે છે એ ગમતું નથી,
સમજે છે એને સમય નથી ને
ના સમજનાર માથું ખાય છે.
આમાં કરવું હું એ જ હમજાતુ નથી.😅😀

-Rekha Detroja

Read More

હું તો તને પ્રેમ કરૂં છું કેટલી સરળ વાત!!
એટલી વાત ને કહેવા માટે કેટલો વલોપાત!!
દિવસ રૂની પૂણી જેવો ભીંજાઈ જતી રાત,
હું તો તને પ્રેમ કરૂં છું કેટલી સરળ વાત!!
આનંદની અડખે-પડખે યાદો નો આધાર.
હું તો તને પ્રેમ કરૂં છું કેટલી સરળ વાત!!
🌹🌹🌹

-Rekha Detroja

Read More

લાગણી સમજવા શબ્દો ની ક્યાં જરૂર છે?
વાંચતા આવડે તો 'આંખ' પણ કાફી છે.

-Rekha Detroja

એક વેલ જ્યારે ઝૂકે છે બરછટ થડ પણ હરખાય છે.
આ તો લાગણીની વાત છે સાહેબ, બધાને ક્યાં સમજાય છે.

-Rekha Detroja

તારો સ્વભાવ તો તું પહેરે છે રોજ લ્યા,
આવ તને થોડો વરસાદ પહેરાવું.
વરસી પડીશું ને સાથે શીખીશું લ્યા
વરસી ને કેમ ઘેરાવુ.

-Rekha Detroja

Read More