Hey, I am reading on Matrubharti!

એક કલાકાર હતો,
રોજ નાટક માં કામ કરે.
એક દિવસ એક વ્યક્તિ એ
તેને પૂછ્યું કે નાટક માં થી તમે
તમારી જીંદગી માં કઈ કલા શીખ્યા?
નાટક ના એ કલાકારે સરસ વાત કરી.
તેણે કહ્યું કે,
નાટક માં થી હું એક જ કલા શીખ્યો છું કે,
તમારો રોલ પૂરો થઈ જાય
એટલે તમારે સ્ટેજ છોડી દેવાનું છે....!
આપણે કંઈ છોડતા નથી ,
એટલે જ દુઃખી થઈ એ છીએ.
આપણે ને ઘણી વખત
ખબર જ નથી પડતી કે
આપણો રોલ ક્યાં પૂરો થાય છે?
#કલા

Read More

ફાટક

ઘડિયાળનો કાંટો ચાર પર પહોંચતાની સાથે જ મગનલાલ ઊઠ્યા. રાત્રે જ તૈયાર કરી રાખેલ ફાનસ હાથમાં લીધું ને નીકળી પડ્યા.

વર્ષોથી પોતાના હાથે જ ખોલ-બંધ કરેલ ફાટક જે હવે ઓટોમેટિક થયેલ હતું તેના પર હાથ મૂક્યો. ટ્રેન આવી પહોંચી. ટ્રેનનો લય-તાલ, ગંધ-સુગંધ, ભીડ-ખાલીપો કંઈ કેટલુંય શ્વાસમાં ભરી લીધું. ટ્રેન પસાર થઈ ગઈ. ને તે એકલા ઘડીક ઊભા રહ્યા. કોઈ ચહલપહલ ન જણાતા ચાલતા થયા.

ઘરમાં વાતચીત થઈ રહી હતી. વરસાદના દિવસો આવી રહ્યા છે. બાપુજી રોજ આમ કહ્યા વગર નીકળી જશે તો ?

બસ - પછી તો એક મજબૂત દરવાજો મૂકાઈ ગયો ને રાત્રે તેને તાળું. એક દિવસ, બીજો દિવસ ને ત્રીજો દિવસ. મગનલાલ ઊઠે... હાથમાં ફાનસ લે ને દરવાજા સુધી જાય. નિરાશ થઈ પાછા સૂઈ જાય. બંધ દરવાજો ને બંધ ફાટક તેમને માટે આકરા બંધન સમાન !

ચોથે દિવસે એ બધાં બંધન તોડી લાંબી સફરે નીકળી જ ગયા.

પરિવારજનોને ખિસ્સામાંથી એક ફોટો ને દીકરાને સંબોધીને લખેલી ચિઠ્ઠી મળ્યા.

'બેટા ! વીસ વરસ પહેલા આવેલી ટ્રેનમાંથી તું એકલો ઊતરી ગયેલો. મને થાય કે કદાચ તને કોઈ શોધતું આવે એ ફાટકે. એટલે...'

હજી પેલું ફાનસ રોજ ફાટકે જાય છે... પણ ઉપાડનારા હાથ મગનલાલના નથી !

Read More

"જીવન એ કુદરતે આપેલ અણમોલ ભેટ છે, જેણે ખુશીઓથી સુખ-દુઃખ સાથે જીવી લેવી!"


આ એક એવી અંધ છોકરી ની વાર્તા છે જે પોતાને ખુબજ નફરત કરતી હતી કારણકે તે દુનિયા જોઈ શકે તેમ ન હતી. તે લગભગ દરેક ને નફરત કરતી હતી ફક્ત તેના બોયફ્રેન્ડ ને છોડીને. તેણીનો બોયફ્રેન્ડ હમેશા તેની સાથે રહેતો હતો અને તેની મદદ કરતો હતો. તે તેણીને ખુબજ ચાહતો હતો. અને તેણી કહેતી જો તે જોઈ શકે તો તેણી તેના બોયફ્રેન્ડ સાથે પરણવા ઈચ્છે છે.

એક દિવસ તેણીને કોઈએ આંખો દાન માં આપી અને તેનું ઓપરેશન થયું અને આંખો પરની પટ્ટી ખોલવાનો સમય આવી ગયો અને…હવે તે અંધ છોકરી અંધ નહોતી રહી. હવે તે આ સુંદર દુનિયા પોતાની આંખે જોઈ શકતી હતી. તેના બોયફ્રેન્ડ ને પણ… અને તેના બોયફ્રેન્ડે તેને પૂછ્યું કે હવે તું બધું જોઈ શકે છે તો શું તું મારી સાથે લગ્ન કરીશ?

છોકરી એ જોઇને સ્તબ્ધ થઇ ગઈ કે તેનો બોયફ્રેન્ડ પણ આંધળો છે. અને એ જોઇને છોકરીએ તેના બોયફ્રેન્ડ નો પ્રસ્તાવ ઠુકરાવી દીધો. તેનો બોયફ્રેન્ડે આંસુ સાથે ત્યાંથી વિદાય લીધી, અને થોડા દિવસો પછી તેણીને એક પત્ર લખ્યો:

“મારી આંખોને સંભાળીને રાખજે…”

આ વાર્તાની જેમજ માણસો ના વિચારો પણ તેના સ્ટેટસ ની સાથે ફરે છે. માત્ર થોડા લોકો જ યાદ રાખે છે કે તેમના જીવનમાં પહેલાનો સમય કેવો હતો, અને તેના સૌથી ખરાબ સમયમાં પણ તેની સાથે કોણ હતું.

જીવન એક અમુલ્ય ભેટ છે…

* આજે જયારે તમે કડવા વેણ બોલવાનું વિચારો તે પહેલા એ લોકો વિશે વિચારો જે બોલી નથી શકતા…

* જયારે તમે તમારા પતિ કે પત્ની માટે ફરિયાદ કરો તે પહેલા એ લોકો વિશે વિચારો જે હમેશા જીવનસાથી મેળવવા માટે પ્રાર્થના કરતા હોય છે…

* જયારે તમે તમારા બાળકો વિશે ફરિયાદ કરો તે પહેલા એ લોકો વિશે વિચારો જેઓ એક બાળક માટે કેટલીય માનતાઓ રાખે છે…

* જયારે તમે તમારા નાના ઘર માટે ફરિયાદ કરો તે પહેલા એ લોકો વિશે વિચારો જેઓ શેરીઓમાં રહે છે…

* જયારે તમે હતાશ કે નિરાશ થઇ જાઓ ત્યારે તમારા ચહેરા પર સ્માઈલ લાવો અને ભગવાનનો ઉપકાર માનો કે હજુ તમે જીવો છો અને હરીફરી શકો છો…

* જીવન એક અમુલ્ય ભેટ છે – જેને જીવી લો…, માણી લો…, ઉજવી લો…, ખુશીઓથી ભરી દો…

Read More

જીવન માં વધારે સંબંધો હોવા
જરૂરી નથી ,પણ જે
સંબંધો છે તેમાં જીવન
હોવું જરૂરી છે...

એક નાનું એવું રૂડું રૂપાળું પંખી બગીચામાં ખીલેલા એક સફેદ ફૂલ પર જ ઊડ્યા કરતું હતું. ફૂલે પંખીને પૂછ્યું, “તું કેમ મારી આસપાસ જ ઊડ્યા કરે છે ?” પંખીએ હસતાં હસતાં કહ્યું, “ખબર નહીં કેમ પણ તારાથી દૂર જવાની મને ઈચ્છા જ નથી થતી. મને બસ એમ જ થાય છે કે હું તને એક ક્ષણ પણ મારી નજરથી દૂર ન કરું.”

ફૂલને થયું કે આ તો સાલું માથે પડ્યું છે અને મારો પીછો મૂકે તેમ લાગતું નથી. મારે કોઈ ઉપાય કરીને આને મારાથી દૂર કરવું જ પડશે. એણે પંખીને કહ્યું, “તું કાયમ મારી સાથે રહેવા ઈચ્છે છે ?” પંખી આ સાંભળીને એકદમ આનંદમાં આવી ગયું એવું લાગ્યું જાણે કે આખી પૃથ્વી પરનું સુખ ભગવાને એને આપી દીધું. એણે તો તુરંત જ કહ્યું, “હા, હું કાયમ તારી સાથે જ રહેવા માંગુ છું.”

ફૂલે કહ્યું, “જો હું અત્યારે સફેદ છું જ્યારે હું લાલ થઈ જઈશ ત્યારે આપણે બંને કાયમ માટે એક થઈ જઈશું.” આ સાંભળીને પેલું પંખી નાચવા લાગ્યું અને ગાવા લાગ્યું. ફૂલ વિચારમાં પડી ગયું કે હું તો સફેદ છું લાલ તો થવાનું જ નથી. આ તો આનો પીછો છોડાવવા માટે મેં આમ કહ્યું પણ આ તો એવું માની બેઠું લાગે છે કે હું લાલ થઈ જઈશ. એની બુદ્ધિ કામ કરતી બંધ થઈ ગઈ લાગે છે.

પેલા ફૂલની આસપાસ ખૂબ કાંટા હતા. પંખીએ ગાતા-ગાતા અને નાચતા નાચતા પોતાના શરીરને કાંટા સાથે અથડાવવાનું શરૂ કર્યું. પંખીના શરીરમાંથી લોહીના છાંટા ઊડીને ફૂલ પર પડવા માંડ્યા અને ફૂલ ધીમે ધીમે લાલ થવા લાગ્યું.

થોડી વારમાં પંખીનું આખું શરીર વીંધાય ગયું અને પેલું સફેદ ફૂલ લાલ થઈ ગયું. ફૂલને હવે સમજાયું કે પંખી એને કેટલો પ્રેમ કરે છે ! એ ઘાયલ પંખી પાસે પોતાના પ્રેમનો એકરાર કરવા નીચે નમ્યું અને કહ્યું, “દોસ્ત મને માફ કરજે. હું તો તારા પ્રેમને મજાક સમજતો હતો પણ મને હવે તારો પ્રેમ સમજાય છે અને અનુભવાય પણ છે. હું પણ તને પ્રેમ કરું છું દોસ્ત…” ફૂલ સતત બોલતું જ રહ્યું પણ સામે કોઈ જ જવાબ ન મળ્યો ત્યારે ફૂલને સમજાયું કે હવે ઘણું મોડું થઈ ગયું છે.

આપણા જીવનમાં પણ આવું બનતું હોય છે પણ કોઈ આપણને ખરા દિલથી ચાહતું હોય છે અને આપણે માત્ર એને મજાક સમજીએ છીએ… જાળવજો… સંભાળજો… ક્યાંક પ્રેમનો સ્વીકાર કરવામાં મોડું ન થઈ જાય !

Read More

ના પણ હોય !
સદાય એક સમો થનગનાટ ના પણ હોય.
હવાની ચાલ બધે સડસડાટ ના પણ હોય.

ત્રણેય લોક ગઝલમાં સમાવી લઉં છું હું,
અહીં બધાયનાં પગલાં વિરાટ ના પણ હોય.

છતાં ઉજાસનાં ધોરણને જાળવી રાખે,
અમુક-અમુકના દિવાઓમાં વાટ ના પણ હોય.

તૂટે-ફૂટે તો હરખ-શોક બહુ નહીં કરવો,
દરેક જિંદગીઓ મોંઘી-દાટ ના પણ હોય.

ખૂટી ગયા છે કિરણ, દબદબો છતાં પણ છે,
બધા સૂરજની ભીતર ઝળ-હળાટ ના પણ હોય.

Read More

ભગવાન નું મંદિર હોય
કે પછી ખરતો તારો

મારી દરેક ઈચ્છા મા
હું તને જ માગું છું !!!

આ *ગઝલ* સમર્પિત છે; તમારા જેવા _*મિત્રો ની દિલદારીને.*_

ફળે છે ઇબાદત, ને ખુદા મળે છે
*મિત્રોને નિહાળીને, ઉર્જા મળે છે..।*

નથી જતી મંદિર, મસ્જિદ, ચર્ચમાં
*મિત્રોના દિલોમાં જ દેવતા મળે છે..।*

ખસું છુ હું જયારે સતત ખુદમાંથી
*મિત્ર તારા હૃદયમાં જગ્યા મળે છે..।*

સમય છે ઉકળતો ને જીવન સળગતું
*મિત્રોની હથેળીમાં, શાતા મળે છે..।*

ઈચ્છા ને તમન્ના બધી થાય પૂરી
*મને ઊંઘમાં મિત્રના સપના મળે છે..।*

ડૂબું છુ આ સંસાર સાગરમાં જયારે
*મિત્રતાના મજબૂત તરાપા મળે છે..।*

દવાઓ ને સારવાર નીવડે નકામી
*મિત્રોની અસરદાર દુઆ મળે છે..।*

જીવન કે મરણની ગમે તે ઘડી હો
*સદનસીબે મને મિત્રોના ખભ્ભા મળે છે..।*❤????

Read More