હુ એક સાધારણ વ્યકિત છુ...મને વાચન,સંગીત....અને હવે જે વિચારુ છુ એ લખવાનો પણ શોખ ધરાવુ છુ....આપ સહુ અને માતૃભારતી નો ખુબ ખુબ આભાર...

ચૈતન્યને એક દિવસ એની મમ્મી સાથે સ્કુટી પર જતો હોય છે ત્યારે તેને એક ગાડી દેખાય છે અને તે એની મમ્મીને કહે છે કે જો મમ્મી પેલી ભગવાન ની ગાડી ચેતન્ય ની મમ્મી વિચારમાં પડી જાય છે કે સ્મશાનયાત્રામાં આવતી આ ગાડીને ચૈતન્ય કેમ ભગવાન ની ગાડી કહે છે હજુ તો માંડ ત્રણ વર્ષનો થયો હશે ચૈતન્ય પણ તેની વાતો ખૂબ જ રસપ્રદ હતી આ વખતે તો તેની મમ્મીએ જ તેને સામે પ્રશ્ન કર્યો કે કે બેટા એ ભગવાન ની ગાડી છે એવું તને કોણે કહ્યું અને ત્યારે ચૈતન્ય જવાબ આપ્યો કે જો મમ્મી ભગવાનની ઘરે જ્યારે જવું હોય તો ભગવાન ની ગાડી આપણને લેવા આવે છે મને એવું લાગ્યું એટલા માટે હું તને કહું છું કે ભગવાન ની ગાડી છે કારણ કે ભગવાનનું ઘર ખૂબ જ દૂર છે માટે એમની ગાડી પણ ખૂબ જ સ્પેશિયલ હોય છે મમ્મી... મમ્મી તને એટલી પણ ખબર નથી આવો સરસ નો જવાબ સાંભળીને ચૈતન્યની મમ્મી તો દંગ જ રહી ગઈ કે સાચે ભગવાન ની ગાડી...

Read More

सुनने वाला एक हो और सुनाने वाले अनेक ,सहने वाला एक हो और जुर्म करने वाले अनेक, तब परमात्मा उस एक में अपनी सारी शक्ति का संचार कर देता है उस एक व्यक्ति में परमात्मा इतनी उर्जा भर देता है और ईश्वर की इसी उर्जा की वजह से वह एक सहने वाला उन हजारों जुर्म उठाने वालों पर भारी पड़ता है और यह दुनिया का नियम है कि सत्य ही हमेशा अकेला खड़ा होता है और असत्य की तो पूरी सेना होती है लेकिन कभी भी सत्य को असत्य से नहीं डरना चाहिए क्योंकि अंत में जीत उसी की होती है चाहे जितना मन चाहे असत्य फड़फड़ाए या अपना जोर  लगाए पर असत्य हमेशा अंत में हारता है और सत्य हमेशा अंत में जीत ही जाता है चाहे दुनिया भले ही असत्य का साथ दें पर अंत में सत्य के सामने सारी दुनिया को झुकना पड़ता है और देर से ही सही सभी को सत्य की कीमत होती है और इस दुनिया का नियम है कि सभी लोग अपने निजी स्वार्थ के लिए असत्य का साथ देते हैं पर पीछे से उनका अंतरात्मा उनको टटोलता तो होगा क्यों हम ऐसे असत्य का साथ दे रहे हैं और क्यों सत्य से हम दूर भागते हैं लेकिन सत्य अंत में अकेला ही सब से लड़ कर असत्य को पराजित करके जीत हासिल करता है और सत्य कई बार गीरता है पर बार-बार वह संभल जाता है इसीलिए मनुष्य को सदैव सत्य का ही साथ देना चाहिए...
जय श्री कृष्ण 🙏

Read More

જે સ્ત્રીઓને અબળા કહે છે
તે પોતે જ મનથી નબળા હોય છે
સ્ત્રી જેટલું કોઈ પણ સક્ષમ નથી હોતું
જન્મથી જ જેમની સાથે રહે છે તેવા પ્રિય પાત્રોને છોડીને જવું
બસ તે એક સ્ત્રી જ કરી શકે.... Bindu 🌺
પારકા ને પોતાના કરવા એ એક સ્ત્રી જ કરી શકે
પોતાની પરવા કર્યા વગર
એક નવા જીવને જન્મ આપવો એ એક સ્ત્રી જ કરી શકે
એના માટે કેટલી યાતનાઓ સહન કરવાની એ એક સ્ત્રી જ કરી શકે
આધુનિક સમયમાં ગૃહકાર્ય, બાળ ઉછેરની સાથે- સાથે આર્થિક રીતે પોતાના પરિવારને મદદ પણ એક સ્ત્રી જ કરી શકે
અને તેમ છતાં આવા નબળી વિચારધારા વાળા માણસો
સ્ત્રીઓને અબળા કહે છે...
તે સાંભળીને તેમના તરફ કરુણામય કે હાસ્યાસ્પદ થવું ??
સ્ત્રી ક્યારેય અબળા હોતી જ નથી...
તેને જો માન, સન્માન અને પ્રેમ મળે તો તે રાધા કે મીરાં પણ બની શકે છે અને જો લાગણીઓ કે આત્મસન્માન ને ઠેસ વાગે તો સ્ત્રી રોદ્ર સ્વરૂપ પણ ધારણ કરી કાલીકા પણ બની શકે છે... Bindu 🌺
જય શ્રી કૃષ્ણ 🙏

Read More

કેટલા મતલબી હોય છે માણસો પોતાના સ્વાર્થ પૂર્ણ થતા તમારા સમર્પણને પણ ભૂલી જાય છે અને આપણે એટલા મૂર્ખ હોઈએ છીએ તેમની અવગણના છતાં પણ તેમની આદર આપીએ છીએ ખરેખર કેટલા સ્વાર્થી હોય છે માણસો કે સ્વાર્થ પૂરો થતાં જાણે આપણે અજાણ્યા બની જાયે છીએ અને આપણે મૂર્ખ તેમને ભૂલી જ નથી શકતા કેટલા સ્વાર્થી હોય છે મતલબી માણસો કે આપણે તેમને સમજી નથી શકતા.... Bindu

Read More

ઘણી વખત જીવનમાં આપણે અમુક વ્યક્તિઓને એટલું મહત્વ આપી દઈએ છીએ કે આપણે આપણા જ અસ્તિત્વને વીસરી જઈએ છીએ.. ..Bindu

-Bindu

Read More

तुझसे और क्या मांगू मैं
तुझे तो मन्नतो मैं मांगा है मैंने
तेरे दीदार का क्या कहूं मैं.....
तेरे दीदार के लिए तो रब से दीदार मांगा है मैंने
और तो क्या कहें दुआओं में भी तुझे ही मांगा है हमने
तू जहां भी रहे बस खुश रहे यही खुदा से मांगा है हमने

-Bindu

Read More

Part 2
       સુનિતા શાળાએ નથી જાતિ એ વાત તો તેની સહેલીઓને તેમજ પાડોશીઓને ખ્યાલ આવી જ ગયો હતો પણ હવે શાળાએ પણ આ વાત પહોંચી ગઈ કે કદાચ સુનિતા પોતાનું ભણવાનું છોડી દેવાની હશે માટે જ શાળાએ આવવાનું છોડી દીધું છે
       પણ સુનિતા ના વર્ગ શિક્ષક બધાથી અલગ જ વિચારસરણી ધરાવતા હતા કોઈના ગળે એ વાત તો નજર ઉતરી કે સુનિતા હવે ભણવાનું છોડી દેશે પણ સુનિતા ના વર્ગ શિક્ષક સુજીત શર આ બાબત ખૂબ જ ખટકે છે કે શા માટે સુનિતા હવે ભણવાનું છોડી દેશે આટલી હોશિયાર કાબીલ દીકરી શા માટે પોતાનો અભ્યાસ છોડી દેશે ...
સુજીત શર નું વ્યક્તિત્વ એટલે બહારથી ખૂબ જ ગુસ્સાવાળા કડક પણ હંમેશા બીજા માટે વિચારવા વાળા અને પોતાના વિદ્યાર્થીઓના કલ્યાણ અર્થે ખુબજ સુજીત શર માટે ચિંતિત વિષય બની ગયો હતો તેઓ વિચારવા લાગ્યા કે હંમેશા દરેક કાર્યમાં આગળ અને ખૂબ જ સુશીલ એવી સુનીતા જો આમ ભણવાનું છોડી દેશે તો એના ભવિષ્યનું શું? સુજીત સર વિચારે છે કે મારે એના માટે કંઈક કરવું જોઈએ આમ હું હાથ પર હાથ ધરીને બેસી ન રહી શકું અને પોતાના વિચારોને આચરણમાં મૂકીને એક દિવસ રિસેસના સમયમાં સુનિતાના ઘરના સરનામે જઈ પહોંચે છે..
બહારથી સુનિતાના ઘર ને જોઈને જ સુજીત શર  સમજી જાય છે કે તેના ( સુનિતા) ઘરની આર્થિક પરિસ્થિતિ કેટલી હદ સુધી ખરાબ હશે અને તે સમયે તે એક સંકલ્પ કરે છે કે ગમે તે રીતે સુનીતાને ભણાવવામાં મદદ કરશે અને આજથી સુનીતા ની જવાબદારી પોતે જ સંભાળી લેશે ત્યારબાદ જુનવાણી ઢબ થી માટીથી લીપેલા ઘરમાં તે પ્રવેશે છે અને જાણે છે કે સુનીતા તો આજ તેના પિતા સાથે બાજુના ખેતરમાં મજૂરી એ ગયેલ છે એ જાણી તેનો અંતરાત્મા ખૂબ જ દુઃખી થાય છે કે આટલી નાની ઉંમરમાં પણ માણસો ઉપર કેટલી મોટી જવાબદારીઓ હોય છે સુજીત શર જોવે છે કે સુનીતા નાના ભાઈ બહેન સરકારી શાળાએ જવાની તૈયારી કરતા હોય છે અને તેમની સાથે વાતચીત દરમિયાન એ જાણે છે કે હાલના એન્ડ્રોઇડ યુગના જમાનામાં સુનિતાના ઘરમાં સાદો મોબાઈલ પણ છે જ નહીં
જે ખેતરમાં તે લોકો મજૂરીએ ગયા હોય છે તેમનો સંપર્ક કરીને સુનીતાના પિતા સાથે તે વાત કરે છે તે દરમિયાન જ સુનીતા પોતે જ પોતાના વર્ગ શિક્ષકની કહે છે કે સાહેબ હવે કદાચ હું નહીં ભૂણી શકું
પણ સુજીત સર હાર માનતા નથી અને કહે છે કે બસ તું અને તારા પપ્પા એકવાર શાળાએ આવી અને મને મળી જાવ.. બીજે દિવસે શાળાએ સુજીત શર  બધા બાળકો માટે ચોકલેટ લઈને જાય છે અને બાળકોને કહી દે છે કે આજે જ્યારે સુનિતા આવે ત્યારે આપણે તેનું સ્વાગત ચોકલેટથી કરશું.. એકાદ કલાક બાદ પણ સુનિતા જ્યારે શાળાએ નથી આવતી ત્યારે બધા વિદ્યાર્થીઓ તો માને છે કે હવે તે નહીં જ આવે પણ ત્યાં જ સુનિતા પોતાનું દફતર લઈને યુનિફોર્મમાં સજ્જ પોતાના વર્ગ શિક્ષક સુજીત શરને કહે છે કે સાહેબ શાળાએ આવી છું અને મારા પપ્પા તમારી જોડે વાત કરવા માંગે છે.... અને પછીનો બધો જ સુનીતા નો ખર્ચ તેના વર્ગ શિક્ષક સુજીત શર સંભાળી લે છે...અને સુનિતા પોતાના સ્વપ્ન પૂર્ણ થતાં હોય એવું અનુભવે છે.
જય શ્રી કૃષ્ણ 🙏

Read More

https://www.matrubharti.com/book/19898177/female
આજે Woman's day પર મારી જુની post...I hope તમને ગમશે 🙏🙏

વહેલી સવાર તો રોજ ઘરકામ થી જ શરૂ થતી સુનીતાની. બધા માટે ચા નાસ્તો બનાવી ને બપોર ની રસોઇ પણ આટોપી ને ફળીયા સાફ કરવા થી લઈને કપડાં,વાસણ... રોજનો તેનો દિવસ વહેલી સવારે ૪ વાગ્યાથી શરૂ થાય તો પૂર્ણ રાતના દશેક વાગી જાય... વળી રાત્રે સૂતી વખતે પણ દૂધ જમાવવું થી લઈને સવાર ના કામ ના આયોજન અંગેની વિચારણા તો મન માં ચાલતી જ હોય... સુનીતા ના આ કામ ની રોજની આ  દિનચર્યા  જાણે તેને નવી ઊર્જા આપતી...
વળી ઘરમાં સૌ ભાઇ-બહેનો પોતે મોટી હોવાથી તમામ જવાબદારીઓ પણ તેને સંભાળવાની હોંશે હોંશે પોતાના દરેક કામમાં તો આગળ રહેતી જ પણ ભણવા માં પણ ખુબ હોશિયાર.
ક્યારેય શાળા ના ગૃહકાર્ય માં આળસ ન કરે... વળી ચહેરા પર સ્મિત હંમેશા શોભતું તેને...11 માં ધોરણમાં આવતા ઘરની જવાબદારી માથે આવી પડી તેમ છતાં સુનિતા ક્યારેય હાર ના માનતી હંમેશા પોતાના કાર્યમાં મસ્ત રહેતી અને બીજાને મદદ કરવા તત્પર રહેતી જ્યારે પોતાના કામમાં મશગુલ રહેતી... અગિયારમા ધોરણમાં આવતા  તેની માતાની તબિયત લથડવા લાગી તેમ છતાં પોતાના ઘરમાં મોટી બહેનની સાથે સાથે મા બનીને નાના ભાઈ બહેનનું ધ્યાન રાખતી... ઘરની આર્થિક પરિસ્થિતિ પણ માતાની તબિયત ના કારણે થોડી બગડવા લાગી પણ સુનિતા ક્યારેય ઘરમાં કોઈ ને ખબર ના પડવા દેતી.. હવે એ પણ ઘરકામ કરી ને પોતાના પરિવાર માટે આર્થિક રીતે મદદ કરવા માટે ઘરની બહાર જ્યાં કામ મળે ત્યાં કામ કરવા લાગી પણ પોતાના અભ્યાસ ને પણ યોગ્ય રીતે ન્યાય આપવા માટે સમય ન ફાળવી શકતી ધીરે-ધીરે ઘરની પરિસ્થિતિ થાળે પાડવા માંડી પણ પોતાના અભ્યાસ માં હવે ધ્યાન ન આપી શકતી... એક દિવસ પણ શાળા એ ગેરહાજર ન રહેનારી સુનીતા હવે ઘેર હાજર રહેવા લાગી...પોતે જોયેલા સ્વપ્નો જાણે વિસરાઈ જાય છે... ઘરની આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે એ પોતાના સ્વપ્નનું બલિદાન આપી દે છે... નાના ભાઈ બેન ની જવાબદારી પોતાના સ્વપ્ન ને રગદોળી દે છે... શાળા ના સ્કૂલ બેગ ની જવાબદારી કરતા પણ વધારે એના ખભા પર પોતાના પરિવાર ની જવાબદારી આવી જાય છે...અને સુનીતા નું સ્વપ્ન અધુરું.... Next part...
( આજે વુમન્સ ડે છે...બીજું કંઇ ન કરી શકી એ તો કંઈ નહીં પણ સ્ત્રીઓના અભ્યાસમાં જે ખલેલ પહોંચે છે   શું તેને ન અટકાવી શકાય ? ચાલો આપણે સૌ એક  નિણર્ય કરીએ કે દીકરીઓને ભણાવવા માટે શક્ય તેટલા પ્રયત્નો કરીએ. સમાજના એક જાગૃત નાગરિક તરીકે આપણી સૌની ફરજ બને છે આપણે આપણા સમાજની સ્ત્રીઓ માટે કંઇક કરીએ...)જય શ્રી કૃષ્ણ 🙏

Read More

જ્યાં અતુટ વિશ્વાસ હોય છે પ્રેમ પણ ત્યાં જ અપાર હોય છે. Bindu

-Bindu