Romance is my favorite gener' , મિત્રો હું કોઈ લેખક નથી અલબત્ત એન્જીનીયર છું. લખવાનો શોખ છે. મારી વધુ વાર્તાઓ પ્રતિલિપિ પર મળશે

કેમ અહીં નદીઓ બની અશ્રુઓ વહી જાય છે ?
કહી તો શકાય બધું તોયે મનમાં કેમ રહી જાય છે..!
કરી તો શકાય વહેંચીને વધ-ઘટ સુખ દુઃખની અહીં,
શું ખબર ! તોયે માનવી એ દુઃખ કેમ સહી જાય છે..!

ભાવેશ પરમાર. "આર્યમ્"

Read More

दिया हूँ बुझने तक तो मेरी दमक रहेगी
और मरते दमतक थोड़ी तो ऱमक रहेगी
जिससे भी जला लो वह तुम्हारे हाथमे है
घी से जलाओगे तो थोड़ी महक रहेगी..!

Bhavesh Parmar. "આર્યમ્"

Read More

તૈયાર છું પાનખરમાં પણ બનવા વસંત,
જો તું ગ્રીષ્મમાં વરસવા ને તૈયાર હો.
તારા એક જ સાદે દોડીને આવી જાઉં,
પછી ભલે ને તું સાત સમુંદર પાર હો.


"આર્યમ્"

Read More

दिल से लब तक वो अल्फ़ाज़ आ गए ।।
एक झपकीमें उनके सो ख्वाब आ गए ।।
अभी तो भूला भी नही था जिसको दिल,
अश्क बनके उनके फिर खयाल आ गए ।।

Read More

છોને વાસ્યું! તમ હૃદયે લોખંડી એક બારણું,
મુજ  હૃદયે  વહેતું રહ્યું યાદોનું એક ઝરણું.

કોશિશો કરતું રહ્યું, તુજને તારવવા એ ઘણું,
અંતે ત્યાં મૂકીને  જોયું મેં સ્નેહ કેરું  ગરણું.

થતું રહ્યું મુજ અંતરે અંધારું તુજ વિના ઘણું,
આ હૃદય પણ હવે થયું અતેજ ને શ્યામવરણું.

નથી અંતરે  ઉજાસ  વધુ પણ, ઇચ્છતું એ રહ્યું,
એક દી' ઉગશે જ પ્રભાત તુજ પ્રેમ થકી અરણું.

છે ખાલી જગ્યા, જ્યાં સ્થાન હતું મુજ તણું?
કે માત્ર "આર્યમ્" મન જ હતું મૃગજળ હરણું?


ભાવેશ પરમાર. "આર્યમ્"

Read More

એ બારી જોઈને આજે પણ લોભાઈ જવાયું,
એ આવશે જ! એમ વિચારી થોભાઈ જવાયું.
એક ઝલક માટે અમે તો તરસતા રહ્યા તેની,
પણ તેના બાપાને ત્યાં જોઈને દુભાઈ જવાયું.

BHAVESH PARMAR

Read More

यूँ तो जिंदगी बहोत ही आसां है,
वैसे ही यहाँ सब रहते परेशां है ।
कांटे तो हमने ही बिछाये,
वैसे तो सारा ही जहाँ गुलिस्तां है ।

BHAVESH PARMAR

Read More

એકે એક શ્વાસ પાછળ જિંદગી નિચોવું છું,
અંદર લઈ દુનિયાનું ઝેર હું, નીલકંઠ બનું છું,
આપી મારા કર્મો ની આહુતિઓ,
દરેક ઉશ્વાસે હું ખુશ્બૂ પ્રસરાવતો રહું છું.


ભાવેશ પરમાર. "આર્યમ્"

Read More

बताऊं किसको! इन आँखों मे बारिश जो है!
दिखाऊं किसको! इस दिल मे ख्वाहिश जो है!
मेरे तो सब अपने ही गैर बने बैठे है यहाँ पे,
करूँ भी तो किससे! मन में गुज़ारिश जो है!


Bhavesh Parmar

Read More

માણસ જેવું મશીન કે મશીન જેવું માણસ..!


સવારે બધાની પહેલાં ઉઠે..! ઘણી વાર સૂર્ય ની પહેલાં..!
એ ઉઠે એની સાથે જાણે એક મશીન પણ ઉઠે..!
તરત જોડાઈ જાય કામ માં..!
ફળિયું વાળતાં વાળતાં બ્રશ કરે..!
એલાર્મ ના અવાજે ઉઠતી એ બધાની એલાર્મ બની વારે વારે ટહૂકા કરે.
આખા ઘર માટે પ્રાર્થનાઓ કરે.
બા ની ચા, બાપુ ની કોફી, છોકરાંવ ના દૂધ બધું કરે..!
એનું ટિફિન તો ઉભું ને ઉભું..!

બધા માટે બનાવેલ ગરમ ચા, કેટલી ગરમ હોય એ તો એને ખબર જ નથી..!
નાસ્તો?? વધે તો ખાય..!
આખા ઘરનો ખૂણે ખૂણો સાફ કરે, ધૂળ થી જ પેટ ભરે..!

છી..! કહી ઉતારેલ કપડાં ને ઘસી ઘસી સાફ કરે અને કૂદકા મારીમારી દોરીએ લટકાવે..!
બેસવાનો તો સમય જ ક્યાં હતો!!
સવારનું પતાવી બપોરની તૈયારી..! દાળ, ભાત, શાક ને સંભારો બનાવે.
જમી ને થોડું સુવા લાગે!! ત્યાં જ ઘર ની ડોરબેલ વાગે..! કુરિયર વાળા બપોરે જ જાગે.
આંખો ચોળતી બેઠી થાય ત્યાં તો, "વહુ ચા" નો હૂકમ થાય.!
ટીંગાઈ ને કપડાં લે, ફોલ્ડ કરીને થપ્પી કરે.
શાકભાજી અને કરિયાણું લેવા ઝટ ઝટ દોડે.
સાંજ નું જમવાનું મોડું થાય અને પતિદેવ ગુસ્સે થાય, તોયે હસતી હસતી જમાડતી જાય.
કચરા-પોતાં ને વાસણ કરે તોયે થાકીને ન હારે..!
બધાં સાથે બેસી ટિવી પર સાસુ-વહુ ની સિરિયલ માં પોતાની ક્યાં ભૂમિકા?? એ જુવે..!
બધાને સુવડાવી સુવા જાય, પથારી પર પડતાં જ આંખો મિંચાય..!

આખો દી' મશીન ની જેમ કામ કરે તોયે ક્યાં એની કિંમત થાય.???
મશીન ની જેમ મથતું માણસ એટલે "ગૃહિણી"

"હું વંદન કરું છું એ તમામ 'મશીન' ને"

© ભાવેશ પરમાર. "આર્યમ્"

Read More