The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Adhure se ishk ki adhuri si yaad Wo adhuri si zindgi or adhuri si bat .....
जिंदगी मत कहना किसी को क्योंकि जिंदगी का फितरत ही धोखेबाजी है कभी भी किसी भी मोड़ पर साथ छोड़ देती है! —अमृत
'ભવ્ય મારો ભૂતકાળ છે, ભલે તમે કહો મને ખંડેર, અમે તો હજુ અડિખમ છીએ, તમે થયા વેર વિખેર. આમ જોવા જઈએ તો ઘર, ખોરડુ, મકાન, નિવાસ, આવાસ, બંગલો, હવેલી આ બધુ ગુજરાતી શબ્દકોશ મુજબ સરખું જ ગણાય અથવા નજીકનાં જ સમાનાર્થી શબ્દો છે પરંતુ 'ઘર' શબ્દ હ્રદયને ખુબ શાતા આપે છે, ટાઢક આપે છે. જુના વખતમાં આવુ એક જ ઘર હોઈ. ઘરમાં અંદરનાં ભાગે એક ઓરડી રહેતી અને આગળનો ભાગ પરસાળ કહેવાતો. આટલા નાના ઘરમાં ઘરના સાત-આઠ સભ્ય રહેતા. નાના બાળકોથી લઈને બુઝૂર્ગો રહેતા અને મે'માન આવે તો પણ સંકડાશ ન પડતી. આજે બે ત્રણ માળની હવેલી હોઈ અને અલગ અલગ રૂમો હોઈ પરંતુ રહેનાર સભ્ય ૨ થી ૪ જ હોઈ, જેમા માતા-પિતા અને બે બાળકો. હવે ઉપરની બે પંક્તિ તરફ જઈએ તો આજે પણ ગામડામાં હજુ જર્જરિત હાલતમાં ખોરડાઓ જોવા મળે છે જેને આપણે ખંડેર કહીએ છે. આપણે જેને ખંડેર કહીએ એ ખોરડું આપણને કહે છે કે.. તમે ભલે મને ખંડેર કહો પરંતુ મારો ભૂતકાળ ભવ્ય છે. આજે કદાચ તમે સદ્ધર થયા એટલે બંગલા/હવેલીમાં રહીને આ બધુ ભૂલી ગયા બાકી તમારા એ દિવસો મે જોયા છે. ભર ચોમાસે બેશુમાર વરસતા વરસાદ અને સાથે પવનનાં સુચવાટા વખતે તમે મારા આધારે જ સુરક્ષીત રહ્યા હતા. બે પાંચ મહેમાન હોઈ અને પુરતા ખાટલા ન હોઈ ત્યારે મારી ઓસરીમાં જ નીચે સુતા હતા. આવો તમારો બધો ભૂતકાળ મારી પાસે અકબંધ પડ્યો છે. અને આ બધુ સંઘરી અમે તુટવાને બદલે અડિખમ ઉભા છીએ જ્યારે તમે આ ખંડેરને છોડ્યું ત્યારથી વેર-વિખેર થઈ ગયા છો. હું ભલે ખોરડું કાચું હતું પણ તમને એક સાથે જોડીને રાખતું હતુ. બસ વધુ કહેવાનો કોઈ ફાયદો નથી. મારી વેદના કે વ્યથાથી કોઈ કશો ફર્ક નહિ પડે એ મને ખબર જ છે પણ હું અહિ આ બધુ ઠાલવીશ એટલે મારા હ્રદયમાં થોડી શાંતિ થશે. મારુ હ્રદય હળવુ થશે અને એ હળવાશનાં શ્વાસને હ્દયમાં ભરીને હું જીવી જાણીશ. -બી.એન આહીર નોંધ- આપ સૌ મિત્રોને અરજ કે.. આપણે આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ, આપણા જુના દિવસો, આપણું ગ્રામ્યજીવન, બાળપણ વિગેરેને યાદ કરીને એની વાતો અહી કંડારીએ છીએ તો આપને ખરેખર આવી વાતો ગમે તો એક સેકન્ડ આપી પેજને Follow કરી દેશો તો અમને પ્રોત્સાહન મળશે. આપને એમ થશે કે હું Follow કરૂ કે નહિ શું ફર્ક પડશે પરંતુ એવુ નથી જે મિત્રો આ લેખ વાંચે એ માત્ર એક જ સેકન્ડ આપી Follow કરશે તો અમારી વાતો વધુ લોકો સુધી પહોંચશે. અમારો હેતુ આવી વાતો વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. 🙏 જય દ્વારિકાધ્ધીશ 🙏
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser