Gujarati Blog videos by Darshana Hitesh jariwala Watch Free

Published On : 14-Feb-2023 11:14am

424 views

ફેબ્રુઆરી મહિનો એટલે પ્રેમનો મહિનો.. પ્રેમીઓનો મહિનો..
પણ, શું? આવો કોઈ મહિનો હોય શકે?

પ્રેમ તો બારમાસીનું એ ફૂલ છે, જે દરેક મોસમમાં ખીલે છે. ફોર્માલિટીના પ્રેમમાં પ્રદર્શન કરવું પડે છે. પણ, સાચું કહો, શું પ્રદર્શન કરવું પડે એ પ્રેમ કહેવાય?

સફરની શરૂઆતથી લઈને જિંદગીની છેલ્લી શ્વાસો સુધી જે નિભાવી જાણે એ પ્રેમ કહેવાય.. આજીવન લાગણી બંને બાજુથી સરખી હોય, તો એ પ્રેમ કહેવાય..

એ મને ગુલાબ નહીં આપશે તો ચાલશે, પણ કયારેક કયારેક મારું મનપસંદ ફૂલ મને આપશે તો એ જ મારો રોઝ ડે..

એની આંખોમાં મારી ચિંતા અને મારી આંખોમાં એની ફીકર રહે, એ જ મારો પ્રપોઝ ડે..

જગના કડવા મેણા ના જીરવાય, ત્યારે મીઠી મીઠી વાતોનો દિલાસો આપે, એ જ મારો ચોકલેટ ડે..

કયારેક કયારેક કામમાં વ્યસ્ત થઈ, થાકી ને કંટાળી નીરસ બની જાઉં, ત્યારે લાગણીઓથી સ્પર્શી મને હસાવી દે, એ જ મારો ટેડી ડે..

કોઈ પણ શરત કે વચન વગર હું જેવી છું એવી જ સ્વીકારી લઈ, આજીવન નિભાવી દે, એ જ મારો પ્રોમિસ ડે..

રોજ થાકું ત્યારે મને આલિંગન આપી હામ આપે, એ જ મારો હગ ડે..

હાથોથી નહીં, આંખોથી સ્પર્શે, હોઠો પર નહીં, કપાળે ચૂમે, એ જ મારો કિસ ડે..

અને જો આટલું સમજી જવાય તો રોજે રોજ વેલેન્ટાઇન ડે..

ક્યારે ક્યારે જતાવું પણ જરૂરી છે, થોડી ફીકર થોડી ચિંતામાં એક હગ અને કપાળે કરેલું ચુંબન પ્રેમની ગાડીમાં પેટ્રોલનું કામ કરે છે, પણ ફોર્માલિટીના પ્રેમનું બાષ્પીભવન થઈ જાય છે.

#Happy valentine day All beautiful & lovely couples..
Darshana Radhe Radhe..

2 Comments