Gujarati Thought videos by Shanti Khant Watch Free

Published On : 07-Dec-2022 12:36am

290 views

કાના માતર વગરનો સૌને ગમતો કેવો સરસ શબ્દ છે
*" મફત "*
પણ મફતનું મેળવવા સાચું મુલ્યવાન ગણું ગુમાવવું પડે છે.

સબસિડી આપવી એ કલ્યાણ રાજ્ય ની નીતિ નો ભાગ છે જેમાં દેશ ના આર્થિક પછાત વર્ગ ને તેમનું જીવન ધોરણ સુધારવા માટે, પગભર કરવા માટે સરકાર પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે સહાય કરે છે ને એક રીતે જોવો તો આમાં કંઈ ખોટું પણ નથી પણ...
હવે ખોટું ત્યારે થાય છે કે જ્યારે વોટ બેન્ક સાચવવા કે બનાવવા માટે આનો ઉપયોગ થાય છે.
હવે આ બધી સબસિડી તો સરકારી આવક માં થી જ ચૂકવાય છે એટલે કે તમામ પ્રજા ના પૈસા જ આમાં વપરાય છે.
સબસિડી ના પૈસા સરકાર માં ખજાના માં ખાડો પાડે છે પણ જો તે એક પ્રમાણ થી વધુ હોય,વિકાસ ના કામ ના ભોગે અપાતી હોય તો તે ચોક્કસ નુકસાન કારક છે,રાજ્ય ની પ્રગતિ માં અવરોધક બને છે.
સબસિડી થી સમાજ શાસ્ત્ર ની દ્રષ્ટિએ અથવા મનોવૈજ્ઞાનિક દષ્ટિએ જોઈએ તો....
પ્રજા ને જ્યારે મૂળભૂત સુવિધા મફત માં મળે છે તો તેની પાસે વધારે મહેનત કરવા નું કારણ નથી રહેતું ,તે આળસુ અને કામચોર બની જાય છે.તેનામા વિકાસ,પ્રગતિ ની, સંઘર્ષ કરવાની, કંઈ નવું કરવાની આકાંક્ષા નથી રહેતી. સ્વાભાવિક છે કે આવો સમાજ અને દેશ વિકાસશીલ ના બની શકે.સબસિડી આપવાનો અર્થ એ છે કે જે પ્રાપ્ત કરે છે તે ખાવા માટે સક્ષમ તો થઈ જાય છે, પરંતુ લાંબા ગાળે બંને તરફ નુકશાન જ થાય છે.. જે પ્રાપ્ત કરે છે તેમને પ્રાપ્ત કરવાની રીત મળશે અને કદી કમાવવાનું વિચારશે નહીં, આપ્યા પછી આપનાર પાસે કશું જ નહીં હોય..અને લેનારની સ્થિતિમાં પણ કોઈ ફેર નહીં પડ્યો હોય..
સાચી વસ્તુ વિકાસ છે સબસીડી નહીં.

0 Comments