Gujarati Thought videos by Dr.Jaykishan Tolaramani Watch Free

Published On : 20-Aug-2019 01:46pm

902 views

જિંદગી ને જીવ તું

જિંદગી ને જીવ તું , ના એના વિચાર કર
જે સમયે જે મળે, તેનો તું સ્વીકાર કર

પ્રસિદ્દ્દી,સતા,સફળતા છે સમય ના ગુલામ
છોડ ગુલામી સમય ની, સમય ને પડકાર કર

સ્નેહી,સગા ને સંબંધી છે સગાઈ સ્વાર્થ ની
કોણ પોતાનું છે કાયમ,તેનો તું હિસાબ કર

વિતશે તારો સમય આંખ ના ઝબકાર માં
ફકત કાગળ ને સમેટી તેનો ના બગાડ કર

મળ્યો છે આ દેહ તને લાખ ર્ચોયાશી ફરી
હવે આ જ દેહે મળે પ્રભુ એવો તું પ્રયાસ કર..

જિંદગી ને જીવ તું , ના એના વિચાર કર
જે સમયે જે મળે, તેનો તું સ્વીકાર કર....

ડો.જયકિશન તોલારામાણી

0 Comments