Gujarati Blog videos by Niyati Kapadia Watch Free
Published On : 27-Jul-2019 08:15am647 views
તમને ખબર છે આપણે ફેંકી દીધેલી પ્લાસ્ટિકની વસ્તુઓ આપણને કઈ કઈ જગ્યાએથી પાછી મળે છે... અવશેષ રૂપે? એવા કેટલાં પક્ષીઓ છે, પ્રાણીઓ છે જે તમારા પપ્પાએ, દાદાએ જોયેલા પણ તમને આજ જોવા નથી મળતાં, એવા કેટલાં પ્રાણીઓ, પક્ષીઓ છે જે આજે તમે જોઈ શકો છો પણ તમારી આવનારી પેઢી એ નહીં જોઈ શકે..!
પહેલાં ઘરે પ્રસંગ હોય તો આપણે ઘરમાંથી જ કપ રકાબીમાં ચા/કોફી આપતાં, સ્ટીલના ગ્લાસમાં પાણી અપાતું જેને ધોઈને ફરીથી વપરાશમાં લેવાતું... પરિણામે પ્રસંગ પૂરો થયે એ ઘરની બહાર પ્લાસ્ટિકના કપ/ગ્લાસ/પ્લેટ્સથી ઊભરાઈ રહેલી ડસ્ટબીન જોવા નહતી મળતી!
ઘણા કહેશે એ અમને ચોખ્ખું નથી લાગતું.. કોઈ એક માણસે વાપરેલું ગ્લાસ અમે ફરી બીજા કોઈ માણસને કેવી રીતે આપી શકીએ? It's totally unhygienic!
એવા ચોખ્ખાં માણસો માટે મને ખરેખર માન છે પણ મારું અળવીતરું મન કહે ચોખ્ખાઈ ખાલી તમારાં ઘર પૂરતી જ મર્યાદિત કેમ? આ સમગ્ર પૃથ્વી તમારી છે અને એને પણ ચોખ્ખી રાખીએ એવો વિચાર એમને ના આવી શકે? જો વિચાર આવે તો એનો ઉકેલ પણ મળે ?
તમે માટીની કુલડીમાં ચા/ પાણી આપી શકો! એક વાર વપરાયા પછી એ કોઈને આપી દો કે ફેંકી દો એ માટીમાં ભળી જશે અને ગંદકી નહિ ફેલાવે...☺️ નાસ્તો આપવા માટે પણ પતરાળાં વાપરી શકો... અને તમારાં મહેમાનો આગળ બે ચાર વાર બોલાયેલ તમારું વાક્ય,
“I love nature!" ખરેખર સામેવાળાને તમારાં પર ઈર્ષા કરાવી જશે... જે પેલા પ્લાસ્ટિકના કપ ક્યારેય નહિ કરાવી શકે!
ટુંકમાં નીચે આપેલ વિડિયો જુઓ અને વિચારો આટલાં સુંદર પક્ષીઓના મોતનું કારણ જાણે અજાણે તમે તો નથી?
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
Hero જી પક્ષીઓને ખવડાવવા વાળા માણસોની કમી નથી અહીંયા... પણ એને શું ખાવા આપવું જોઈએ એનાથી અજાણ માણસો પુણ્ય કરવા જતાં પાપ કરે છે! આજે મોટા ભાગના લોકો રોજ સવારે ગાંઠિયા પક્ષીઓ માટે મૂકે છે જે પક્ષીઓ માટે સારું નથી છતાં પક્ષીઓ દાણા પહેલા ગાંઠિયા ખાઈ જાય છે!
શ્રીમતી જી દરેક માણસ પોતાનો સ્વાર્થ વિશે વિચારે સે હાલ મારે ઘરે ૧૦૦થી૨૦૦ કબુરત ૨૦૦થી૩૦૦ચકલી ૪હોલા૨ ટિટોડી ૨ કૂતરાનું ભોજન કાયમ બને સે તે મારા પરિવાર ના સભ્યો સે મારા ઘર માં બધાય મજૂરી કરીએ છીએ તો જે લોકો પાસે થોડી મૂડી હોય સે એમાંથી ૧૦/૧૫ ને નો સાચવી શકે પણ તમારો વિચાર સે મને આશા સે તમારે ઘરે પણ આવું હસે જે લોકો પોસ્ટ. વાચે સે તે લોકો ખાલી સવારે ખાલી એક વાટકી દાણા નો નાખી સકે
8 Comments