દુનિયામાં સૌથી મજબૂત અને સૌથી રહસ્યમય કંઈ હોય તો એ છે માનવ મન. માનવીના મનમાં ઉભરાતા, ઉછાળા મારતાં લાગણીઓના પુર જ નવી નવી ઘટનાઓ ઘટવાનું કારણ બને છે અને એને પેપર પર કંડારીને, આપની સમક્ષ એક વાર્તા રૂપે લઈ આવીશ હું... આપ એ વાર્તાને વાંચજો અને આપનો અમૂલ્ય પ્રતિભાવ ચોક્કસ આપજો.

મહિલા દિવસ પર પોસ્ટ ના ઢગલે ઢગલા ખડકી દેનાર ફેસબુકના પ્રજાજનો આજે પુરુષ દિવસ પર કેમ ચૂપ છે?

એક મિનિટ અમારા દિવસે સૌથી વધારે પોસ્ટ મૂકનારા પુરુષો જ હોય છે, એમની વૉલ ઉપર, અમારી પોસ્ટ ઉપર, ઈનબોક્સમાં અને બીજા બધા માધ્યમોનો ભરપુર ઉપયોગ કરીને... અમને વિશ કરનારા એ હંધાય પુરુષો આજે ચૂપ કેમ છે? કે પછી અમારી પાસેથી આશા રાખી રહ્યા છે કે અમે એમને વિશ કરીએ..?

ઠીક છે આજે તમારો દિવસ તો ઈચ્છા પણ તમારી જ માન્ય રાખવામાં આવશે... બાકીનો હિસાબ વરસના બીજા બધા દિવસોએ સરભર કરી લેશું...!😁

દુનિયાના તમામ પપ્પા, દાદા, કાકા, મામા, ફુઆ, માસા, બનેવી, ભાઈ, દોસ્ત અને પતિશ્રીને અમ સ્ત્રીઓ તરફથી Happy Men's Day 💐

મજાક મજાકના ઠેકાણે છે, હકીકતે પુરુષ ઘરની એ મજબૂત દીવાલ છે જેને ભરોશે આખું ઘર ટકી રહે છે! બહારની દુનિયામાં સફળતા મેળવીને ઘરે આવતી સ્ત્રીની દરેક જીત પાછળ કોઈ ને કોઈ પુરુષનો સપોર્ટ હોય જ છે...હા દરેક વખતે એ કોઈ એક જ સ્વરૂપે ના હોય ક્યારેક પિતા, ભાઈ તો ક્યારેક દોસ્ત રૂપે પણ હોય શકે, નસીબદાર હો તો પતિ પણ સપોર્ટિવ હોય શકે છે! એકવાર વિચાર અવશ્ય કરવા જેવો, આજે તમે જીવનમાં જે પણ સ્થાન પ્રાપ્ત કર્યું એની પાછળ કેટલા પુરુષોનું પિંઠબળ જવાબદાર છે?

તો મારી વ્હાલી બહેનો આજે એક પોસ્ટ થઈ જ જાય... તમારા જીવનમાં આવેલા તમારા આદર્શ પુરુષોને નામ...👍👍

#niyatiKapadia

Read More

એક મિત્રની કૉમેન્ટ વાંચીને મને વિચાર આવ્યો, આપણે લોકો આ જે મોબાઈલ આખો દિવસ હાથમાં લઈને ફરીએ છીએ, એના વિવિધ એપ્સ મચેડીએ છીએ એ બધા કોણે બનાવ્યા હશે?

એક જ મિનિટમાં આપણે નક્કી કરી લઈએ છીએ કે આ એપ સારું છે એને રાખો અને આ મજા આવે એવું નથી એને ઉડાવી દો... ક્યાંક ફોટો એડીતિંગ, ક્યાંક વિડિયો મેકિંગ, ક્યાંક કોઈ ગેમ રમતા હોય કે ફિલ્મ જોતા હોય કે ઓનલાઇન ખરીદી કરવી કરવી હોય બધું જ હવે આંગળીઓના ટેરવે આવીને વસ્યું છે..!

આ બધી સહૂલિયત આપણને મળી રહી છે એની પાછળ જવાબદાર કોણ? ફલાણી એપ કોણે શોધી હશે? એવો વિચાર પણ આપણને આવતો નથી, કેટલા નગુણા છીએ આપણે બધા! જે લોકો રાત દિવસ જોયા વગર નવા નવા એપ્સ, નવી નવી સુવિધા વિકસાવવા મચ્યા રહે છે એમની માનસિક પરિસ્થિતિ કેવી રહેતી હશે એ સમય દરમિયાન? આપણા હાથમાં તો એમની સફળ થયેલી પ્રોડક્ટ જ આવે છે પણ ત્યાં સુધી પહોંચવા માટે જે ઢગલો નિષ્ફળતાઓ સામે ટકી રહેવું પડ્યું, જજુમવું પડ્યું, સખત કંટાળા વચ્ચે, બધા મોજ કરતા હોય ત્યારે એક રૂમમાં ભરાઈને કમ્યુટરમાં જ એમની દુનિયા વસાવી કલાકોના કલાકો કામ કરવું પડ્યું એ બધું ક્યાંય નોટીશ નથી થતું!

સફળ થયેલી એપ્સ પણ કંપનીના નામે રેકોર્ડ થાય, ફલાણી કંપનીનો કેમેરો સારો, એની આ ટેકનોલોજી બેસ્ટ છે, ઓલું ફીચર જોરદાર છે વગેરે આપણે કહેતા હોઈએ છીએ ત્યારે એની પાછળ મહેનત કરનાર એ ખરેખરા ટેક્નોલોજીસ્ટનું નામ પણ ખબર નથી હોતી...અને એ લોકો પણ કંઇ નવું શોધવાના ઉત્સાહમાં કે ક્યારેક નોકરી ખાતર એમનું નામ ક્યાંય છાપ્યા વગર એમનું બેસ્ટ આપે રાખે છે!

આજે કોઈ એવો સ્પેશિયલ દિવસ નથી, પણ જે એપ્સ તમારા ચહેરા પર રોજ એક સ્માઈલ લઇ આવે છે એને બનાવનારને એક thank you તો બનતા હે કી નહિ?

ટુંકમાં ભૂલો ભલે બીજું બધું આ એપ્સ બનાવનારનો આભાર માનવો ભૂલશો નહિ...😊

આપ સૌને નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏

Read More

એક જમાના ગુજર ગયા, ક્યા દિન થે વો ભી...😍

જ્યારે નવું નવું ટોકિંગ ટોમ આવેલું! એની ગેમ્સ રમવાની જે મજા આવતી, બબલ શૂટર અને ઓલી પ્લસ પ્લસ કરવાવાળી ગેમ રમતા મને સમયનું ભાન જ ના રહેતું!

ટોમ પણ કેટલો પ્યારો લાગતો. આખો દિવસ ગેમ રમીને કમાયેલા સિક્કા એના રૂમનાં ડેકોરેશન માટે ખર્ચી નાખવાની પણ મજા આવતી. એ સૂઈ જાય તો રાહ જોવાતી...એનું એક મ્યાઉં સાંભળવા કાન તરસી જતા... ઉઠી જાય પછીય કેટકેટલી પળોજણ કરવી પડતી...આજે એ ટોમ ફરી મને બોલાવતો હતો...ભૂલથી જ એ તરફ જોવાઈ ગયેલું અને મેં એને એ સાવ અજાણ્યો હોય એમ નજર વાળી લીધી...

મુજે માફ કર દેના ટોમ આઇ સ્ટીલ લવ યુ... પર અબ મેં તુમ્હારે સાથ ખેલ નહિ શકતી...☹️

Read More

લગભગ દરેક પુરુષ વિચારતો હોય છે કે, સ્ત્રીઓને સમજવી શક્ય જ નથી, એ બોલે કંઈ, કરે કંઈ અને વિચારતી તો શું હોય એનેય ખબર નહિ હોય...😁

અમ સ્ત્રીઓને સમજવી ખરેખર મુશ્કેલ છે, અમારી ઈચ્છાઓ પણ પતંગિયા જેવી રંગબેરંગી અને અસ્થાયી... પળે પળે બદલાઈ જાય, પુરુષોનું ગજુ જ નથી એમને સમજી શકવાનું...પણ એક મિનિટ,

તમારે લોકોએ અમને સમજવાની જરૂર જ શી પડે?

મોટાભાગે તો અમારી એવી ઈચ્છા જ નથી હોતી કે બધા અમને સમજે... હા, થોડીક લાગણી ખર્ચતા શીખી જાઓ...થોડો થોડો પ્રેમ દેખાડતા શીખી જાઓ...પછી બીજા કશાયની જરૂર નહિ પડે...😊

તમારા હ્રદયમાં ભરેલો પ્રેમનો હિલોળા લેતો સાગર અમારે કંઈ કામનો નથી...જો એમાંના થોડાં થોડાં છાંટણા અમને ભીંજવી ના શકે! અમારી સુધી પહોંચી ના શકે. વાત “આઇ લવ યૂ" કે “હું તને ચાહું છું" એટલું કહી દેવાથી પૂરી નથી થતી, ચાલું થાય છે! સતત એ અહેસાસ કરાવવો પડે...ત્યારે જ તમને કોઈ સ્ત્રી એના દિલમાં સ્થાન આપશે... એ તમારી દરેક વાત માનતી થશે, સ્વિકારી લેતી થશે, તમને સમજવાની કોશિષ કરશે...

બહુ મુશ્કેલ તો નથીને આમ કરવું? ઘણાને આ કામ અશક્ય લાગશે...ઓકે અમને એની સામે કોઈ વાંધો નથી પણ વાંધો છે તમારા એ નાકામ પ્રયાસો પર, અમને સમજવાના!

ટુંકમાં અમ સ્ત્રીઓને સમજવામાં વખત બરબાદ કરવો રહેવા દો... કરી શકો તો તમારા દિલમાં રહેલા પ્રેમને વ્યક્ત કરતા શીખી જાઓ... ( જો હોય તો😊)

આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ 🙏
#niyati

Read More

એક જ વાક્યમાં કહી દઉં, આજ સુધી મેં જોયેલી બધી જ ગુજરાતી ફિલ્મમાં બેસ્ટ વાળી છે, “હેલ્લારો"

હાલ જ ફિલ્મ જોઈને ઘરે આવી અને સાચું કહું તો ફક્ત શરીર ઘરે આવ્યું છે મન તો હજી એ કરછના રણમાં ઊભુ બહેનોને ગરબા રમતી જોઈ રહ્યું છે! એમના ભાયડા કાયા થઈને જોઈ રહે તો રહે, કોઈ માતાજીની મહેર ગણી ચૂપ થઈ જાય તો જાય અને કોઈ કોઈ મરદ માણસ સ્ત્રીઓને ખરેખર જીવી રહેલી જોઇને ખુશ થાય તો ભલે થાય પણ અમે જીવવાનું નહિ છોડી દઈએ, દબાઈને, કચડાઈને નહિ જ રહીએ...એ જુસ્સો, એ ઉગ્રતા એમના ગરબાના એક એક સ્ટેપમા દેખાય છે, એક એક તાળીમાં સંભળાય છે અને હું એને હજી ત્યાં જ ઊભી જોઈ રહી છું...


આમ જોવા જઈએ તો વાત અહીં સ્ત્રી કે પુરુષોની નથી પણ કેટલાક મનની છે જે બન્નેમાં જોવા મળે છે. કેટલા લોકો એવા હશે જેને ખબર છે કે, શું કરવાથી એને ખુશી મળે છે! શું કરવાથી ખરેખર આ જિંદગી હું જીવી રહી/રહ્યો છું એવો અહેસાસ થાય છે અને એ જ કામ કરવાથી એને એના પોતાના જ લોકો શા માટે રોકાતા હોય છે? જવાબ મને નથી ખબર પણ તમે સમજી શકો તો વાત બહુ ઊંડી છે...માણસને ખુશ થવા માટે આખરે જોઈએ શું? સાવ નાની નાની ફેંકી દેવા જેવી વાત પણ જો કોઈની ખુશીનું કારણ બને તો લોકો એને સહન નથી કરી શકતા...અને આ લોકો એટલે કોઈ બીજા ગ્રહમાંથી આવેલા પરગ્રહવાસી કે બીજા દેશમાંથી આવેલા વિદેશી નથી હોતા...પણ એના જ ઘરના માણસો હોય છે! ક્યારેક કોઈ નાનકડી લાલચ, અવિશ્વાસ, ધૃણા, ગુસ્સો કે પ્રેમ પણ જવાબદાર હોય છે માણસને માણસથી અલગ પાડવા માટે...

આ જ ફિલ્મનો બેસ્ટ ડાયલૉગ,
“કેટલાક પુરુષોમાં માવડીએ સ્ત્રીના કાળજા મુક્યા છે એટલે જ દુનિયા ટકી છે."

હું કહીશ કેટલીક સ્ત્રીઓમાં પણ ભગવાને પુરુષ જેવા કઠણ કાળજા મુક્યા છે...જે ક્યારેય બીજાની વાત સમજવા તૈયાર નથી થતી અને પોતાની જીદ પર જ અડી રહી બીજા બધાને દુઃખી કરે છે!

ભગલો બનેલો મૌલિક, મંજરી બનેલી શ્રદ્ધા અને ઢોલી આ લોકોને જોઈને લાગે કે જાણે આવા માણસો આપણી આસપાસ જ ક્યાંય છે! બધાની એક્ટિંગ સુપર હિટ, ગુજરાતી બોલી મને ક્યાંય વાંધા જનક નથી લાગી... બધું જ સરસ.

હા... કેટલાક પુરુષોને કદાચ ફિલ્મ ઓછી ગમે પણ એ એમનો અંગત પ્રશ્ન છે, જે પોતાના ઘરની સ્ત્રીને જ માન ના આપી શકતા હોય, એનું મન ના જાણી શકતા હોય એમને આ ફિલ્મ નહિ જ ગમે...હા પણ ઓલા સ્ત્રીઓ જેવા કાળજાવાળા પુરુષોને ચોક્કસ ગમશે 😊

“પહોળું થયું રે આજ પહોળું થયું,
સજ્જડ બંધ પાંજરું પહોળું થયું..."

બસ, આટલી જ વાત છે આખી ફિલ્મમાં...તમે સ્ત્રી હો કે પુરુષ તમારું પાંજરું છોડીને બહાર આવો, ખુલીને જીવતા શીખો એમાં કોઈ પાપ નથી...👍
#niyatikapadia

Read More

બે દિવસ રહીને ગુજરાત પર ઠંડીનું પહેલું મોજુ ફરી વળશે! પાક્કું...તમારા સમ!

કાશ્મીરમાં બરફ પડી રહ્યો છે અને એના ઠંડા પવનો અહીં સુધી આવતા બે દિવસ લે છે, કોમન સેન્સ.. સમજા કરો મિત્ર, બધી વખતે જ્યોતિષ કે હવામાનખાતું જ આગાહી ના કરે...ક્યારેક આપણે પણ અનુમાન લગાવી લેવાનું... 😁

Read More

તમે ક્યારેય સાપસિડી રમ્યાં છો?

એમાં જ્યારે જ્યારે તમે છેક ઉપરની લાઈનમાં પહોંચ્યા હોં, થોડી જ વારમાં હવે ગેમ જીતી જ લઈશ એમ વિચારતાં હોં અને ત્યારે જ નવ્વાણુંમાં નંબર ઉપર રહેલો સાપ તમને ગળી જઈને છેક નીચેની લાઈન પર લાવીને મૂકી દે ત્યારે કેવું લાગી આવે... નહીં?

ફરીથી એના એ રસ્તે આગળ વધવાનું આવે જ્યાં પહેલાં પણ આવી ચૂક્યા હતા...આગળ વધી ગયા હતા...આ વખતે મનમાં પેલા નવ્વાણુંમાં નંબરે રહેલા સાપનો ડર પણ હોય, એ સિવાયનો પણ કોઈ ગળી જઈ શકે...! ડરીને બેસી રહેવાથી તો કામ નહિ જ થાય...થોડુંક નવેસરથી વિચારવું જ પડશે... ધ્યાનથી જુઓ એ સાપની સાથે સાથે ક્યાંક ક્યાંક સીડી પણ તો છે દોસ્ત!

બસ, રાહ જુઓ કે એ સીડી મળી જાય અને એ ના મળે ત્યાં સુધી સાપથી બચીને એક એક ખાનું આગળ વધતા રહો... અને તોય જો સાપ ગળી જાય તો વિચારવું, હજી કોઈ મોટી સીડી લેવાની બાકી રહી ગઈ હશે એટલે જ ફરી દાવ આવ્યો...કોને ખબર આગળ શું થવાનું છે!

ટુંકમાં આ નાની નાની રમતો પણ જીવનના મોટા મોટા પાઠ ભણાવી જાય છે હોં...બસ થોડુંક નવેસરથી વિચારવાની જરૂર છે!

આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ 🙏
#niyati

Read More

આજ સવારથી કંઈ કામ કરવાનો, લખવાનો કે કોઈની સાથે વાત કરવાનો પણ મૂડ નથી!

વારે વારે મારો કાનુડો દેખાઈ જાય છે આંખો આગળ એ જ એનું મોહક સ્મિત લઈને...અને મને થાય છે નક્કી એ કંઈ ઉથલપાથલ કરવાના મૂડમાં છે...😊

કોઈ વખત, કોઈ કામ જો મારું બીજા બધાની જેમ શાંતિથી પતી જાય તો એને ગમે જ નહિ! લટકાવે, ટટળાવે, ભડકાવે, ભટકાવે... ક્યારેક બધાની આગળ હાંસીપાત્ર સ્થિતિમાં પણ મૂકી દે... હું અકળાઇ જાઉં, ગુસ્સે ભરાઇને નક્કી કરી લઉં કે જા હવે કદી આ કામ નહિ જ કરું અને ખરેખર એ કામ છોડી દઉં એ પછી એવા સંજોગ ઊભા કરે કે મારે પરાણે પણ એ કામ કરવું જ પડે...!

આ બધું જ છતાં એક વાત છે...જેટલી વધારે અકળાવે એટલું જ મસ્ત પરિણામ પણ આપી જાણે છે મારો વ્હાલો...એમનેમ હું થોડી એની દિવાની છું...😍

આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ 🙏

Read More