ડીઅર રિસ્પેકટેડ | Dear Respected | Matrubharti | Short Film

Gujarati   |   26m 55s   |   12.5k Views

ડીઅર રિસ્પેકટેડ | Dear Respected | Matrubharti | Short Film રીમા નું ધ્યાન કોમ્પ્યુટરમાં હતું ને એનો મોબાઇલ રણક્યો પહેલાં એણે નજર કરી ને હટાવી લીધી પણ નામ જાણીતું લાગ્યું એટલે તરત જ ફરી નજર કરી ક્ષિતિજભાઈ નામ ફ્લેશ થતું હતું એણે વિચાર્યું અત્યારે એમનો કોલ આવ્યો    રીમાએ તરત જ ફોન ઉપાડ્યો અને કહ્યું બોલો ક્ષિતિજભાઇ   ક્ષિતિજે તરતજ કહ્યું, "હજી નંબર છે મારો?"  હા હોય જ ને કેટલાક લોકો ડીલીટ નથી થતા મોબાઇલમાથી અને મગજમાંથી પણ. રીમાએ જવાબ આપ્યો. ક્ષિતિજે પુછ્યું, સાંજે શું કરે છે ?  રીમાએ કહ્યું, કાંઈ નહી. ક્ષિતિજે કહ્યું  મળીએ ? રીમાએ પુછ્યું, ક્યાં ?  ક્ષિતિજે કહ્યું, કોફી શોપ . રીમાએ કહ્યું એ હા..હો...  ક્ષિતિજે કહ્યું એ હા....હો.....એ હા....હો.....રીમાએ હસતા હસતા કહ્યું મારા ચાળા ના પાડો......ક્ષિતિજ એનાં એ જ ઓર્ડરવાળા અવાજમા બોલ્યો   એ હા ...એ હા ...હો....ઓ.કે શાર્પ 6:00 વાગે. ફોન મુક્યો નેયાદોની પેન્સિલ ની અણી શાર્પ થઇને મગજનાં પેપર પર લખાયેલા એ શબ્દોને......એ યાદોને........ તાજી કરી ગઈ . પછી શું થયું , મુલાકાત થઈ ? ક્ષિતિજ કેમ રીમાને આટલા વર્ષો પછી મળવા ઈચ્છે છે ? જાણવા માટે આ ફિલ્મ તો જોવી જ રહી .

×
ડીઅર રિસ્પેકટેડ | Dear Respected | Matrubharti | Short Film