The smart lion thinks he can use the fox to bring him food every day. But the fox is smarter. સિંહ અને શિયાળ પુનર્કથન દીપા બલસાવર એક વખત એક ગાઢ લીલુ જંગલ હતું, જ્યાં પ્રાણીઓ પાસે પુષ્કળ ખાવાનું હતુ. પછી માણસો આવ્યા, મશીન સાથે, અને ઝાડને નીચે પાડવા મંડ્યા. જેટલા ઓછા ઝાડ એટલા ઓછા પ્રાણી. વિરાટ સિંહને જલ્દી સમજાઇ ગયું કે ખાવા માટે બહુ કાંઇ બચ્યુ નથી. આપણે સાથે કામ કરવું પડશે, તેણે તેના મિત્ર શિયાળને કહ્યું. તું એક પ્રાણી શોધીને મારી પાસે લઇ આવ. હું તેને મારી નાખીશ અને પછી આપણે બેઉ તે ખાશું. શિયાળે ખૂબ તપાસ કરી. આખરે તેને એક માણસ મળ્યો જે લાકડાના ઢગલા પાસે ઊભો હતો. આના કરતા પણ મોટા સારા ઝાડ જંગલની બીજી તરફ છે, શિયાળે તેને કહ્યું. ક્યાં? ક્યાં? દેખાડ મને! લાલચી માણસે કહ્યું. એટલે શિયાળ આગળ થઇને માણસને આજુબાજુ જંગલના ચકરાવે લઇ ગયો... ...જ્યાં ભૂખ્યો સિંહ રાહ જોતો ઊભો હતો. સિંહે તરાપ મારી માણસ તરફ. માણસ એકદમ બાજુનાં ઝાડ ઉપર વાંદરાની જેમ ચડી ગયો. સિંહ અને શિયાળને કાંઇ બહુ ફિકર ન હતી. તેમને ખબર હતી કે માણસ ક્યાંય ભાગી શકવાનો નથી. તેમણે ખાવાની વહેંચણી કેવી રીતે કરવી તેની ચર્ચા શરૂ કરી. હું અંગૂઠાથી શરૂ કરીશ, સિંહે કહ્યું. હું આંગળીથી શરૂ કરીશ, શિયાળે કહ્યું. એક પછી એક, કોણ શું ખાશે તે તેમણે પસંદ કર્યુ. આખરે સિંહે તેનો હોઠ ચાટીને કહ્યું, હું તો ભેજુ ખાઇશ. મ્મ્મ્મ! હવે શિયાળ પણ માણસનું ભેજુ ખાવાનું સપનુ જોતો હતો. તેણે સિંહને કહ્યું, પણ આ પ્રાણી પાસે તો ભેજુ જ નથી. હોત તો શું તે બધા ઝાડ કાપીને જંગલનો નાશ કરત? ઝાડ પર માણસે દુ:ખી થઇને ડોકુ ધુણાવ્યું. શિયાળ સાચો હતો. તે ચારેબાજુ ઝાડ ગોતતો હતો જેથી તેના ઉપર કૂદીને ભાગી જવાય. પણ આજુબાજુ એક પણ ન હતું. Story: Deepa Balsavar Illustrations: Amrita Kanther Music: Jerry Silvester Vincent Translation: Neetha Bhuva Narration: Makrand Shukla Animation: BookBox
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.