Gujarati Whatsapp-Status videos by બદનામ રાજા Watch Free

Published On : 31-Dec-2024 08:32pm

105 views

એક વાત કહું..!!
આ ૨૦૨૪ જાય તો છે પણ એની પાછળ ઘણી બધી યાદો આપણા માટે મૂકીને જવાનું છે..
આ દિવસો , મહિના ,વર્ષ આ બધું જ બદલાઈ જવાનું છે પણ તારી યાદ એની એ જ રહી જશે,
એક કમી .. એક ખાલીપો છોડીને ,એક એકલતા અને ખામોશી ખાલી મારા નામે રહી જશે .. આખી જિંદગી ભરનો ઓહકો રહી જશે..
અમુક કસમો .. અમુક વાયદા અને એક અધૂરી મુલાકાત યાદોની ડાયરીમાં જાણે કેદ થઈને રહી જશે..
વિચારો બદલાશે.. મહેફિલો જામશે .. તહેવારો આવશે પણ આ ખુશીઓ ખાલી મારાં જ ઘરનું સરનામું ભૂલી જશે ..દુઃખ તો જતું રહેશે વીતેલા વરસની જેમ ઘા પણ ભરાઈ જશે પણ આ નિશાન , તારી યાદ બસ એમના એમ રહી જશે...

મિસ યુ હંમેશા ❤️‍🩹🙂

4 Comments

Falguni Dost videos on Matrubharti
Falguni Dost Matrubharti Verified 6 day ago

ખૂબ હૃદયસ્પર્શી વાત કહી છે. આપ સમજદાર જ છો, વધુ તો કઈ નહીં કહું પણ એક બેન તરીકે એટલા આશીર્વાદ આપીશ કે ભગવાન આપને આપના આ સમયને ઝીલવાની હિંમત આપે.🙏🏻 😊🙌🏻🙌🏻🙌🏻🙌🏻

બદનામ રાજા videos on Matrubharti
બદનામ રાજા 7 day ago

અહહહહ, અરે રે,
નથી થતું કાંઈ ધારેલું,
આ જીવન છે સાવ અણધારેલુ...
એક ઓહકો રહી જાય, એક દર્દ દાયક નિસાસો જે અંદર નેં અંદર કોતરી ખાઈ કે જેની ચાહના હતી, જેની સાથે ૮૦ ૯૦ વર્ષની જીંદગી નાં છેલ્લા શ્ર્વાસ સુધી સાથે જીવવાની ઈચ્છા હતી એ કોઈ દિવસ પુરી નાં થય અથવા નહીં થાય...
ઘણું જ દર્દ આપે જે સહન કરવું બધાનાં હાથની વાત નથી...
એક અફસોસ, એક વેદના, ગહન દર્દ, હ્દય માં અંદર જ ઉમડતો દાવાનળ, વિરહ ની વેદના...

કે વાચા હોત વિરહ નેં
તો ચોપડિયુ ચીતરાત,
પછી ઈ ઘટ માંથી ઘુટાત
રાતી સાહીયુ માધવા 🙏🏻

અંતરની વેદના કોઈ નેં કહી નો શકાય દોસ્ત
એ તો જેનાં પડખા માથી ગયા હોય એને ખબર હોય...

પણ આનીય એક મજા છે
મેળવી લેવામાં એ મજા નથી
જે મજા વિરહ ની વેદના માં સળગાવવામાં છે...

આ ૨૦૨૪ ઘણી બધી યાદો, વાતો,
અને અધુરી ખ્વાહિશો આપીને જાય છે જે ક્યારેય પુરી નથી થવાની નેં આ ઘણી જ પીડાદાયક અને દર્દ આપીને જાય છે ❤️‍🩹

આપે હદયથી સાંત્વના આપી એ માટે ભાર ભાર નેં આભાર જ 😀

અંતમાં આ જ નિયતી હશે એ સ્વીકારીને આગળ વધી જયશ...
ઈશ્વર પાસે આપડી માટે નાં બેસ્ટ પ્લાન છે 😀

રાધે કૃષ્ણ 🙏🏻

Falguni Dost videos on Matrubharti
Falguni Dost Matrubharti Verified 7 day ago

Touchy words..
ભાઈ! જે થાય એ ક્યારેક આપણા હાથની વાત નથી હોતી
નથી રહેતું બધું જ એક જેવું સમય જતો રહે ને પેલા જેવી વાત નથી હોતી.