Gujarati Religious videos by वात्सल्य Watch Free

Published On : 10-May-2024 10:53am

504 views

અમારા નાનકડા કિચન ગાર્ડનમાં અખાત્રીજ (અક્ષય તૃતિયા)નિમિત્તે ક્ષેત્રપાળ/ભૂમિ દેવની પૂજા કરી.શ્રીસુકત્તમનું પારાયણ કર્યું.
આજનો દિવસ એટલે ભૂમિ દેવતાનો ખાસ પૂજનનો દિવસ છે.આજના દિવસે કિસાન પોતાના ખેતરમાં આગામી વાવેતર માટે ખેતરને તૈયાર કરવાનું કામનું મુહૂર્ત કરે છે.
આ વિધિ વિશ્વમાં ભારત દેશમાં માત્ર હિન્દુ સંસ્કૃતિમાં જ જોવા મળે છે.
તમેં પણ આજના દિવસે તમારા પોતાના ખેતરમાં જઈ ભલે પૂજનની વિધિ ન આવડે તો પણ જે આવડે તે રીતે તમારા પોતાના પરિવાર સાથે ખાસ જજો.આપણું ભોજન તે ખેતરમાંથી જ નીપજે છે ભૂમિ એ આપણી અન્નદાતા છે.તેથી આપણે ધરતી માતા કહીએ છીએ.ધરતીનું ધાવણ પી ને આપણે જીવીએ છીએ.ધરતીને દુઃખ થાય છે કે જે સંતાન અખાત્રીજના દિવસ પૂરતો પણ મારો દીકરો મને મળવા નથી આવતો!!! ધરતીની છાતી ઉપર આપણે ચાલીએ છીએ,કૂદીયે,રમીએ,ખાડા,કુવા કરીએ છતાં ધરતી ઉંહકારો નથી કરતી કેમકે ધરતી આપણી માતા છે તેથી બાળક તેનું વ્હાલું છે.અને એની વ્હાલપમાં પડતી દરેક તકલીફ તે મૂંગે મુખે સહન કરી લે છે.એજ ધરતી આપણને અન્ન આપે છે તે અન્ન થી આપણું શરીર ચેતન છે અને તે ચેતન તત્વ જો આજના દિવસે ધરતી માતાને નમસ્કાર કરવા ન જાય તો તે દીકરો નાલાયક કહેવાય.
જેના અંગમાં ઉગેલો ફણગો આપણો રોટલો બને છે અને એ અન્ન આપણે ક્યારેય એઠું મૂકવું જોઈએ નહીં.

જેટલું લો તેટલું જમો...
જેટલું જમો તેટલું જ લો....

અન્ન,પાણી બગાડ ન કરો.
હે વિષ્ણુપ્રિયામારી ધરતી માતા તમને વારંવાર વંદન કરું છું.
- વાત્ત્સલ્ય

5 Comments

वात्सल्य videos on Matrubharti
वात्सल्य Matrubharti Verified 6 month ago

આભાર

वात्सल्य videos on Matrubharti
वात्सल्य Matrubharti Verified 7 month ago

આભાર

Varsha Shah videos on Matrubharti
Varsha Shah 7 month ago

🙏 આવી સમજણ બધાને મળે !

वात्सल्य videos on Matrubharti
वात्सल्य Matrubharti Verified 7 month ago

આભાર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏