Gujarati Blog videos by Nency R. Solanki Watch Free

Published On : 23-Aug-2023 10:19am

185 views

ચંદ્રયાન-૩

ધન ઘડી ધન ભાગ! આહાહા! રુંવાડા ઉભા કરી દે તેવી ઘટના બનવા જઈ રહી છે. સાંજે છ કલાકે અને ચાર મિનિટે એક ઐતિહાસિક પળ કે જેને નિહાળવા તમામ ભારતીય અને બિન ભારતીય આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શ્વાસ થંભાવી દેતી આ ઘટના જ્યારે સફળ બનશે એ ક્ષણનો અનુભવ લગભગ વર્ણવી શકાશે નહીં. જે પ્રકારે ભારતના દક્ષિણ, ઉત્તર, પૂર્વ અને પશ્ચિમમાં આ મિશનની સફળતા માટે પ્રાર્થનાઓ અને દુવાઓ થઈ રહી છે તે જોતા માલુમ પડે છે કે આ દરેક ભારતીય ના હૃદયથી કેટલું નજીક છે.એક ઉચ્ચતમ ગર્વની લાગણી, ભારત નવી બુલંદીઓ અને ઊંચાઈ સર કરવા જઈ રહ્યું છે ત્યારે હા એટલું જરૂર કહીશ કે માત્ર સફળતા જ મહત્વની નથી પરંતુ એ તમામ વ્યક્તિગણ કે જેમણે આ મિશન પાછળ પોતાના દિવસ રાત એક કરી દીધા તેમના મિશન પ્રત્યેના સમર્પણની સરાહના કરવી એ પણ અત્યંત આવશ્યક છે.ભારતનો આ ત્રીજો પ્રયત્ન છે જેનું પ્રક્ષેપણ 14 જુલાઈ 2023 ના રોજ બપોરના 2 કલાક અને 35 મીનીટ બપોરના અરસામાં કરવામાં આવેલું હતું. તમામ વર્ગ, ધારા ધોરણો, નાત જાત, ઉચ નીચ તમામ ભેદભાવો ને ભૂલીને તમામ ભારતીયોની આ મિશન ની સફળતા માટેની એકતા જોઈને ખરેખર આંખ ભીની થઈ આવે છે. તમામ ભારતીયો એક સાથે આ મિશન ની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે આનાથી મોટી સફળતા શું હોઈ શકે? આ મિશન જરૂરથી સફળ થશે અને સમગ્ર ભારતમાં હર્ષોલ્લાસની લાગણી છવાય તેવી પ્રાર્થના કરીએ! ભારત ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવનાર ચોથું અને ચંદ્રના સાઉથ પોલ પર સોફ્ટ લેન્ડીંગ કરાવનાર પ્રથમ રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે ત્યારે આપણે સૌ આ મિશન ની સફળતા માટે પ્રાર્થના કરીએ તેવી આશા સાથે અસ્તુ ! જય હિન્દ ! જય ભારત ! ભારત માતા કી જય !

1 Comments

Pandya Ravi videos on Matrubharti
Pandya Ravi Matrubharti Verified 1 year ago