Gujarati Blog videos by નીલકંઠ Watch Free

Published On : 07-Jan-2023 10:03am

221 views

#ટોપિકઓફધડે

"સ્ટારકવેક"

યુરોપિયન સ્પેસ એજન્સી(ESA)ની GAIA ઓબ્ઝર્વેટરીને આપણી આકાશગંગાનું સર્વેક્ષણ કરવા માટે લોન્ચ કરવામાં આવી છે અને આ ઓબ્ઝર્વેટરીએ આકાશગંગાનું અત્યાર સુધીનું સૌથી વિગતવાર સર્વેક્ષણ હાથ ધર્યું છે જેમાં ૨ અબજ જેટલા તારાઓનો અભ્યાસ કર્યો છે અને તેમનો એક નકશો તૈયાર કર્યો છે.

હવે આપણે ધરતીકંપ વિશે જાણીએ છીએ, માર્સકવેક(મંગળ ગ્રહ પર થતાં કંપનો) વિશે પણ જાણીએ છીએ પરંતુ આ કંપનો ગ્રહો સુધી જ સિમિત નથી! આવા કંપનો કેટલાક તારાઓમાં પણ જોવા મળ્યા છે આવા કંપનો ખાસ કરીને ન્યુટ્રોન તારાઓમાં જોવા મળ્યા છે!

જ્યારે સુપરનોવા પ્રક્રિયા બાદ વિશાળ તારો વિસ્ફોટ પામી એક નાના ઓબ્જેક્ટમાં પરિણમે છે ત્યારે પણ તેમાં અમુક પ્રકારની હિલચાલ ચાલી રહી છે. હવે ગુરુત્વાકર્ષણ આ ઑબ્જેક્ટ ઉપર સતત દબાણ સર્જે છે તેના કારણે આ ઓબ્જેક્ટમાં રહેલ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે પ્રક્રિયા થઈ અંતે ન્યુટ્રોન બને છે, અને અંતે આ પ્રકારના ઓબ્જેક્ટ્સમાં માત્ર ન્યુટ્રોન હાજર હોય છે તેથી આવા તારાઓને ન્યુટ્રોન તારાઓ કહેવામાં આવે છે. આ ન્યુટ્રોન તારાઓ એક સેકન્ડમાં ૬૦ વખત પોતાની ધરી ઉપર ફરે છે! આ તારાઓની આસપાસ ખૂબજ પ્રબળ મેગ્નેટિક ફિલ્ડ રચાય છે જેથી તેઓને `મેગ્નેટર' પણ કહે છે!

હવે GAIA ઓબ્ઝર્વેટરીના નવા ડેટા પરથી જાણવા મળ્યું છે કે આકાશગંગામાં હજારો ન્યુટ્રોન તારાઓમાં સ્ટારકવેક જોવા મળ્યા છે. આ સ્ટારકવેક એ તારાઓ ઉપર થતાં કંપનો છે! ન્યુટ્રોન તારાઓનું પ્રબળ મેગ્નેટિક ફિલ્ડ ન્યુટ્રોન તારાઓમાં થતાં કંપન માટે જવાબદાર છે! પ્રબળ મેગ્નેટિક ફિલ્ડ તારાઓની સપાટીને પણ વેરવિખેર કરી નાખે છે અને આ પ્રકારના કંપનોને કારણે તારાઓનો આકાર પણ બદલાતો જોવા મળે છે!

-નીલકંઠ

3 Comments

Khushali videos on Matrubharti
Khushali 1 year ago

Khushali videos on Matrubharti
Khushali 1 year ago

Rekha Detroja videos on Matrubharti
Rekha Detroja 1 year ago

ખુબ સરસ માહિતી છે 👌👌👌