Gujarati Motivational videos by Jayrajsinh Chavda Watch Free

Published On : 12-Oct-2020 08:59pm

541 views

#અમસતી_વિચ૨ધારા_Post_6
#દેખાવો_વિચારવા_જેવો_એક_વિચાર

"માંગું છું મદદ આ મતલબી દુનિયાના લોકો પાસે,
કેમકે નથી નામ કે અઢળક ધન મારી પાસે;

છે તમામ એશ્વર્ય ઘણા લોકો પાસે,
પણ નથી મદદ કરવાનો સમય કે રસ તેમની પાસે;

લખાયેલું પડ્યું છે બધું જ ભગવાન પાસે,
પછી કોઈનું નહિ ચાલે તેના ન્યાય પાસે;

સમજી જા માનવી સમય છે હજુ તારી પાસે,
કેમકે હિસાબો અનેક છે સમયની ઘડિયાળ પાસે!"

•ઊપરની પંક્તિઓ કંઈક અલગ છે પરંતુ મારા હૃદયની બહુ જ નજીક છે."માણસ"એવું પ્રાણી છે કે જેને ફક્ત માનવતા અને ધર્મના દેખાવા જ કરવા છે.પંરતુ તેની સામે કોઈ સાચા અને મજબૂર લોકો મદદ માટે જશે તો તેનો જવાબ હશે,"હમણાં હું ફ્રી નથી હું પછી કહીશ ફ્રી થઈને!"આ જવાબ મજબૂર લોકોના હદય અને મન બંનેને જંજોડી મૂકે છે.

•જોવા જઈએ તો દુનિયા બહુ જ અતરંગી છે પરંતુ આ અતરંગી દુનિયાના ઘણા બહુરંગી લોકો છે.આવા લોકોના અંતના લેખાજોખા ભગવાન પોતે જ કરે છે.

•માનવી બધું જ જાણતો હોવા છતાં અજાણ્યાના ગજબ દેખાવા કરે છે,હા બાકી તેને કહો કે કોઈની મદદના ફોટા તમરા સોશિયલ મીડિયા ઊપર આવશે તો તેઓ જાણે કોઈ બિગ બજેટની ફિલ્મ કરવા જતાં હોય તેમ તૈયાર થઈને ઊભા રહી જાય છે.આવા લોકો મજબૂર લોકોની મજબૂરી તો દૂર પણ તેનો અહેસાસ કરવો પણ ના બરાબર જેવા જ છે.

•આખી દુનિયાને મળેલી હાલની કોરોનાની ભયાનક થપ્પડ સાબિતી આપે છે કે,માણસ નામનું પ્રાણી તેની સીમા પાર કરતું જ જાય છે અને તેની આ સીમા પારની ઉડાનને રોકવી ભગવાન માટે બહુ જરૂરી છે.

•આવે છે નવરાત્રી તો ઠગ ભક્તો તૈયાર છે માતાજીઓની ભક્તિ કરવા અને સોશિયલ મીડિયાને આવી ખોટી ભક્તિથી સજાવવા માટે.

•હું આવા ઘણા ઘમંડી લોકોના સંપકૅમાં આવ્યો છું પરંતુ તેનું નામ અહીં લેવું હું યોગ્ય નથી સમજતો કેમકે તેને તો ભગવાનના સમયની જ માર પછાડી પાડશે.

•હું મારી બધી પોસ્ટમાં કહું છું કે ભગવાનની ભક્તિના ખોટા દેખાવા બંધ કરીને દરેક માણસ મજબૂર લોકોની મદદે આવે તો ભગવાન ભક્તિ વગર પણ રાજી થઈ જ જશે.

•મારો અનુભવ છે અને સત્ય પણ છે કે,ભગવાન મજબૂર અને ભોળા લોકોના જ છે નહિ કે ઘમંડી અને દેખાવી દુનિયાના મતલબી માણસોના.

-જયરાજસિંહ ચાવડા

6 Comments

Jayrajsinh Chavda videos on Matrubharti
Jayrajsinh Chavda Matrubharti Verified 4 year ago

Thanks

Jayrajsinh Chavda videos on Matrubharti
Jayrajsinh Chavda Matrubharti Verified 4 year ago

Thanks

Jayrajsinh Chavda videos on Matrubharti
Jayrajsinh Chavda Matrubharti Verified 4 year ago

Thanks

Urmi Chauhan videos on Matrubharti
Urmi Chauhan Matrubharti Verified 4 year ago