Gujarati Story videos by દીકુ ની ડાયરી Watch Free

Published On : 25-May-2020 03:59pm

695 views

એક દિવસ હું મારા ખેતરે પાક માં પાણી પાવા ગયો હતો જ્યારે બપોર પડી એટલે હું ટિફિન લઈને જમવા બેઠો બહુ જ ભૂખ લાગી હતી અને ઘરેથી બા એ ત્રણ જ રોટલી મોકલી હતી અને તેમાંય હું કૂતરા માટે રોટલા અને બિસ્કીટ ભૂલી ગયો હતો તો જમવા બેઠો ત્યારે વિચાર આવ્યો કે લાવ પહેલી રોટલી કૂતરા ને આપુ પછી હું બાકી ની બે રોટલી ખાઈશ. પછી તો મે પહેલી રોટલી કૂતરા ને આપી અને કૂતરું તે રોટલી લઈને જતું રહ્યું કદાચ તેના ગલૂડિયાં માટે લઇ ગયું હસે. આ બધું ખીસુ (ખિસકોલી) ઝાડ ઉપર બેઠા બેઠા જોતી હતી. પછી મે એક બે રોટલી ના બટકા ખાધા ત્યાં તો તે નીચે આવીને મારી સાવ નજીક માં આવીને બોલવા લાગી હું તેની ભાષા સમજ્યો નહિ પણ મને ખબર પડી કે આ પણ ભૂખી હસે એટલે એક રોટલી તેને આપી એટલે તરત જ તે ખાવા લાગી તેને પણ મારા જેટલી જ ભૂખ લાગી હસે એવું મને તેના ખાવા ઉપર થી લાગ્યું પછી તો જોત જોતામાં અડધી રોટલી તે ખાઈ ગયી અને બાકી રોટલી નો ગોળ આકાર બનાવી પોતાના બચ્ચા માટે લઈ ગઈ. હું તો તેનો આ પ્રેમ જોઈને જ ધરાય ગયો અને હવે તો રોજ ખેતરે જાઉં તો તે મારી પાસે આવે જ અને હું તેના માટે અલગ અલગ ખાવાનું પણ લેતો જાઉં છું આમ થોડા સમય પછી તે મારો દોસ્ત બની ગઈ. હજી પણ રોજ મારી સાવ નજીક આવીને બેસી જાય છે અને તે પણ મારી જેમ મને જોયા કરે છે. તેનો આ જ પ્રેમભાવ હું જોઈને બહુ જ ખુશ થઈ જાઉં છું.

1 Comments

Prem_222 videos on Matrubharti
Prem_222 5 year ago