કોઝી કોર્નર - 15

(42)
  • 3.7k
  • 2
  • 1.9k

કોઝી કોર્નર 20 ગટોર અને ભીમાના મોંમાં ડૂચો નાખીને અમે કપડું બાંધ્યું હતું. એ બન્નેના હાથપગ બાંધીને સ્ટોરરૂમ જેવડા બાથરૂમમાં નાખ્યા હતા.કોઝી કોર્નરના દરેક રૂમમાં મેં આગળ જણાવ્યા મુજબ એટેચ બાથરૂમ હતા.જેમાં અમેરીકન સ્ટાઇલના ટોયલેટ હતા.પરંતુ હોસ્ટેલ બનાવ્યા પછી આ દરેક બાથરૂમોને તાળું મારવામાં આવ્યું હતું.અને વિદ્યાર્થીઓને જનરલ ટોયલેટ અને બાથરૂમનો ઉપયોગ કરવાનો રહેતો હતો. જે વિદ્યાર્થીઓ મહેસાણા સાઈડના હતા એ લોકોને " સમાજવાળા"નું બિરુદ પ્રાપ્ત હતું.કારણ કે આ બંગલાના માલિક કદાચ મહેસાણા સાઈડના મોટા ઉદ્યોગપતી હતા. પહેલા તો આ હોસ્ટેલ માત્ર મહેસાણાના પટેલ છોકરાઓ માટે જ ખોલવામાં આવી હતી પરંતુ એ વિસ્તારના છોકરાઓ પૂરતા પ્રમાણમાં મળતા નહીં હોવાથી સૌરાષ્ટ્રના પટેલના