Gujarati Motivational videos by મનોજ નાવડીયા Watch Free

Published On : 28-Sep-2024 09:42am

80 views

"મોબાઈલનો ડોક્ટર" 📱👨‍⚕️

આજે મોબાઈલની‌ લત બધાં લોકોને લાગી છે. બાળકોથી લઇને મોટાંઓ અને વડીલો પણ આમાં બાકાત રહ્યા નથી. લોકોમાં મોબાઇલ વગર ન રહી શકવાની ‘નોમોફોબીયા’નામની માનસિક બીમારી વધી રહી છે. મનોવૈજ્ઞાનિકોના મત મુજબ ભવિષ્યમાં મોબાઇલનું વ્યસન કેફી પદાર્થ કે પીણાઓ કરતા પણ વધુ નુકસાનકારક સાબિત થશે.

જેમ શહેરમાં હાડકાંના ડોક્ટર, કાન, નાક અને ગળાના ડોક્ટરો, હ્દયના ડોક્ટરોની હોસ્પિટલ હોય છે. હાડકાંના ડોક્ટર એટલે હાડકાંમાં થતી બીમારીના ડોક્ટરો, કાન, નાક અને ગળાના ડોક્ટરો કાન, નાક અને ગળામાં થતી બીમારીનો ઇલાજ કરે છે, હ્દયના ડોક્ટર હ્દયમા થતી બીમારીનો ઇલાજ કરે છે. એજ રીતે એક નવો મોબાઈલનો ડોક્ટર, જે મોબાઈલના વપરાશથી થતી બીમારીનો ઈલાજ કરે છે..

મારો દોસ્ત મોબાઇલનો ડોક્ટર છે,
પણ શું કરવું હવે એ કંઈ સુઝતું નથી,

મોબાઇલનું દવાખાનું ખોલ્યું છે,
પણ હજું કોઈ દર્દી‌ આવ્યું નથી,

બધાને મોબાઇલનું બોવ વળગણ છે,
એની બીમારી હવે લોકોથી છુટતી નથી,

બીમારી ઊંડે સુધી મનમાં બેસી ગઈ છે,
હવે દર્દીઓ દવાખાનું શોધી‌ રહ્યાં છે,

એ દર્દીઓને ચીંધ્યું મેં નવું દવાખાનું,
દવા લઈને દર્દી બહાર સાજ ફરે છે,

દવાખાનામાં હવે બોવ ભીડ લાગે છે,
ડોક્ટર પુસ્તકનાં જુદા ટીકડાઓ આપે છે.

કવિતા: મનોજ નાવડીયા
સુંદર સ્વર: શ્રી નિપાલીબેન ઝાલા (અનોખી) આપનો સુંદર સ્વર આપવા બદલ ખુબ આભાર.

આ બિમારીથી મુક્ત થવા માટે જુદાં જુદાં પુસ્તકના ટીકડાઓ જરૂર લેવાં પડશે.

2 Comments

મનોજ નાવડીયા videos on Matrubharti
મનોજ નાવડીયા Matrubharti Verified 4 month ago

હા..સહમત

SWATI BHATT videos on Matrubharti
SWATI BHATT 4 month ago

તદ્દન સાચી વાત..

મોબાઇલ નુ વ્યસન જ આંગળીઓ,બોચી, અને આંખોને ભયંકર નુકસાન કરે છે.
યાદ શક્તિ અને શારીરિક ક્ષમતાને પડકારે છે..

આભાસી દુનિયામાંથી બહાર આવવું જરૂરી છે.