Gujarati Blog videos by Dr. Damyanti H. Bhatt Watch Free

Published On : 27-Jun-2024 11:43pm

32 views

#ગુજરાતી ​ ભાષા, # મારી ભાષા મારો વૈભવ વારસો #મહા ​ હેતવાળી દયાળી જ મા તું , લખનાર દલપતરામની પિતાજી પર કવિતા.

પિતાની સેવા - કાવ્ય
છડો હું હતો છોકરો છેક છોટો,
પિતા પાળી પોષી મને કીધ મોટો.
રૂડી રીતથી રાખતા રાજી રાજી,
ભલા કેમ આભાર ભુલું પિતાજી.
ચડી છાતીએ જે ઘડી મુછ તાણી,
કદી અંતરે રીસ આપે ન આણી,
કહ્યું મેં મુખે તે કર્યું હાજી હાજી,
ભલા કેમ આભાર ભુલું પિતાજી.
મને સારી શિક્ષા શિખાવી સુધાર્યો,
વળી આપી વિદ્યા વિવેકે વધાર્યો,
ભલી વાતના ભેદ સીધા દીધાજી,
ભલા કેમ આભાર ભુલું પિતાજી.
મને દેખી અત્યંત આનંદ લેતા,
મુખ માગી વસ્તુ મને લાવી દેતા,
પુરો પાડ તે તો ભુલે પુત્ર પાજી,
ભલા કેમ આભાર ભુલું પિતાજી.
ભણાવી ગણાવી કીધો ભાગ્યશાળી,
તથા તુચ્છ જેવી બુરી ટેવ ટાળી,
જનો મધ્ય જેથી રહી કીર્તિ ગાજી,
ભલા કેમ આભાર ભુલું પિતાજી.
મને નિર્ખતા નેત્રમાં નીર લાવી,
લઈ દાબતા છાતી સાથે લગાવી,
મુખ બોલતા બોલ મીઠા મીઠાજી,
ભલા કેમ આભાર ભુલું પિતાજી.
ભણે ભાવથી જો ગણે છંદ સારા,
પિતુ ભક્તિ પામી ન થાશે નઠારા,
રૂડું જ્ઞાાન લૈ લાગશે શુભ કામે,
રચ્યા છે રૂડા છંદ દલપત્તરામે.
કવિ - દલપતરામ.

0 Comments