Gujarati Blog videos by નીલકંઠ Watch Free

Published On : 20-Mar-2023 11:56pm

169 views

નાસા દ્વારા પર્સિવિઅરન્સ માર્સ રોવરને ૩૦ જુલાઈ, ૨૦૨૦ના રોજ માર્સ ઉપર સફળતા પૂર્વક લેન્ડ કરવામાં આવ્યું હતું! આ રોવરની સાથે સાથે ૧.૮ કિલોગ્રામ વજન ધરાવતું ઈન્જન્યૂઈટી હેલિકોપ્ટર(અથવા ડ્રોન પણ કહી શકાય) પણ મોકલવામાં આવ્યું હતું જે સૌપ્રથમ વખત અન્ય ગ્રહ ઉપર ઉડાન ભરવાનું હતું!

આ હેલિકોપ્ટરના રોટર્સ(અથવા બ્લેડ) કાર્બન ફાઈબરના બનાવવામાં આવ્યા છે! હવે જો આપણે પૃથ્વીની સરખામણીમાં માર્સનું વાતાવરણ જોઈએ તો તે ૧૦૦ ગણુ પાતળું છે! અને માર્સની ગ્રેવિટિ પૃથ્વી કરતાં ત્રીજા ભાગની છે જેથી કોઈપણ સ્પેસક્રાફટ પૃથ્વી કરતાં વધુ ઝડપથી અને ઓછી ઊર્જાના વપરાશથી ટેકઓફ કરી શકે છે!
પૃથ્વી ઉપર જે હેલિકોપ્ટર્સ અને ડ્રોન્સ આવેલા છે તેના રોટર્સ એક મિનિટમાં ૪૦૦ થી ૫૦૦ વખત ફરે છે જ્યારે ઈન્જન્યૂઈટી હેલિકોપ્ટરના રોટર્સ એક મિનિટમાં ૨૪૦૦ વખત ફરે છે જેથી તે સરળતાથી લિફ્ટ ફોર્સ જનરેટ કરે છે અને ટેકઓફ કરી શકે છે! આ હેલિકોપ્ટર સોલાર પાવરનો ઉપયોગ કરે છે! આ હેલિકોપ્ટરમાં કેટલાક પ્રોગ્રામ્સ સ્ટોર કરવામાં આવ્યા છે તેથી તેને પૃથ્વી ઉપરથી નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી ધ્વારા કંટ્રોલ કરવામાં આવે છે!

નીચેના વિડિયોમાં ડાબી તરફ દેખાય છે તે હેલિકોપ્ટરના સૌ પ્રથમ વખતની ઉડાનનો વિડિયો છે ૧૯ એપ્રિલ ૨૦૨૧ના રોજ પર્સિવિઅરન્સ રોવરમાં લગાવવામાં આવેલ કેમેરા દ્વારા કેપ્ચર કરવામાં આવ્યો હતો! જમણી તરફનો વિડિયો ૯ માર્ચ ૨૦૨૩ના રોજ કેપ્ચર કરવામાં આવ્યો હતો જે આ હેલિકોપ્ટરની ૪૭મી ઉડાન હતી!

નીચેની ઇમેજને ઈન્જન્યૂઈટી હેલિકોપ્ટર દ્વારા કેપ્ચર કરવામાં આવી છે જેમાં માર્સ પરના સૂર્યાસ્તને જોઈ શકાય છે!

0 Comments