English Poem videos by Anil Patel_Bunny Watch Free

Published On : 15-Nov-2022 09:49am

292 views

હા એ સમજવામાં થોડી વાર લાગે છે મને...

જો આ દિલ માં રાજ કરવા ચૂંટણી યોજાય,
તો માત્ર તું એક જ ઉમેદવાર લાગે છે મને...
પણ હા એ સમજવામાં થોડી વાર લાગે છે મને...

બાકી બધી અમાસ ની અંધારી રાત્રી જ્યારે,
તું શિયાળા ની અજવાળી સવાર લાગે છે મને...
પણ હા એ સમજવામાં થોડી વાર લાગે છે મને...

જ્યારે પણ મન આ જગ ના શબ્દો થી ઘવાય છે,
ત્યારે તારા શબ્દો પ્રાથમિક સારવાર લાગે છે મને...
પણ હા એ સમજવામાં થોડી વાર લાગે છે મને...

એકલો પડી જાવ છું જ્યારે દુનિયા થી લડવામાં,
ત્યારે તું જ મ્યાન અને તું જ તલવાર લાગે છે મને...
પણ હા એ સમજવામાં થોડી વાર લાગે છે મને...

તું જે દિવસે રડે એ દિવસ લાગે મને માતમ,
અને તું હસે એ દિવસ તહેવાર લાગે છે મને...
પણ હા એ સમજવામાં થોડી વાર લાગે છે મને...

નથી જવું મારે મંદિરો માં દર્શન કરવા પ્રભુ ના,
તારા મુખના દર્શન મોક્ષ નો દ્વાર લાગે છે મને...
પણ હા એ સમજવામાં થોડી વાર લાગે છે મને...

તું ખુશ હોઈ એ પળ માં બધી ખુશીઓ જમા,
અને દુનિયા ના બધા દુઃખ ઉધાર લાગે છે મને...
પણ હા એ સમજવામાં થોડી વાર લાગે છે મને...

કરોડો છે આ જગત માં પણ આગમન તારું,
મારા જીવન માં એ કુદરત નો ચમત્કાર લાગે છે મને...
પણ હા એ સમજવામાં થોડી વાર લાગે છે મને...

કેટલાંક લાગે પોતીકા તો કેટલાંક લાગે પારકા,
જ્યારે તુજ માં મારો પૂરો સંસાર લાગે છે મને...
પણ હા એ સમજવામાં થોડી વાર લાગે છે મને...

- Anil Patel (Bunny)

0 Comments

Related Videos

Show More