Gujarati Blog videos by નીલકંઠ Watch Free

Published On : 24-Apr-2022 08:59am

336 views

#ટોપિકઓફધડે

માઇક્રોનોવા

માઇક્રોનોવાની ઘટના તાજેતરમાં જ રેકોર્ડ કરવામાં આવી છે! માઇક્રોનોવા એ અન્ય નોવાના(તારાકીય વિસ્ફોટો) પ્રકારોમાંનો એક નવો જ પ્રકાર છે!

માઇક્રોનોવા એ અત્યંત શક્તિશાળી ઘટના છે, પરંતુ ખગોળીય સ્કેલ પર તે નાની છે! માઇક્રોનોવાની ધટના , સામાન્ય નોવા(તારાકીય વિસ્ફોટ) કરતાં ઘણી ઓછી ઊર્જાસભર હોય છે, આ પ્રકારની ઘટના વ્હાઈટ ડ્વાર્ફ તારાઓમાં જોવા મળે છે. વ્હાઈટ ડ્વાર્ફ તારાઓ મૃત તારાઓ હોય છે જે સૂર્ય જેટલું દળ ધરાવે છે પરંતુ આ તારાઓ ખૂબજ પ્રબળ ઘનત્વ ધરાવે છે. આ તારાઓનું કદ પૃથ્વી જેટલું જ હોય છે!

બે તારાઓ એકબીજાના ગુરુત્વીય પ્રભાવને કારણે એકબીજાના ચક્કર લગાવતા હોય છે જેને એકબીજાની કક્ષામાં હોય છે એવું પણ કહી શકાય! આવા બે તારાઓથી બનતી સ્ટાર સિસ્ટમને 'ડબલ સ્ટાર સિસ્ટમ' કહે છે! આવી ડબલ સ્ટાર સિસ્ટમમાં જ્યારે કોઈ એક તારો વ્હાઈટ ડ્વાર્ફ હોય તો તે તારો તેની કક્ષામાં રહેલ અન્ય તારા માંથી મેટર(પદાર્થ) અને ગેસ(હાઈડ્રોજન ગેસ સૌથી વધુ માત્રામાં હોય છે)ને પોતાની તરફ ખેંચે છે! હવે આ વ્હાઈટ ડ્વાર્ફ તારાઓ સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ ધરાવતાં હોય છે તેથી અન્ય તારા માંથી ખેંચવામાં આવતો હાઈડ્રોજન ગેસ વ્હાઈટ ડ્વાર્ફ તારાઓના ચુંબકીય ધ્રુવો ઉપર આવી જાય છે અને ન્યુક્લિયર ફ્યુઝનની પ્રક્રિયાને કારણે હાઇડ્રોજન ગેસ હિલિયમ ગેસમાં રૂપાંતર પામતો હોય છે અને આ પ્રક્રિયાને કારણે વ્હાઈટ ડ્વાર્ફ તારાઓની સપાટી ઉપર વિસ્ફોટો થતાં જોવા મળે છે જે પરંતુ તે ઓછા સમય સુધી જોવા મળે છે! અને અન્ય નોવા(તારાકીય વિસ્ફોટો) કરતાં ઓછી ઊર્જા ઉત્પન્ન થતી હોય છે!

(વિડિયોમાં વ્હાઈટ ડ્વાર્ફની આસપાસ જોવા મળતી ડિસ્કમાં અન્ય તારા માંથી ખેંચવામાં આવતાં મેટર અને ગેસ રહેલાં હોય છે!)

-નીલકંઠ

0 Comments