Gujarati Blog videos by VANDE MATARAM Watch Free

Published On : 18-Dec-2021 07:33pm

449 views

સતત ત્રણ દિવસ સુધી ઉજાગરા કરીને મસ્ત આઈડિયા ન આવ્યો.પરંતુ...

ધવલે પોતાના મિત્રોને પ્લાન બતાવ્યો.પ્લાન નંબર એક અનુસાર પૂજા એ પોતાનું કામ પતાવ્યું.

ધ્રુવા પાણીની ટાંકી સુધી પહોંચી ગઈ.ફટાફટ પોતાના મોંઘાદાટ પેન્ટ ઉપર પડેલો ડાઘ દૂર કરવા માટે બેબાકળી બની ગઈ.એ ઝડપભેર બોલી પૂજા ટાંકીમાં તો પાણી જ નથી..હવે શું થશે???મારો ડ્રેસ....???

પૂજા જવાબ આપે તે પહેલા જ ધવલ બોલી ગયો. ધ્રુવા અંદર પાણીની ટાંકીનો વાલ છે.અગર તું ઈચ્છે તો અંદર વાલ છે.તું શરૂ કરી શકે છેને ટાંકીમાં પાણી આવી શકે છે.

ધ્રુવા એ ઝડપભેર વાલ વાળા રૂમમાં પગ મૂક્યો.સાફ-સફાઈ ઓછી થતી હોવાથી અને પાણી ઢોળાયેલું રહેતું હોવાથી લીલ ઉપર પગ મુકાઈ ગયો.ધ્રુવા લપસી ગઈ. જોરદાર હાહ(શ્વાસ) ઉંચો થઈ ગયો એવી તે લપસી ગઈ.તેના હાથમાં એક પાઈપ આવી ગઈ પડતાં-પડતાં બચી ગઈ.

બહાર ઊભા- ઊભા જ ધવલ નોર્મલ રીતે શાંતિપૂર્વક બોલ્યો ધ્રુવા એ નહીં સૌથી મોટો.ધ્રુવા એ વાલ ખોલ્યો એ ભેગા જ ચારે બાજુથી ફુવારા શરૂ થઈ ગયા.ધ્રુવા હજુ કંઇ વિચારે કે વાલ બંધ કરે એટલી વારમાં તો તેને ખડખડાટ હાસ્યનો અવાજ સંભળાયો.

વાલ બંધ કરવાને બદલે એ બહાર ઊભેલા પૂજા,ધવલ રોનક,નિવાને જોઈ રહી.બધા જ ધ્રુવાની મજાક ઉડાવી રહ્યા.ધ્રુવા આખી પલળી ગઈ.

ધ્રુવા એ એક નજર પોતાના શરીર ઉપર કરી.ધ્રુવાની ટી-શર્ટ તેના શરીર સાથે જબરદસ્ત રીતે ચીપકી ગઈ. ધ્રુવા એ પોતાની જાતને જોઈ,પોતાને જ શરમ આવી. એક જ સેકન્ડ વારમાં તેનું મગજ સો કિમી કરતાં પણ વધારે ઝડપી દોડી ગયું.

કોલેજીયન તેની મજાક ઉડાવશે.તેની સામે તાકી-તાકીને જોશે, ધારી-ધારીને જોશે,એકીટશે જોશે.એવું વિચારી તેની આંખમાંથી આંસૂ નિકળી રહ્યા.

ધવલની નજર ધ્રુવા ઉપર પડી.આમ તો ધવલે મજાક-મજાકમાં ઘણી બધી છોકરીઓને રડાવી દીધેલી.પરંતુ આજે ધ્રુવાને જોઈ ધવલ અટકી ગયો.તેનું હાસ્ય બંધ પડી ગયું.તેણે હાથ ઊંચો કરી ઇશારાથી પોતાના મિત્રોને પણ ચૂપ રહેવાનું કહ્યું.

બધા શાંત થઇ ગયા ત્યાં જ રોનક બોલ્યો ધવલ ધ્રુવાની તરફદારી કરવાની કોઈ જરૂર નથી.આજ સુધી આપણે ઘણી બધી છોકરીઓને રડાવી છે.ધ્રુવા રોડે તેમાં કોઈ નવાઈ નથી.

ચુપ એકદમ ચૂપ.રોનક દર વખતે આપણે છોકરીઓની મજાક ઉડાવી છીએ.તેમની પૂજવણી કરીએ છીએ.તેને રડાવી દઈએ છીએ તે દરેક પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિ અલગ છે.

પૂજા લેગીસ કુર્તી પહેરીને આવેલી જોડે સ્ટ્રોલ. ધવલે પૂજાનો સ્ટ્રોલ ખેંચી લીધો.વાલ વાળા રૂમમાં પગ મૂક્યો.તેના મિત્રો ધવલની ઉદારતા જોઈ ડઘાઈ ગયા.આ તે કેવું એટ્રેકશન????

ધવલનો પગ પણ લપસ્યો.એ ડાયરેક્ટ ધ્રુવાની બાજુમાં આવી.માંડ-માંડ પોતાને સંભાળી શક્યો.પરંતુ ધૃવાને ટચ પણ ન કરી.ધ્રુવા નીચું મોં કરી રડી રહી. ધવલે એક કોલ કર્યો....

ધવલ ધ્રુવાને તાકી રહ્યો.તેમ છતાંય તેણે ધ્રુવાને સ્ટ્રોલ ન ઓઢાવ્યો.

ધવલના મનમાં શું ચાલી રહ્યું છે??
તે ધવલ સિવાય ત્યાં ઉભેલ વ્યક્તિ કોઈના જાણી શક્યુ..

ધવલના મનમાં શું ચાલે છે???
ધવલે કોને કોલ કર્યો હશે ???
આમ રોજ એટીકેટીમાં આવતી ધ્રુવા કોણ છે??
ધ્રુવા ધવલ જોડે બદલો લેવા માટે શું કરશે??
એ માટે આગળનો ભાગ વાંચો.


એક જબરદસ્ત પ્રેમ કહાની.

લિંક કોમેન્ટ બોક્સમાં છે.

2 Comments

VANDE MATARAM videos on Matrubharti
VANDE MATARAM Matrubharti Verified 3 year ago

આ લિંક ઉપરથી ઓપન ન થાય તો પ્રતિલિપિ એકાઉન્ટમાં VANDEMATARAM સર્ચ કરવું.

VANDE MATARAM videos on Matrubharti
VANDE MATARAM Matrubharti Verified 3 year ago

"એક જબરદસ્ત પ્રેમકહાની", ને પ્રતિલિપિ પર વાંચો :
https://gujarati.pratilipi.com/series/jw5afgnyjtd8?utm_source=android&utm_campaign=content_series_share
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!