Gujarati Motivational videos by ભરતસિંહ ગોહિલ ગાંગડા - ગાંગડગઢ Watch Free

Published On : 15-Jan-2021 06:08pm

403 views

સિંહ વિશે કોઈ પણ ધારણા બાંધતા પહેલા સિંહને વધુ નજીક થી ઓળખવો જરૂરી છે... સિંહ શિકારી પ્રાણી હોવા છતાં આક્રમક નથી, ધીરજવાન છે, સહિષ્ણુ છે.
કૂતરો એ સિંહના ફૂડ મેનુમાં નથી, એટલે સિંહ શિકાર કરીને પોતાની શક્તિ વેડફે નહી, ને સિંહત્વ સિંહપણાને લજવે નહિ.
બાકી 500 કિલોની ભેંસને જો ચપટી વગાડતા ભોંયભેગી કરી શકતો તો આ કુતરાની શુ વિસાત.....
કૂતરો તો પોતાની મર્યાદા ચુકે,પણ રાજા જેવો રાજા પોતાની ઓળખ વિરુધનું કામ ના કરે.

બે ત્રણ દિવસ પહેલા છાપાંમાં સમાચાર હતા,
સિંહ કુતરાનો સામનો કે શિકાર કરવાને બદલે પીછેહઠ કરી ગયો. શું સિંહ શિકાર કરવાનું ભૂલી ગયા એવું કહી શકાય? કૂતરો સિંહ પાર ભારે પડ્યો એવું કહી શકાય? ના બિલકુલ નહિ. સિંહ ખરેખર ભુખ્યો ન હોય તો શિકાર કરતો નથી, અને સામાન્યપણે નાનાં પ્રાણીઓને પણ મારતો નથી. શક્ય હોય ત્યાં સુધી આખા કુટુંબ ને પુરતું થાય તેવો શિકાર કરે છે અને તેની માદા - સિંહણ અને બચ્ચાંને ખવડાવીને ખાય છે. અને આના માટે કવિ દેવાયત ભમ્મર એ લખેલી કવિતા પણ એનો જવાબ છે.

જા જા કૂતરાં જા!
જઈ ને કે'જે મેં સિંહને પડકાર્યો હતો.
પણ, ભેળું એ પણ કે'જે
કે સિંહે મને માર્યો નહોતો!

ભૂંડ તો અમને ભટકાય છે,
ને ઊંધે માથે પટકાય છે.
પણ કુતરીના કંથ પર
સાવજે પંજો ઉપાડ્યો નહોતો.
જા જા કૂતરાં જા!
જઈ ને કે'જે મેં સિંહને પડકાર્યો હતો.

ડાલામથ્થાને પછી દખ લાગે.
જો કૂતરાંને જરીક નખ વાગે.
બવ બળવાળા કૂતરાંને
સિંહે સમોવડીયો ધાર્યો નહોતો.
જા જા કૂતરાં જા!
જઈ ને કે'જે મેં સિંહને પડકાર્યો હતો.

જા જા ગામમાં જઈ ઢંઢેરો પીટાવ.
ને સિંહને લલકારવાના ઇતિહાસ લખાવ.
ભેળું એ પણ લખાવજે
કે સિંહે એક શ્વાનને તાર્યો હતો.
જા જા કૂતરાં જા!
જઈ ને કે'જે મેં સિંહને પડકાર્યો હતો.

હે શ્વાન શ્રેષ્ઠ! હવે શિકાર કરજો.
ક્યાં લગી અમારાં ભક્ષના પાઠા વિખશો.
'દેવ' એણે દુબળાને દયા દાખવી
દાઢે દબાવ્યો નહોતો.
જા જા કૂતરાં જા!
જઈ ને કે'જે મેં સિંહને પડકાર્યો હતો.
પણ, ભેળું એ પણ કે'જે
કે સિંહે મને માર્યો નહોતો!

કવિ:- દેવાયત ભમ્મર

2 Comments

Aksha videos on Matrubharti
Aksha Matrubharti Verified 4 year ago