Gujarati Blog videos by Himanshu Patel Watch Free

Published On : 04-Nov-2019 04:25pm

228 views

ઉસ્તાદ નુસરત ફતેહઅલી ખાં સાહેબ નું ભારતીય વર્ઝન એટલે માસ્ટર સન્ની.પંજાબ ના ભટિંડા માં જન્મેલો બુટ પોલિશ કરી ને ગુજરાન ચલાવતા પિતા અને રસ્તા પર બલૂન વેચી ને પરિવાર ને પોષતી માતા નું સંતાન પણ,તેની ગાયકી માં નુસરત સાહેબ ની ઝલક દેખાય છે.
પાકિસ્તાન માટે અત્યાર સુધી ગર્વ લેવા જેવી કોઈ વસ્તુ હતી તો એ માત્ર અને માત્ર "નુસરત ફતેહ અલી ખાં" નામનો કોહિનૂર જ હતો."રૂહાની સૂફી" ગાયકી માટે તેમનું નામ વિશ્વભર માં મશહૂર હતું.ગણ્યા ગાંઠ્યા પાકિસ્તાની કે જેમનું નામ અદબ સાથે લેવાતું હોય તેમાં "ખાં" સાહેબ નું નામ શીર્ષ પર બિરાજે છે.

ગરીબી ને કારણે માત્ર 6 ધોરણ સુધી જ અભ્યાસ કરી શકેલા સન્ની એ તેની ગાયકી થી સમગ્ર હિન્દુસ્તાન નું ધ્યાન તેની તરફ ખેંચ્યું છે.તેના આ પર્ફોર્મન્સે શો ના ત્રણેય જજ અને સાંભળવા વાળા દરેક પ્રેક્ષક ના રુંવાડા ઉભા કરી દીધા.એની ગાયકી માં એ જ ઉતાર ચઢાવ,હાઈ નોડ્સ,એજ સાતત્ય જાણે નુસરત સાહેબ નો પુનર્જન્મ ભારત માં થયો હોય."ઇન્ડિયન આઇડોલ" જેવા શો ને ધન્યવાદ જરૂરી છે કારણકે નાના પ્રાદેશિક ક્ષેત્રો માંથી આવી પ્રતિભાઓ ને શોધી ને તેમને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે,નહીંતર આવી કેટલીયે પ્રતિભાઓ ગુમનામી ના અંધારા માં ખોવાઈ જતી હશે...!!!

0 Comments