જીવનની દીશા શોધતુ બીંદુ

એમના નામ ને સાફ રાખવા,
મેં હવા નેય નથી કીધું,
કે તે સુકવેલા એ બિંદુ,
એમની યાદ હતી..

- શરદ

અઘરું સમીકરણ!

આ રંગ બદલતી દુનિયા માં, ચાલું હું ઘુંટણીયે, મારે નથી રંગાવવુ, પછી ભલે ને છોલાય ઘુંટણ.

- શરદ

આવ મનભરીને માણીએ સહવાસ આ શબ્દો નો,
હૈયા થી કરીએ પ્રવાસ આજ વિશ્વનો!


- શરદ

આવ નિરાંતે બેસીએ,
વાત નવી આજ માંડીએ,
હું સથવારો આજીવન નો,
આવ એકબીજાને જાણીએ !

-શરદ

'સાચું ધન મીત્રતાનું'
જો સાથ હોય એ, ને લાગે મન ની મોકળાશ!

- શરદ

કલમ પડી ટુંકી આજે સંજોગોના વાદળા સામે,
વરસી લાગણીઓ જાણે, અશ્રુ ઓના પૂર તાણે,
બહુ ભુલવા છતાં વાગોળાય એ ધડી વ્હાલા દીકરા તારી,
કયા ખોવાઈ ગયો એ પીતા ઘડીમાં એ કફનો ના ચીર તાણી.

- શરદ

Read More

આ બાપ ની દીકરી જયારે પાપા બોલેને ત્યારે, આસપાસ શૂન્યાવકાશ સર્જાય ને ખાલી એક શબ્દ સંભળાય,

"પાપા" !

- શરદ

આ ભીડ ભરી દુનિયા માં હુ શોધતો શાથ કોઈ પોતાનો,
એણે મુકી મને રનવગડામાં કરાવ્યો આભાશ મારા પોતાનો!

- શરદ

છે આખો મા ઉંઘ ને દીલ માં છે જુસ્સો,
સુઉ તો તન જીતે ને જાગુ તો મન !

- શરદ