All most every day I postone bite on MB.Thank you MB.

Jewish lbiom
માતા એ પણ સાંભળી લે છે, જે બાળક નથી બોલતું.

French lbiom
માતાના પ્રેમમાં ક્યારેય પાનખર નથી આવતી.

રક્ત સુકાય, દિલ જલે,
ભલે આંસુનો વરસાદ આજે.
અકાળે વિદાય સ્વજનની
પીડા જીવનભરની મળે!

વર્ષા શાહ

જીવન-મૃત્યુની સમીપતા

ન-નામી કોક નામ ભૂંસીને ચાલી,
ઠાઠડીએ કોકના ઠાઠ સંકેલ્યા.
શબયાત્રામાં સામેલ એવા
કોઇ ખિસ્સામાં મોબાઇલ રણકે.
પૂછાય, "કોણ તમે? 'નામ' શું છે?
જલદી બોલો, કામ શું છે?"
દેખાતું દૃશ્ય એવું, નામ તેનો નાશ છે,
છતાં જણને જકડે ક્ષણેક્ષણ અહીં
નામ-કામનો પાશ છે.

--વર્ષા શાહ

Read More

પ્રેમના સ્વપ્નીલ કાવ્યોમાં રાચવું કઠિન !
વિકરાળ વાસ્તવિકતા સામે જોવું કઠિન!

આંખોમાં ઉભરાયાં વાદળ,વરસવાની રજા માંગે છે.
અપમૃત્યુનો સિલસિલો,ધૈર્યની પાળ તોડવા માંગે છે.
સ્વજન વિહોણા સજીવ-નિર્જીવ સબળ ખભો માંગે છે,
ઘરના ખાલી ખૂણાઓ જાણે હજી વધારે અવકાશ માંગે છે.
લાચાર છે બધા સાજા હાથ-પગ અને સાધન-સામગ્રી,
જે સહાય માટે અસહાયતાની આ જાળ કાપવા માંગે છે.

--વર્ષા શાહ

Read More

બંધ આંખોમાં સપનાં ટોળે વળ્યાં ને,
ખુલી પાંપણ તો સંચારબંધી લાગુ થઇ.
ફાલ ઊર્મિનો હૈયે, જે હોઠે લાવવામાં,
આખરી મેળાપની , પુરી અવધિ થઇ.
સમયે ના સીંચાઇ સજાવેલી ક્યારી,
ફુલવાડી જીવનની આમ વિલાઇ ગઇ.
ખોલવા હતાં ઉડવા જે અવકાશી દ્વાર,
અણીના સમયે એની સંજ્ઞા ભુલાઇ ગઇ.
થવા ના દઉં ખંડેર જાજરમાન મળી હવેલી,
પ્રભાતની લાલી આંખે જો અંજાઇ ગઇ.
રંગો સજાવતાં આવડે છે આકાશને,
પાંખ-પતંગની રંગત ભલે ઓસરી ગઇ.

-- વર્ષા શાહ

Read More

અરે! શું પૂછો છો! યાદ કરીએ છીએ કે નહીં?
તમ ગેરહાજરી સતત દિલમાં હાજરી પુરાવે છે!

--વર્ષા શાહ

સંબંધોના છોડવાઓને ઉછેરીએ, જીંદગી વેરાન ન બનેએટલે !
દિલને પ્રેમનો કૂવો બનાવી દઇએ,કોઇ તરસ્યું ન રહે એટલે !

--વર્ષા શાહ

Read More

ચાદર કાયાની ક્યારેક નવી જ,નહીં તો જૂની
ઓઢનાર અદાહ્ય,ઓઢણ ભસ્મ થઇ જવાનાં.
ચઢ-ઉતર,સમ-વિષમ જીવન ગણિતમાં પણ!
એક કિનારે ભરતી તો બીજે ઓટ થઈ જવાના.
ઉમેરો-ઘટાડો શ્વાસમાં અમે કયાં કરી શકવાના?
તારી ઇચ્છાથી આવેલા તારી ઇચ્છાથીજવાના.

--વર્ષા શાહ

Read More

न देव बनना है, न कुछ प्राप्त करना है।
कल से बेहतर इन्सान आज बनना है।
न फ़रियाद किसीसे न लगे कोई कमी,
मनका दर्पण साफ करते रहना है।
अंधकार रोज ही फैल जानेवाला है,
सूरज रोज उजाला लेकर आता ही है।

--वर्षा शाह

Read More