ઉપાસના બ્રાહ્મીન

ઉપાસના બ્રાહ્મીન

@ups7695


About You

Hey, I am on Matrubharti!

"દીકરી વ્હાલનો દરિયો" આ માત્ર કેહવા પૂરતું નથી કહેવાતું. એક વાર તો દીકરી બનાઇને જુઓ! એ એટલો અઢળક પ્રેમ, લાગણીઓ તમારા પર ન્યોછાવર કરી દેશેને કે જે તમે વિચાર્યું ના હોય. તમારા દીકરાથી વધારે એ તમારા માટે વિચારશે, તમારી ચિંતા કરશે. આ હું એક દીકરી તમને ચૌક્કસ ખાતરી પૂર્વક કહું છું. તો શું કહે છે બધી દીકરીઓ.
જે કહ્યું એ ખરું ને?
જણાવજો જરા કોમેન્ટમાં તમારા વિચાર.

Read More
epost thumb

Appreciation- પ્રશંસા છે તો ખૂબ જ નાનો શબ્દ પણ એની અંદર અજોડ લાગણીઓ રહેલી છે. આપણાં બધાનાં જીવનમાં ઘણા વ્યક્તિઓ એવા ચોક્કસ હોય જ છે જેમના માટે આપણે મહત્વના છે ને આપણા માટે અવાર નવાર તેઓ કશુંક ને કશુંક કરતાં જ રે છે પણ આપણે એમની પ્રશંસા કરવાનું ચૂકી જઈએ છે પરંતુ આ બાબત ખૂબ મહત્વની છે જેને આપણે બધા એ જ શીખવી જોઈએ. તો કોની રાહ જુઓ છો યાર! જેની પ્રશંસાકરવાની બાકી રહી ગઈ છે દિલ થી બે શબ્દો સારા કહી દો યાર! લોકોને ખુશીઓ એમ પણ બહુ પસંદ છે. 💐

Read More
epost thumb

એ સ્ત્રી છે જનાબ!
જેને કોઈ ખુદનું ન પૂછે.

-Upasana

અનુભવ કહે છે દોસ્તો કે મૌન જ વધારે સારું છે. કારણ, શબ્દોથી લોકો રિસાઈ વધારે જાય છે.
સાચું કહ્યું ને!

epost thumb

જો બચ્યું હોય કશુંક
તારા મારા દરમ્યાન
તો એને સ્વીકાર કર
આ રોકકડ નો ના અહીં વ્યવહાર કર
માનતા રાખી રાખી હવે માની ગઇ છું એક વાત
જો નામંજુર જ હોય તો સફરથી આબાદ કર
કેમ કરી કહું તને શું કિંમતો ચૂકવી છે તારા ઉજ્જડ રણમાં મેં
મિન્નતો કરી કરી ન આમ મને રોકવાનો તું આઘાત કર
આપઘાત કર્યો કાલે જ મારી લાગણીઓ એ
તારા કટ્ટર વેણના એ શબ્દો થકી
હવે મીઠી મીઠી એ વાતો વડે પ્રેમનું બારમું ના બેકાર કર
જો બચ્યું હોય કશુંક
તારા મારા દરમ્યાન
લે લાગણીઓની રાખ ને વહાવી
મને તું આબાદ કર
-ઉપાસના બ્રાહ્મીન

Read More