Hey, I am reading on Matrubharti!

ઝંડા વાળાં આન્ટી
----------/-----------
મારા નારણપુરા ના રામેશ્વર ફ્લેટમાં સચિવાલયમાં સારી નોકરી કરતાં એક બહેન પતંગ દેખાયો નથી કે વાંસ નો ઝંડો લઈ દોડ્યાં નથી. વાંસ વગર પણ એમની હતી તેટલી હાઇટે કૂદીને પતંગ પકડે. પણ પછી ધાબે છોકરાઓને આપી દે અને વધે એ ખાસ ચાલીને જઈ નજીક ફરતા ગરીબના છોકરાઓને જાતે આપી આવે. બસ, પતંગ પકડવા માટે કુદવાની અને હવામાં જ પતંગ પકડવાની ત્વરા જ એમને આનંદ આપતી. તેઓ 'ઝંડાવાળા આંટી' તરીકે પણ ઓળખાતાં.
હું હવે અન્યત્ર રહું છું પણ નિસ્વાર્થ પણે ગરીબોને આ રીતે આનંદ આપતાં બહેન આજે પણ યાદ આવે છે.

Read More

હૂંફાળી નિંદ્રા

ગઇકાલની મારી પોસ્ટ 'ખરેખર ખીજ ચડે' ઘણા લોકોએ વાંચી એ બદલ સહુનો આભાર.
અમુક ધંધા વ્યવસાયના મિત્રોને પોતાના વ્યવસાય વિશે મેં ઘસાતું લખ્યું છે એમ લાગ્યું. પણ આ કોઈ વ્યવસાય ઉપર નહીં, ધીમે ધીમે દેશના અર્થતંત્રને ઉધઈની જેમ કોરી ખાતી વગર મહેનતે કે મહેનતથી અનેક ગણું વધુ સમેવાળાના એ ક્ષેત્રના અજ્ઞાનનો લાભ લઇ કમાઇ લેવાની વૃત્તિ પર છે. મેં દરેક ફિલ્ડના દાખલાઓ આપ્યા છે. એમ પણ કહયું છે કે આ વૃત્તિ નિમ્ન સ્તર ના કહેવાતા દયાપાત્રો અને છેક ઉપરના જલ્દીથી બની ગયેલા અમીરોમાં મહત્તમ છે.
કોઈ વર્ગને ભાંડયો નથી. પોસ્ટ ફરીથી વાંચવી. ક્યાંય ચોક્કસ વર્ગને જ ટાર્ગેટ કર્યો લાગે તો એ શબ્દસમુહ મને જણાવો.
ખોટી રીતે બીજાને અનેક ગણો છેતરી કહો કે દસ જે વીસ ગણા પૈસા વધુ લઈ અથવા પૈસા લઈ કામ ન કરવાની ખૂબ વધી ગયેલી વૃત્તિ તમને ટૂંકા ગાળાનો ફાયદો કરશે પણ સનજ અને દેશ બે બગાયણકાર હાનિ પહોંચશે અને એ રિબાઉન્ડ થઈ તમને જ નુકસાન કરશે. મહેનત કરી વ્યાજબી જરૂર કમાઓ પણ ખોટું કે મફતનું ટાળો જ. એ વૃત્તિ છેલ્લા દસકા માં અકલ્પનિય રીતે વિસ્તરી ચુકી છે. ઘા માં ગેંગરીન થાય એમ.

Read More

જોવા જેવો શો. ગાંધીજી ઉપરાંત સ્પોર્ટ્સ ના સાધનો, મચ્છરથી બચવાના ઉપાયો એવા થીમ ના દ્રશ્યો બનાવ્યાં છે

મને ખરેખર ખીજ ચડે છે..
આજ કાલ ઘણાએ જોયું, અનુભવ્યું છે કે સમાજના દરેક વર્ગમાં મહેનત વગર કમાઈ લેવું એ હોંશિયારી અને સદગુણ ગણાય છે. એ દુષણ કદાચ સમાજના 90% લોકોમાં ઘર કરી ગયું છે અને આજથી વીસેક વર્ષ પહેલાં હતું તે કરતાં ઘણા જ વ્યાપક પ્રમાણમાં છે.
પછી એ 2 કીમી જવા 50 રૂ. માંગતો 'ગરીબ' રીક્ષા વાળો કે 500 રૂ. ના કામ ના 5 હજાર માંગતો પ્લમ્બર, કડીયો, સુથાર કે એવો કારીગર, પેટ્રોલ બે લીટરે બંધ કરી ફરી 50 પોઇન્ટે બંધ કરી 3 લીટર કરતો પેટ્રોલવાળો, નિઃશુલ્ક ગાયત્રી યજ્ઞ કહી 'મરજીથી' હજાર માંગતો પુરોહિત, 'આમ તો જરૂર નથી, ટેસ્ટ કરાવો તો 2 હજાર ટેસ્ટ ના થાય, મારી અમુક ટ્રીટમેન્ટ પંદરસો માં કરાવો' કહી 300 ની કન્સલ્ટિંગ ફી સાથે ખંખેરતા ડોક્ટર, દુકાનમાં બેઠે બેઠે નજીકના લોકોને ખાલી મકાન બતાવી બે ભાડાં દલાલી લેતો પાનવાળો કે ધોબી, ધરાર ઓછા માર્ક આપી ટ્યુશનની ફરજ પાડતા 'ગુરુ બ્રહ્મા', 2 હજાર શબ્દોની ખૂબ મોટી જાહેરાતો મંગાવી 100 રૂ. પુરસ્કાર આપતો સામયિક ચલાવનારો, વસ્તુ પર 100% ઊંચું લેબલ મારી 50% ડિસ્કાઉન્ટ ને નામે એક સારા સાથે એક નકામું વસ્ત્ર વેન્ચતો મોલ નો કાપડીયો, રાજકપુરનું ગીત 'કૌન નહીં હૈ ચોર હૈ કી મેં જૂઠ બોલિયા? કોઈ ના' (એ ગીત પણ આઝાદી પછી તુરત બગાડવા માંડેલ વૃત્તિઓ પર જ ફિલ્મ જાગતે રહો નું છે).. આ ઠેર ઠેર જોઈ સાચે જ લોહી ઉકળી ઉઠે છે. મહેનત કરી સાચું વળતર જરૂર મેળવો પણ આ રીતે કમાણી સમાજ અને દેશના અર્થતંત્રને કોરી ખાય છે. કાળક્રમે તમને જ ખોખરા કરી નાખે છે.
બીજે બધા સત્યયુગ માં જીવનારા છે એવું નથી પણ ભારતમાં છે તેટલું પાકિસ્તાન બંગલાદેશ છોડી ક્યાંય નથી.
જ્યારે આવા કોઈ વગર બંદૂકે લૂંટતા ' મહેનતકશ'નો ભોગ બનવું પડે ત્યારે હું કશું તેને કરી શકતો નથી પણ તીખા વાક્યોમાં બે ચાર સંભળાવી તે ખોટું કરે છે એ તો જણાવી દઉં છું. ઘરના કહે છે તમે માર ખાશો ક્યારેક પણ એ વખતે મને ખરેખર ખીજ ચડે છે.
કોણ જાણે, જેમ ભારતની વધુ ઉત્તર તરફના વતની હોય તેમ પંજાબને છોડી આ વૃત્તિ વધતી જાય છે અને એકદમ કહેવાતા શ્રમજીવીઓ કે એકદમ સોફીસ્ટીકેટેડ ઉપરના વર્ગમાં આ વૃત્તિ લગભગ સો ટકા જોઈ છે.
'ગાંધી આવે કે સરદાર કે મોદી, અમને કોઈ ફરક પડવાનો નથી' કહેનારાઓનો કોઈક પ્રતિકાર સાવ નાનો તો નાનો, કરવાની જરૂર છે.

Read More

હમણાં ઓમ કોમ્યુનિકેશન આયોજિત ગાલિબ અંગેના કાર્યક્રમ ના ગયેલો ત્યાં ગાલિબની એક સરસ વાત કહેવાઇ. ગાલિબ 13 વર્ષના હતા ત્યારે એક સુંદર ગઝલ લખી. તે વખતે રાજ કવિ મીર આલમ ને કોઈ સાથે જોઈ બતાવી. 80 વર્ષના મીર આલમે ગાલિબની પીઠ થાબડી એ જ કહ્યું'તું બહુ સરસ લખે છે. હવે કોઈ યોગ્ય ઉસ્તાદ પાસે લખવાની તાલીમ લે. નહીતો તું મારી ઉંમરે પણ આજે લખે છે એવું જ લખ્યા કરીશ.'
આપણને સહુને, મને પોતાને પણ આ લાગુ પડે.

Read More

હું જરૂરથી પર્યાવરણ ખાતર પ્લાસ્ટિક ન વાપરવાની તરફેણમાં છું. છતાં મારો આ અનુભવ કહેશે કે પ્લાસ્ટિક અમુક સંજોગોમાં છેલ્લા 20 વર્ષોથી વપરાય છે એ આશીર્વાદ છે.
અમે મહિનાની ખરીદી માટે સ્ટાર બઝાર ગયાં. શાક, કઠોળ, ખાંડ, અમુક વસ્તુઓ બધું જ ખાખી કોથળીમાં. ખુલ્લી કોથળીઓ એક તો લેબલ લગાવતા પહેલાં લાઈનમાં કે તેને આપતાં જ ફાટી જતી. સાચે જ તેના કાઉન્ટર પર મારા વટાણા વેરાયા. શ્રીમતીએ ખોબેથી ભર્યા તે દરમ્યાન મારે બીજી બે કોથળી લાવી તેમાં ભરવું પડ્યું. હવે બીલની લાઈનમાં સ્ટીકર કાગળની કોથળીપર સરખા લાગે જ નહીં. બીલિંગ વાળીને તકલીફ પડી. હવે સાથે ચોખાના કટ્ટા હોઈ તેમને શાક ફ્રુટ કાઢી બધું ઘેર મોકલવા કહ્યું પણ કઠોળ, અનાજ, શાક, ફ્રુટ બધાની કોથળીઓ લગભગ એક સરખી સાઈઝની અને ખાખી કાગળની. ઓળાનું રીંગણું વળી કોથળી સાથે તેમના કાઉન્ટર પર રહી જતું હતું ને કોઈ કઠોળ અમારી ટ્રે માં. વળી 30-35 કોથળી એક એક ના ઝીણા અક્ષરે લેબલો ઉકેલી અલગ પાડી. તેણે ઘેર અમારી જ થેલીઓમાં પહોંચાડી છતાં અમુક તો શંભુમેળો થયો જ.
આવું જ ચા ના કપ માટે થાય છે. ફસકી પડે. મોલના દરજી પાસે રિફિટ કરેલાં કપડાં કાગળની કોથળીમાં સલામત રહેતાં નથી.
ચોમાસામાં શું થશે તે ભગવાન જાણે.
સ્કુટરની ડેકીમાં આરસી પીયૂસી વ. પ્લાસ્ટિકની કોથળી ન હોય તો ડાઘા વાળા થઈ જાય કે ફાટી જાય.
એટલે પ્લાસ્ટિક રિસાયકલ નો વિકલ્પ શોધો અને ગમે ત્યાં ફેંકો નહીં. બાકી એક જ કોથળી, ઇવન ઉપરથી બે લાલ પટ્ટી થી સીલ થતી પણ સાફ કરી રી યુઝ અનેક વખત કરી શકાય જે પ્લાસ્ટીક માં શક્ય નથી અને એ કાગળની કિંમત આપણે જ આપવાની છે. બધાના વધુ ભાવ કેમ કે એક જ વખત વપરાય.
એટલે પેકિંગ અને એવા ઉપયોગોમાંથી પ્લાસ્ટિકને તિલાંજલિ એ તઘલખી તુક્કો છે. હું તેને મારા અનુભવો બાદ સમર્થન નથી જ આપતો. એ પ્લાસ્ટિક વાપરી તેનો અન્ય ઉપયોગ કેવી રીતે કરવો તે વિચારો.
આપણે ગઈ સદી માં નહીં, આગલી સદીમાં જવાનું છે.

Read More

બે દિવસ પહેલાં 27.12ના ગાલિબની 222મી જયંતિ નિમિત્તે ઓમ કોમ્મ્યુનિકેશન પ્રસ્તુત કાર્યક્રમ રૂબરૂ જોયો.
ગાલિબ, અંતિમ મોગલ બહાદુરશાહ જફર ના રાજ કવિ હતા. તેમની શાયરીઓ ઘણે અંશે અખા ના છપ્પા જેવી, રમૂજ સાથે ઊંડો કટાક્ષ અને મર્મ પર ચોટ આપતી હતી. અમુક તો ખૂબ રમુજી. જેમ કે કોઈએ કહ્યું કે સ્વર્ગમાં મદિરા ની નદીઓ વહે છે. ગાલીબે કહ્યું કે આપણને તો સુરહીમાં જ મળે પછી ઉપર ખોબો ભરી પીવા કોણ જાય?
જન્નત માટે અમુક કરવું ને અમુક નહીં તેના સામે ખૂબ રમુજી પણ ધર્માંધ ગુરુઓને ઉદ્દેશી ચાબખા માર્યા છે.
ગાલિબ 13 વર્ષની ઉંમરે સુંદર ગઝલ લખી એ વખતે સહુથી પ્રખ્યાત ગઝલકાર 80 વર્ષના મીર પાસે કોઈ સાથે ગયા. મીર એ તેની ગઝલ વાંચી તરત કહ્યું કે સરસ. તું કોઈ ઉસ્તાદ પાસે તાલીમ લે નહીતો જે છે એ જ મારી ઉંમરે પણ રહેશે. આ આપણી જેવા લખનારને લાગુ પડે છે.
16 વર્ષના ગાલીબને તેઓ કોઈ પુસ્તકની દુકાન પાસે બેસતા ત્યારે ઉપર રહેતી એક નાચનારી ની 13 વર્ષની છોકરી ખૂબ ગમી જતાં લવ એટ ફર્સ્ટ સાઇટ થઈ ગયો. તેની યાદમાં તેને ઉદ્દેશી ઘણી શાયરીઓ લખી છે. આખરે એ છોકરી પૈસામાં વેંચાઈ ગઈ અને દિલ ઘવાયેલા ગાલીબે વળી એ પ્રકારની ગઝલો લખી.
પોલિટિકલ ચાબખા તો વીંધી નાખે તેવા હોય છે.
શ્રી.રઈશ મણિયારે ફારસી અને ઉર્દુમાં પણ અઘરા શબ્દોની શાયરી ગઝલો શુદ્ધ ગુજરાતીમાં અનુંવાદીત ખૂબ પરફેક્ટ કરી છે. રઈશ મણીયાર ઘણા યુવાન લાગ્યા. સુંદર રીતે ગાલિબની અનુવાદિત રચનાઓનું રસપાન અને સમજૂતી આપી.
અંતે ગીત અને સંગીત સાથે ગાલિબની ગઝલ પ્રસ્તુત થઈ.
નરસિંહ કે અખા નિજેમ 222 વર્ષે પણ એક ઉર્દુ કરતાં પણ ફારસી શાયર ભારતીય ધરતી પર અમર રહી શકે છે તે સાહિત્યરસિકો તેમ જ લખનાર અને તેને જીવતો રાખનાર સાહિત્યકાર માટે ગૌરવની વાત છે.

Read More

જેઓ ને ટેકનોલોજી અને વિજ્ઞાન વિશે વાંચવામાં રસ હોય તેમના માટે. તમે ઈન્ટરનેટ તો વાપરો છો પણ વ્યક્તિઓ ને બદલે બે નિર્જીવ ઇલેક્ટ્રોનિક સાધનો ઈન્ટરનેટ વાપરે, કોઈ પણ બાહ્ય કન્ટ્રોલ વિના એ કેવી રીતે શક્ય બને?
બીજું, જેમ દસ ની એક નોટ તમે શાકવાળા ને આપો એટલે તે બીજે આપે પણ તમારી નોટ પુરી તેમ ક્રિપટો કરન્સી માં એક વર્ચ્યુઅલ ટોકન દ્વારા વ્યવહાર થાય અને વ્યવહારની ચુકવણી બાદ એ ટોકન સમાપ્ત.
આવી સુંદર વાતોનો લેખ.
સાભાર શ્રી. સંજય ચૌધરી. તેઓ કોમ્પ્યુટરના પ્રોફેસર છે.

Read More

શામ કા સુરજ બિંદીયાં બનકે સાગર મેં ખો જાએ
સુબહા સવેરે વો હી સુરજ આશા લેકર આયે..
નયા ઉમંગે નયી તરંગે આશ કઈ જ્યોત જલાએ..
તુમ આજ મેરે સંગ હંસ લો
તુમ આજ મેરે સંગ ગા લો
ઓર હસતે ગાતે ઇસ જીવનકી ઉલજી રાહ સમાલો

Read More