Ssandeep B Teraiya is a Bcom LLB by education, a Manufacturer by profession and now an author by passion. Born and raised in Porbandar, Gujarat and now settled in Rajkot.

હજારો ફેરા માર્યાતા મેં એના ઘરે...
બીજો કોઈ આવીને સાત ફેરામાં ઉઠાવી ગયો🥺

"સમય સમય ની વાત છે"

એક દિવસ તમારી જરૂરિયાત છે, બીજે દિવસે તમારે ખુદ ને જરૂરિયાત છે,

સમય તમારો,તો સલાહ તમારી પરોપકાર છે, સમય બગડ્યો તો સલાહ આપી ઉપકાર પર ઉપકાર છે.

આ તો ભાઈ સમય સમય ની વાત છે,

જિંદગી બવ નાની છે, બધા ને પોતપોતાની મળેલી છે,
ક્યારેક બીજા માટે જીવવી પડી છે, ખુદ ની ભૂલેલી ક્યાંક પડી છે.

કર્યું છે થોડું, કરવું છે ઘણું, બસ સમય ની તંગી છે,
પૈસા કોઈ પાસે માંગો પણ તેને તો હમણાં મંદી છે,

આવડત, નીતિ, મહેનત આ બધા માત્ર ભ્રમ છે, આ દુનિયા માં તો બસ એક 'સમય' જ બ્રહ્મ છે.

સમય સમય ની વાત છે ભાઈ આ તો સમય ની વાત છે.

લખી લો તમારા અનુભવ, અમારા ખરાબ સમય ના,
જરુંર પડશે યાદ કરવાની.
સમય મારો પણ આવશે, બાપુ અમને નથી ટેવ યાદ અપાવાની.

કરશુ અમે પણ કંઈક એવા કામ કે સમય યાદ રાખશે,
અમને આગળ કરી ને સમય તમને સાઈડ કરશે.

સમય સમય ની વાત છે ભાઈ આ તો સમય સમય ની વાત છે.

(પસંદ આવે તો comment જરૂર થી કરજો.મને પ્રોત્સાહન મળશે)

Read More

બવ કરી હતી અરજીઓ ,તો પણ આવ્યો આજે વરસાદ..!
કેમ કરું સહન હવે, તારા વગર નો આ વરસાદ.?

માટી ની સુગંધ, તારી સુગંધ ની અપાવે યાદ..!
કેમ કરું સહન હવે, તારા વગર નો આ વરસાદ..?

હું ભીંજાય ના જવ પાછો તારી યાદ માં, કરે બધા ફરિયાદ,
પણ કેમ માણું ? તારા વગર નો આ વરસાદ..?

ઘેલો થઈને વરસી રહ્યો છે જાણે તારા હસવાનો અવાજ,
કેમ સાંભળું અસહ્ય તારા વગર નો આ વરસાદ .?

જાય અને પાછો આવે, નિરાશ થઈને પાછો જાય,
એકધારો વર્ષે પણ કેમ ? તારા વગર નો આ વરસાદ ? - Ssandeep Teraiya
9712183987

Read More

"તારા વગર નો વરસાદ..!!", read it on Matrubharti :
https://www.matrubharti.com
Read, write and listen to unlimited contents in Indian languages absolutely free

માબાપ ઘણા સમય થી તેના આવનારા બાળક ના આ જીવન નામની શાળા માં એડમિશન કરવાના પ્રયત્નો કરતા હતા, ઘણા ડોક્ટર ની સલાહ અને ઘણા મંદિર ના ભગવાન ની લાગવગ થી તેના છોકરા નું એડમિશન આ જીવન માં થઇ ગયું,

જીવન નામની શાળા આમ બવ મોટી, સાવ અલગ, અને વર્ષો પહેલા આવેલા વિધાર્થી ઓ થી ઘેરાયેલા નવા વિધાર્થી એ રડવાનું ચાલુ કર્યું, થોડા સમય ગયો પણ હજી શાળા માં ના ફાવવાથી ઘણી વાર બીમાર પણ પડ્યો, પણ ધીરે ધીરે હસતા, રડતા, ચાલતા, જમતા, રમતા બધું જ આવડી ગયું.

પછી ચાલુ થયું homework.

પહેલા તો હોમ વર્ક સહેલું હતું, જેમ કે ઘર થી દુર , જીવન નામની શાળા ની અંદર બીજી શાળા ઓ માં ભણવા જવું, ત્યાં થી વાચતા લખતા સિખ્યા બાદ, ધીરે ધીરે હોમ વર્ક વધતું ગયું,

ભણવાનું હોમ વર્ક,

જોબ પર લાગવાનું હોમ વર્ક,

લગ્ન કરવાનું હોમ વર્ક,સાથે બધાં નવા સબંધો સાચવવા, જૂના મિત્રો ને ભૂલવા, સવ થી અઘરું હોમ વર્ક.

પૈસા કમાવા અને વાપરવા, સમાજ ની સાથે પગલાં મેળવવા માટે સાચી ખોટી રીતે પૈસા કમાવાનું હોમ વર્ક.

આમાં ઘણી વાર ભૂલ થાય તો ઉપર આકાશ માં બેઠેલો પ્રિન્સિપાલ એવી જાપટો મારે કે ક્યારેક એટેક તો ક્યારેક બીપી, તો ક્યારેક ડાયા બી ટી શ, અને જો એમાં ભૂલ કરી તો ઉપર વાળો શાળા માંથી કાઢી ઉપર પણ બોલાવી લે, જો બચી ગયા તો..

ઘર નું ઘર લેવાનું હોમ વર્ક,

બાળકો કરવાનું હોમ વર્ક,

તેને ભણાવવા નું હોમ વર્ક,

તેના લગ્ન, અને તેમને સેટ કરવા નું હોમ વર્ક.

આ જીવન ની શાળા માં એડમિશન લેવાય તો જાય પણ પછી ફરજિયાત શીખીને જવું પડે, જેટલું આવડે તેટલું પણ હોમ વર્ક કરવું તો પડે. ઠીક છે આપણે એકલા તો નથી ને આ શાળા માં, સાથે ઘણા છે, બધા ની સાથે સાથે ભણ્યા કર્યે અને આગળ વધતા કરીશું, પણ બસ એક જ ફરિયાદ છે.

આ શાળા માં કોઈ દિવસ વેકેશન કેમ નથી આવતું ?

- સંદીપ તેરૈયા

Read More

થોડા દિવસો પહેલા હું એક ૭ વર્ષ ની ગર્લ માટે બર્થ ડે પાર્ટી નું આયોજન કરતો હતો, એકદમ સરસ પાર્ટી કરી, ડેકોર કર્યું, ગેમ્સ રમ્યા, ડાંસ કર્યો, કેક ખાધી અને જમ્યા, જમીને મોડે સુધી સાથે બેઠા અને હા આખી પાર્ટી માં ઘણા બધા ફોટો ક્લિક કર્યા,

અને તેના બસ થોડા જ મહિના બાદ મારે તે જ બર્થ ડે ગર્લ ના બેશ્ણા ની ત્યારી કરવી પડી,
ધ્યાન કામ માં નોતું લાગતું, માનવામાં નોતું આવતું કે એક જ વ્યક્તિ ના મારે એવી રીતે બે ઇવેન્ટ કરવા પડશે, એજ પાર્ટી માં લીધેલો ફોટો આજે મઢાવી ને બેસણાં માં રાખવો પડશે.

કુદરત ના આ કડવા સત્ય નો બવ નજીક થી સામનો કર્યો, એટલું નજીક કે જાણે મારી સાથે જ તે ઘટના થઈ હોય, દવાખાને તો થોડી વાર મન માં જ બબડવા માંડ્યો કે આ સપનું છે, હમણાં ઊંઘ ઊડી જશે, આ સપનું છે, હમણાં ઊંઘ ઊડી જશે, ખોટું બોલી બોલી ને હિંમત આપવાનો એ પ્રયત્ન નિષ્ફળ ગયો, છેલ્લે સ્વીકારવું જ પડ્યું કે જીવન માં આવું પણ થાય, આપણે તો કલ્પના પણ ન કરી શકીએ જેમના ઘરે આવી પરિસ્થિતિ આવી હોય તે લોકો કેવી અનુભૂતિ કરતા હશે ?

બધા ને એક ના એક દિવસે જવું પડે તે સત્ય છે, પણ જો કોઈ આટલું વહેલી ચાલ્યું જાય તે કળવું સત્ય છે, જેને સ્વીકારવું ખૂબ જ કઠિન હોય છે,
આપણા હાથ માં કંઈ જ નથી હોતું સિવાય કે રડવું રડવું અને રડવું. ભગવાન પર થી ભરોશો ઉતરી જાય, બધું જ વ્યર્થ લાગવા માંડે, સાવ દિશાહીન થઈ જાયે.

પણ એક બીજું સત્ય એ પણ છે કે સમય બધું સરખું કરી દે, બધું શબ્દ કદાચ યોગ્ય નથી, એમ કહી શકીએ કે સમય થોડું ઘણું સરખું કરી દે, કારણ કે અમુક ખોટ તો આજીવન રહેવાની જ. પણ સમય આગળ જીવતા શીખવી દે, સમય આગળ વધતા શીખવી દે, અને સમય પાછું કુદરત માં ભરોશો કરતા પણ શીખવી દે....


"તુજ મારો સર્જનહાર , છે બધું જ તારું,
તને જે ઠીક લાગે તે કર, તું જે કર એ જ સારું"

- સંદીપ તેરૈયા

Read More