I am working as journalist from more then 12 years. I love to write so I am hear to write.

કારણ છે, લાખો તારાથી દૂર થવાના
છતાં સાથે રહેવાનું એક કારણ શોધું છું
સિદ્ધયતિ

આજના માણસની બદલાઈ છે ફિતરત
પરિવારના સંબંધોમાં ગદ્દારી કરે છે અને
બહારના સંબંધોમાં વફાદારી શોધે છે....
સિદ્ધયતિ

Read More

માંગી લવ એક મન્નત,
ફરી મળે એજ જન્નત
મળે એજ માં અને ખોળો
સિદ્ધયતિ

જાણું છું તને ખૂબ જ સારી રીતે
એટલે જ વાયદાથી નહિ બાંધું,
ખબર છે જો બાંધું તને પ્રેમના તાંતણે,
તું મને મૂકી ક્યાંય જઇ નહિ શકે
સિદ્ધયતિ

Read More

દીપાવજો સ્નેહથી દીવડા, તોરણ બાંધજો હરખના
કરજો રંગોળી આવકારની, ઉજવજો દિવાળી દિલથી

સ્મિત વેહેંચજો મિત્રોમાં, પાથરજો ઓજસ જીવનમાં
ગાંઠોને તમારા વેર ઝેરની, છૂટી કરજો પ્રેમથી અમારા

નવ વર્ષને વધાવજો મન ભરી, સાકાર કરજો સ્વપ્ન તમારા
પ્રાર્થના અંતરથી અમારી, ઉજવજો દિવાળી દિલથી


સિદ્ધાર્થ મણીયાર
સંદેશ, વડોદરા

Read More

પરિચિત છાતી સુધી પહોંચી
ભેટી શકે છે તમને પરંતુ
તેમાંથી બહુ ઓછા હૃદય
સુધી પહોંચી શકે છે.....
આવા હૃદય સુધી પહોંચનાર તમામ મિત્રોને દીપાવલીના તહેવારની શુભકામનાઓ
આવનારું નૂતન વર્ષ આપના અને આપના પરિવારના જીવનમાં ખુશી, શાંતિ, આરોગ્ય અને ધન સંપદા લઈને આવે તેવી પ્રભુને પ્રાર્થના
સિદ્ધાર્થ મણીયાર
સંદેશ, વડોદરા

Read More

જીવનમાં સારા વ્યક્તિ સાથે ક્યારેય વિશ્વાસઘાત ન કરવો કારણકે સુંદર કાચ તૂટ્યા પછી હંમેશા તીક્ષ્ણ હથિયાર જ બને છે.....
સિદ્ધયતિ

Read More

વિધાતા થઈને પણ હું,
વિધાન ન બદલી શક્યો,
ચાહતો હતો રાધાને
અને મીરા મને ચાહતી,
પર આખરે તો હું,
થયો રુક્ષમણીનો.....
'સિદ્ધયતિ'

Read More

લખવાનો પ્રયાસ કરું છું
લાગણીઓને શબ્દો આપી
પણ થાય છે અનુવાદ અને
શબ્દો બને છે તારી લાગણી
'સિદ્ધયતિ'

તારો શ્વાસ બનવા તૈયાર છું
તારો વિશ્વાસ બનવા તૈયાર છું
જો તું આવી પ્રાણ પૂરે મારામાં
તો રોજ મોત સ્વીકારવા તૈયાર છું
'સિદ્ધયતિ'

Read More