રોજ બરોજ ની ખોજ બસ હું ને આ શબ્દો સાથેની મોજ...........SHILU insta id....shilu parmar 21

"તમે ક્યારેય તમારા મનને જોયું છે...!!"

આપણે હંમેશા લોકોને કહેતા સાંભળ્યા હોય છે કે, "આજે મારુ જરાય મન નથી.આજે મન ઉદાસ છે.આજે મન ગભરાય છે.આજે મન ખુશ છે." આ દરેક વાક્યોમાં કેન્દ્ર સ્થાને "મન" છે. હવે સવાલ એવો થાય કે, "મન એટલે શું ?? તમે ક્યારેય તમારા મનને જોયું છે ?? આપણે આપણા શરીરના દરેક ભાગને જોઈ શકીએ છીએ.સ્પર્શી શકીએ છે.પરંતુ મનને આજ સુધી કોઈએ જોયું નથી.મોટા મોટા વૈજ્ઞાનિકો પણ મનની વ્યાખ્યા આપી શક્યા નથી .આપણા ગુગલ મહારાજ પાસે પણ મન કેવું દેખાય છે, એનો જવાબ નથી.

ઘણા લોકો મગજ એ જ મન છે એમ માને છે. મગજ એ ખોપરીમાં આવેલો, આછા ગુલાબી રંગનો, ત્રણ પાઉન્ડ વજનનો આપણા શરીરનો એક ભાગ છે.મગજ એક જગ્યા પર સ્થિર છે.જ્યારે મન સ્થિર હોતું નથી.ઘણી વાર આપણે કોઈ એક જગ્યાએ બેઠા હોઈએ ત્યારે આપણા શરીરના મગજ સહિતના દરેક અંગો આપણી સાથે એ જગ્યા પર સ્થિર હોય છે.જ્યારે મન એ જગ્યાએ હોતું નથી.એ તો બીજે જ ક્યાંય ભટકતું હોય છે.એટલે મગજને મન કહેવું એ ખોટું છે.

મન ઉપર આજ સુધી ઘણા બધા ગીતો પણ લખાયા છે.એક પ્રાર્થનાના શબ્દો છે કે, "હમકો મન કી શક્તિ દેના મન વિજય કરે..." આ પ્રાથનામાં મનની અપાર શક્તિની વાત કરવામાં આવી છે.ગુજરાતી ગીત તરફ નજર નાખીએ તો એક ગુજરાતી ગીતના શબ્દો છે કે, "તારી પ્રેમ ભરી મીઠી મીઠી વાતે મારુ મન મોહી ગયું." ખરેખર આપણું આ ચંચળ મન વાતોમાં મોહી જ જતું હોય છે.આ ઉપરાંત મને એક હિન્દી ગીતની પંક્તિઓ પણ યાદ આવે છે. "હો ચલે ઠંડી હવા, હો સંગ મન ભી ગયા.ભાગે રે મન કહી આગે રે મન ચલા ,જાને કિધર, જાનું ના...." આ હિન્દી ગીતની પંક્તિઓની જેમ આપણું મન પણ સતત ભાગતું જ હોય છે.આપણે ઘણી વાર મનને મનાવી શકતા નથી.ઘણા લોકો કહેતા હોય છે કે, "મન ઉપર વિજય મેળવી શકાતો નથી." પણ મન ઉપર વિજય મેળવવો જ કેમ...?? મન આપણું પોતાનું છે.એ કંઈ આપણું દુશ્મન નથી. આપણે મન સાથે મિત્રતા કરવાની છે.હરીફાઈ નહીં.

મનને સ્થિર રાખવાની પણ કોઈ જરૂર નથી.માત્ર મનને એક વળાંક આપવાની જરૂર હોય છે.સારા વિચારો,સારું વાંચન, સારા કર્મો,બીજાનું ભલું કરવાની ભાવના,કોઈના ચહેરા પર સ્માઈલ લાવવી. આ દરેક વસ્તુ મન માટે એક વળાંક છે.મન એ બીજું કંઈ નથી પણ આપણે પોતે જ છીએ.મન એ આપણા જીવનનું દર્પણ છે.અને આપણી જાત ,એ દર્પણમાં ઉભી છે.મન આપણું છે.મનના વિચારો પણ આપણાં છે.મનને ક્યાં અને કેવો વળાંક આપવો એ પણ આપણાં જ હાથમાં છે.

છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે:

તોરા મન દર્પણ કહેલાયે
મન હી દેવતા ,મન હી ઈશ્વર
મનસે બડા ન કોય
તોરા મન દર્પણ કહેલાયે

- SHILPA PARMAR "SHILU"

Read More

મન એ આપણા જીવનનું દર્પણ છે
અને
આપણી જાત એ દર્પણમાં ઉભી છે.

- SHILPA PARMAR "SHILU"

પપ્પા તમે ખૂબ યાદ આવો છો.

હસતા હસતા આંખો ઉભરાય જાય છે.
સાથે વિતાવેલા એ દિવસો યાદ આવી જાય છે.

રિસાય જવાનું મન હવે થતું જ નથી.
તમારી જેમ મને કોઈ મનાવતું જ નથી.

સાચું કહું છું પપ્પા...
આજે તમે ખૂબ યાદ આવો છો.

તમારી આંગળી પકડીને હું કેવા પગલાં માંડતી હતી...!!
તમે સાથે છો ,એ વિશ્વાસે જ હું હરખાતી હતી.

તમારા ખભે બેસીને મેં દુનિયા જોઈ છે.
એ ક્ષણમાં મેં દુનિયાભરની ખુશી જોઈ છે.

સાચું કહું છું પપ્પા...
આજે તમે ખૂબ યાદ આવો છો.

આ જિંદગીના રસ્તામાં ક્યાંય ખોવાઈ છું પપ્પા
ફરીથી આ આંગળી પકડીને ચાલતા શીખવોને પપ્પા

ચાલોને, ક્યાંય દુર લોન્ગ ડ્રાઇવ પર જઈએ
બસ , તમે અને હું વર્ષો પછી એક સાંજે મળીએ.

સાચું કહું છું પપ્પા ...
આજે તમે ખૂબ યાદ આવો છો.

- SHILPA PARMAR "SHILU"

Read More

ક્યાંય તમારું મન કુપોષણનો શિકાર તો નથી ને...!!

સવારે જીમમાં જવાથી માંડીને રાત્રે ભરપેટ ભોજન સુધી આપણે સૌ આપણા શરીરની બરાબર કાળજી રાખીએ છીએ.જરાક વજન વધે એટલે સ્ટ્રીક ડાયટ ફોલો કરીએ છીએ.રોજ અરીસામાં આપણને જોઈને આનંદ થાય છે.પણ જરાક વિચારો આતો શરીરની કાળજી થઈ. આ શરીરની અંદર રહેલા મનનું શુ...!! તમને નથી લાગતું કે, "આપણું મન દિવસે ને દિવસે કુપોષિત થતું જાય છે.!!"શરીરની કાળજી રાખવામાં આપણે મનનું ધ્યાન રાખવાનું જ ભૂલી ગયા છીએ.જેમ શરીરને ખોરાકની જરૂર પડે છે એમ મનને પણ સારા વિચારોની જરૂર પડે છે.હવે ,તમને એમ થાય કે,"આ સારા વિચારો લાવવા ક્યાંથી...??" તો એનો એક માત્ર જવાબ છે વાંચન.

આજની વ્યસ્ત જિંદગીમાં આપણે સૌ વાંચન અને પુસ્તકોને ભૂલી ગયા છીએ.પુસ્તકોની જગ્યા આપણે સૌએ સોશિયલ મીડિયાને આપી દીધી છે.એક વાત યાદ રાખજો કે, જેટલા પણ મહાન વ્યક્તિઓ થઈ ગયા એમના જીવન તરફ નજર કરીએ તો એ બધા પણ ક્યાંકને ક્યાંય વાંચન અને પુસ્તકો સાથે જોડાયેલા હતા.આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જીવન વાંચનને કારણે જ બદલાયું છે.ગાંધીજી જ્યારે દરિયાઈ માર્ગે દક્ષિણ આફ્રિકા જતા હતા ત્યારે તેમણે જોન રસ્કિન નામનાં રશિયન લેખકનું "અન ટુ ધીસ લાસ્ટ" પુસ્તક વાંચ્યું હતું.આ પુસ્તક વાંચ્યા બાદ જ ગાંધીજીન વિચારો બદલાયા હતા.આપણા રાષ્ટ્રીય શાયર "ઝવેરચંદ મેઘણી સાહેબ " પણ પોતાના રોજીંદા ખર્ચામાં કાપ મુકીને પુસ્તકો ખરીદતા હતા.માઈક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સએ પણ પોતાના જીવનમાં વાંચન અને પુસ્તકોને મહત્વ આપ્યું છે.


પુસ્તક એ અરીસા સમાન છે.જેમાં તમે તમારા મનને જોઈ શકશો.વાંચવું એ એક જગ્યા પર બેસીને દુનિયા ફરવા જેવું અદભુત કામ છે.એક અમેરિકન લેખકએ કહ્યું છે કે, "જેટલું વધુ વાંચશો એટલું વધુ જાણશો, જેટલું વધુ જાણશો એટલું વધુ શીખશો, જેટલું વધુ શીખશો, એટલા વધુ સ્થળોએ તમે ફરશો. આ જાદુ માત્ર પુસ્તકો જ કરી શકે છે.” નોબલ-પ્રાઇઝ વિજેતા આલ્બર્ટ આઇન્સટાઇને પણ કહ્યું છે કે, "પુસ્તકો આપણાં જીવનના વિકાસ માટે ખૂબ અગત્યનો ભાગ ધરાવે છે." ગાંધીજી પણ કેહતા હતા કે, "પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાંય વધારે છે."

અંતે બસ એટલું જ કહીશ કે, આ આભાસી સોશિયલ મીડિયાની દુનિયામાંથી બહાર આવીને જરાક પુસ્તકોમાં ડુબકી લગાવીને તો જુઓ.આપણે વાંચીશું તો જ આપણી આવતી પેઢી પણ વાંચન નું મહત્વ સમજી શકશે.નહિતર એ દિવસ દૂર નથી જ્યારે તમારા બાળકને માટે પુસ્તક એ માત્ર બે પૂંઠા વચ્ચેનો સિલેબસ બનીને રહી જશે.

છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે:

જિંદગી ભી આજકલ
ગિનતીયો સે લૂમ કે
ગણિત કે આંકડે કે સાથ
એક આધા શેર પઢ રહી હૈ
મેં સહી ગલત કે પીછે
છોડ કે ચલી કહેરિયા

- SHILPA PARMAR "SHILU"

Read More

તે તો કહી દીધું, "આઈ લવ યુ....!!"
માત્ર ત્રણ શબ્દમાં મારે શુ સમજવું...!!

સાદી સીદી સાદગીને મેં અપનાવી છે.
મેકઅપ વગરની કાયા મને વ્હાલી છે.

મારા કાનમાં તને ગમતા પેલા ઝૂમખા નથી.
પગમાં ઝાંઝરનો ઝણકાર પણ નથી.

વાળની લંબાઈથી તો છોકરા જેવી લાગી છું
હા, હું દેખાવે થોડી લઘરવઘર ટાઈપની છું.

મેં આંખોમાં કોઈ કાજળ નથી આંજી
મારા હોઠે પેલી લિપસ્ટિક પણ નથી લગાવી

શર્ટ - પેન્ટ , ટૂંકા વાળ , એ જ મારો દેખાવ
શાંત, તોફાની, અલગારી એ જ મારો સ્વભાવ

બોલ, મારા મૌનને ઉકેલી શકીશ તું...!!
હું જેવી છું , એવી સ્વીકારી શકીશ તું...!!

ખાસ નોંધ : આ કવિતા એક કલ્પના છે.એમાં ઉલ્લેખનીય ઘટનાનો લેખકના જીવન સાથે કોઈ સંબંધ નથી.

- SHILPA PARMAR "SHILU"

Read More

આંગણે રોપવા ઝાડવાં આપશો ?
મીઠાં હોય એવા લીમડા આપશો ?

હું ક્યાં કંઈ વધારે માંગુ છું.
મારી જાત મળે એવા સરનામાં આપશો ?

આખે આખી ગઝલ તમને સોંપી દઉં.
શુ કાફિયા મને રદીફ સંગનાં આપશો ?

જીવન આખું યાદમાં વિતાવી દઈશ.
એક બુંદ ઈશ્કના પારખાં આપશો ?

મારી આ ગઝલ આજે અધુરી રહેશે.
તમે તખ્ખલુસ મારી મક્તામાં આપશો ??

- SHILPA PARMAR "SHILU"

Read More

"પ્રેમની મોસમ..."


પ્રેમ વિશે વાત કરતા હોઈએ તો મુકુલ ચોકસી સાહેબ લખે છે કે, " તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ.જગત આખામાં ફેલાઇ જશે ફોરમ… તમારા સમ..."

થોડા દિવસથી વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે.સોશિયલ મીડિયામાં પણ આજકાલ બધે પ્રેમ જ પ્રેમ છવાયેલો છે.હવે મને લાગે છે પ્રેમ પણ અપડેટ થઈ ગયો છે.જે પ્રેમ પેહલા "હું" અને "તું" નામની બે વ્યક્તિ વચ્ચે સીમિત હતો એ હવે જગજાહેર થવા લાગ્યો છે. સ્ટોરી અને સ્ટેટ્સ પૂરતો જ જોવા મળે એને ખરેખર પ્રેમ કહી શકાય...!!ના બિલકુલ ના જ કહી શકાય.આકર્ષણને પ્રેમનું નામ આપવું એ તદ્દન ખોટું છે .

પ્રેમ ઉપર આજ સુધી ઢગલો પુસ્તકો લખાયા છે છતાંય પ્રેમને કોઈ વ્યાખ્યામાં બાંધી શકાતો નથી.પ્રેમ એ ખુલ્લાં આકાશમાં ઉડતા પક્ષી સમાન છે એને પિંજરામાં કેદ ના રાખશો.એને એક ખુલ્લું આકાશ આપો.જ્યાં એ મન ભરીને ઉડી શકે.એને હક,શક,નાત,જાત,રૂપ,રંગ જેવા દરેક બંધનોથી મુક્ત કરી દો.પામી લેવાથી કોઈ માણસ ક્યારેય તમારું નથી થઈ જવાનું.કદાચ એ શરીરથી તમારી સાથે જોડાયેલુ હશે પણ મનથી એ ક્યારેય તમારું નહિ થાય.ગુલાબનું ફૂલ આપવુ કે ઘૂંટનીયે બેસીને આઈ લવ યુ કહેવું એ જ પ્રેમ છે એવું જરાય નથી.ફૂલ ભલે ના આપો પણ ફૂલની જેમ એને સાચવજો.ચોકલેટ અને ટેડી આપવાની જરૂર જ નથી માત્ર થોડું વ્હાલ અને અને થોડું માન આપજો.પ્રપોઝ કરવું પણ જરૂરી નથી કારણકે જો પ્રેમ સાચો હશે તો એક 'હા' અથવા 'ના' થી બદલાઈ નથી જવાનો.

તમે 21 ના હોવ કે 51 ના હોવ પણ મહત્વનું એ છે કે પ્રેમ હતો ,છે અને રહેશે. ‘લા મિઝરેબલ’ નાટકમાં વિક્ટર હ્યુગોએ લખેલા પ્રેમસંવાદનું એક વાક્ય છે કે, '‘ધ સુપ્રીમ હેપ્પિનેસ ઑફ લાઈફ ઈઝ ધ કન્વિક્શન ધેટ વી આર લવ્ડ બાય સમબડી, સમવ્હેર.’' આપણને જગતના કોઈક ખૂણે ક્યાંક કોઈક ચાહે છે તે વાતની હૈયાધારણ થાય છે, તે બહુ કીમતી છે.ગઝલ સમ્રાટ અંકિત ત્રિવેદી પણ કહે છે કે, "જે માણસ પ્રેમમાં નથી પડ્યો એ હજી માણસ તરીકે ઘડાવાનો બાકી છે." મેં ક્યાંક વાંચેલું છે કે,પ્રેમ કરશો કે કવિતા બે ય છે સરખી રમત ,ચાર શબ્દો ચાલશો,તો તેર શબ્દો ખુટશે. સંત કબીર સાહેબ પણ લખે છે કે, ''ઘડી ચઢે, ઘડી ઊતરે, વોહ તો પ્રેમ ના હોય...અઘટ પ્રેમ હી હૃદય બસે, પ્રેમ કહીએ સોય. ડેવિડ વિસ્ફોટ કહે છે કે, "ટુ બી લવ્ડ ઈસ ટુ ફીલ ધ સન ફ્રોમ બોથ સાઈડ. "પ્રેમ કરવો એ બંને બાજુથી સૂર્યનો અનુભવ કરવા સમાન છે.


અંતે તો બસ એટલું જ કહીશ કે,પ્રેમનો કોઈ દિવસ માનવીએ કે ના માનવીએ પણ દરેક દિવસે પ્રેમ હોવો જોઈએ.પ્રેમ કરવા માટે બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ બનવું જરૂરી નથી હોતું .તમે એક પેરેન્ટ્સ તરીકે,એક મિત્ર તરીકે,ભાઈ કે બહેન તરીકે પણ પ્રેમ કરી શકો છો.દરેક સંબંધમાં પ્રેમ રહેલો છે.આપણને જ ક્યાંક માણતા નથી આવડતું.

છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે :

ચાહે જો તુમ્હે પુરે દિલસે
મિલતા હૈ વો મુશ્કિલ સે
એસા જો કોઈ કહી હૈ
બસ વહી સબસે હસીન હૈ
ઉસ હાથ કો તુમ થામ લો

- SHILPA PARMAR "SHILU"

Read More

આમ ઉતાવળે ગઝલ રચાતી હશે !!
મત્લા વગર મારાથી મક્તા લખાતી હશે !!

મરવા માટે પણ અનેક ક્ષણ ભેગી કરવી પડે.
એક ઝાટકે કંઈ બધી ઉંમર જીવાતી હશે !!

કાયમ સુખની માંગણી કરવી જ કેમ !!
દુઃખ વગર સુખની કિંમત સમજાતી હશે !!

મન ભરીને રડવાની પણ મજા છે દોસ્ત,
ધરાને ચમોસા વગર રખાતી હશે !!

દરિયો છો તો દરિયો બનીને જીવજે
નદીમાં ભળવાથી ખારાશ પીવાતી હશે !!

- SHILPA PARMAR "SHILU"

Read More

SHILPA PARMAR...SHILU લિખિત વાર્તા "દેશપ્રેમી..." માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19906048/patriot

આભાર धन्यवाद THANK YOU...😇🙏

Read More

ધીમા છે પણ આ શ્વાસ હજી બાકી છે.
ધકડન ઉપર વિશ્વાસ હજી બાકી છે.

ભુલાયેલી યાદ ઘણી તાજી લાગે છે.
ક્યાંક મુલાકાતની આશ હજી બાકી છે.

આ ઉદાસીને જરાક સમજાવી દેજે,
અહીં જાત માટે કડવાશ હજી બાકી છે.

રહેવાને ઘર , કેમ શોધતો ફરું છું...!!
જાત સાથે વનવાસ હજી બાકી છે.

હતા, છે, હશે એ બધાની વાત ક્યાં કરી છે...!!
જીવીને મરેલી એક લાશ હજી બાકી છે.

દૂર દૂર મૃગજળ જેવું કઈંક તો દેખાય છે.
ગમતી કહી શકાય એવી એક ખાસ હજી બાકી છે

ધીમા છે પણ આ શ્વાસ હજી બાકી છે.
ધકડન ઉપર વિશ્વાસ હજી બાકી છે.

- SHILPA PARMAR "SHILU"

Read More