Hey, I am reading on Matrubharti! મિત્રો, હુ શૈલેષ જોશી Story Writer છુ અને ગુજરાતી લેખક મંડળ નો સભ્ય છુ. 2015મા મારી પબ્લીશ નાની પુસ્તિકા, જેનું ટાઇટલ "કોશિશ" છે. આ સિવાય એન્ટી-રેગિંગ પર ઍક શોર્ટ ફિલ્મ, જે પોલીટેકનીકનાં સ્ટુડન્ટ માટે લખેલ જે U Tube પર અવેલેબલ છે. તેમજ 2019માં આવેલ ગુજરાતી ફિલ્મ "તુ છે ને " જેની સ્ટોરી તેમજ એક સોન્ગ લખેલ, જે ઓસમાણભાઈ મિરે ગાયેલ છે

જન્મથી મૃત્યુ સુધી મળતી, ક્ષણ અને પળ,
આનંદથી જીવન જીવવા, જીવન સાર્થક કરવા માટે હોય છે.
ભુલ સુધારવા કે પાપનું પ્રાયશ્ચિત કરવા વપરાતી પળ કે ક્ષણ
એ આપણી ભુલ, બેદરકારી, અજ્ઞાનતા, કે આપણા મનસ્વી અહંકારી સ્વભાવ ને કારણે વપરાતી હોય છે.
જે આપણને સમગ્ર જીવન દરમ્યાન મળતાં સમયમાંથી એ પળ કે ક્ષણની બાદબાકી થઈ જતી હોય છે.

માટે આપણને મળતી દરેક પળ કે ક્ષણ

જે સમયે જે કરવાનું છે, તે સમયે તે ન કરીએ,
તો નીર-ઉપયોગ

કોઈનું જોઈ/સાંભળીને કરીએ તો
દુર-ઉપયોગ

આપણો સમય પારખી તેનો ઉપયોગ કરીએ તો
સદ્-ઉપયોગ

પરીણામના વિચારથી નિર્ણય ન બદલીએ
જે કરીએ આત્મવિશ્વાસ,મક્કમતા,ધીરજ અને ખંતથી કરીએ
પ્રભુ નિરાશ નહીં થવા દે.

Read More

https://www.matrubharti.com/shaileshjoshi0106gma

શુન્ય
બહુ અદ્ભૂત અવસ્થા છે.
શુન્ય સ્થાને પહોંચેલ લોકોમાંથી
કોઈ લમણે હાથ રાખી, ત્યાંજ બેસી જાય છે.
કોઈ થોભી, માત્ર વિચારોમાંજ લાંબો સમય વ્યતીત કરે છે.
તો કોઈ, ત્યાંથીજ નવી શરૂઆત કરી, અદ્ભૂત સફળતાની ઊંચાઈ પ્રાપ્ત કરે છે.
ખરેખર તો
શુન્ય અવસ્થા એ સમજાવે છે કે
હવે તારે જાતેજ કંઈ કરવાનું છે.
તુ કરી શકે છે.
તારે કોઈના આધાર/સહારાની જરૂર નથી.
જેનામાં ફરી ઉભા થવાની કાબેલિયત હોય, એનેજ આ અવસ્થા પ્રાપ્ત થાય છે.
બસ ખાલી આળસ/નિરાશા ખંખેરી, કાબેલિયતને કામે લગાડવાનું એકજ કામ કરવાનું છે.

Read More

દાંડિયા
ગમે તેટલી વાર ટકરાવ, ટકરાવાનો અને છુટા પડવાનો, ફરી પાછા ટકરાવાનો સમય, ઉત્સાહ, દેખાવ અને લય સરખો હોય તો જીવનમાં જલસો પડી જાય

-Shailesh Joshi

Read More

# નવરાત્રી
નવરાત્રી સ્પેશયલ

🙏 "માઁ"ના ગરબા પહેલાંનો દુહો

હે હે એ... અંબે માતા
તુ છો વિધાતા
અમે સૌ ગુણલા તારા ગાતા
માઁ આ..આ..
ગુણલા તારા ગાતા
નિત્ય તમારી સેવા કરીએ
તારા વીના કોઈથી ના ડરીએ
દુઃખ અમને ના પળે જરીએ
માઁ આ..આ..
દુઃખ અમને ના પળે જરીએ
કોઈ કષ્ટ સતાવે
રસ્તો તુ બતાવે
બધા વિગ્નો તુ હટાવે
માઁ આ.. આ..
વિગ્નો તુ હટાવે
માઁ તને જે ભુલ્યો
ઘમંડમાં જે ફૂલ્યો
એનો નર્કનો દરવાજો ખુલ્યો
માઁ આ..આ..
એનો નર્કનો દરવાજો ખુલ્યો
માઁ આ..આ..
નર્કનો દરવાજો ખુલ્યો.
નોંધ :- વાચક મિત્રો, જય અંબે
દુહો ગમ્યો હોય તો, તમારા બધા ગ્રુપમાં લિંક મોકલવા વિનંતિ.
ફરી માતૃભારતીની પુરી ટીમ, અને માતૃભારતીના તમામ લેખક તેમજ વાચક મિત્રોને શૈલેષ જોશીના
જય અંબે
🙏🙏🙏🙏🙏

Read More

https://www.matrubharti.com/shaileshjoshi0106gma

સર્વ દુઃખોનું નિરાકરણ, સમાધાન કે પછી, ભલે જીવનમાં દુઃખ કે વિકટ પરિસ્થિતિ આવે

તો તેમાંથી બહાર નીકળવા, એનો સામનો કરવા
કે પછી એ વિકટ અવસ્થાનો ભાર આપણે કેવી રીતે હળવો કરી શકીએ ?
તો તેનો જવાબ છે, "જ્ઞાન"

હવે આ જ્ઞાન આપણે, પ્રાપ્ત ક્યાં ક્યાંથી કરી શકીએ ?

★ "મા" નાં ખોળેથી ચાલુ થઈ ને, માતા-પિતાની "પરવરીશ" થી લઈ,
★ "અભ્યાસ" કાળથી લઈને, વડીલોની "આજ્ઞાનાં પાલન" સુધી
★ "સંત ગુરુ"ના આશિર્વાદથી લઈ,, પ્રભુ ભક્તિ દ્રારા
★ સાચા વ્યક્તિઓનાં "સંપર્ક"થી લઈ, મહાન માણસોનાં "જીવન આદર્શ"માંથી
તેમજ
સારા-સારા "સાહિત્યનાં વાંચન"થી
શર્ત એટલી
આમાંથી કંઈ પણ "ઉપરછલ્લુ" કે "દેખાવ પુરતું" ન હોવું જોઈએ.

Read More

પ્રભુએ જીવન જીવવા માટે આપ્યું છે.
એક-એક પળ માણવા કે સામનો કરવા માટે આપી છે.
આ સમયે માત્ર અંતરાત્માની વાત સાંભળી,
આ સમયે, આપણી પાસે, જે સ્થિતી,જગ્યા, સાથ, શક્તિ ને આવડત હોય,
એ પ્રમાણે એ ક્ષણ માણી લેવી કે લડી લેવું,
જીવનના પ્રશ્ન પેપરનો, એક પ્રશ્ન પણ, ભલે જેટલો આવડે તેટલો
પણ સોલ કરવાનો પ્રયાસ જરૂર કરવો, બિલકુલ બાકી ન છોડવો.
કેમકે, જીવનની પણ, અનિશ્ચિત પરંતુ એક સમય મર્યાદા હોય છે.


-Shailesh Joshi

Read More

Shailesh Joshi લિખિત નવલકથા "રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/20842/riya-shyam-by-shailesh-joshi

મનુષ્ય અવતારમાં એકબીજાની ઈજ્જત કરીએ
ભલે તે પરિચિત હોય કે અપરિચિત,
ઈજ્જત કરવી એ બહુ મોટી વાત છે.
આમાં કંઈ શીખવાનું નથી હોતું.
દરેકનાં સ્વભાવમાં હોવું જોઈએ.
જેને મળીએ, પ્રેમથી મળીએ, એજ પ્રભુનો આદેશ અને મનુષ્ય અવતારનો સાર છે.
આના માટે, પૈસાદાર હોવું, તાકતવર હોવું કે મોટા હોવું જરૂરી નથી.
સંજોગો વસાત અસમર્થ હોઈએ ત્યારે...
કોઈ કામની કે વાતની કોઈને અસંમતિ પણ એવા શબ્દોથી બતાવીએ કે,
સામેવાળાની નજરમાં આપણી ઈજ્જત ઓર વધી, આપણાં સબંધોને ધાઢ બનાવે.

Read More

ઘરનું ગાડું કઈ રીતે ચલાવવું ?

એ માટેની ભવિષ્યની, પરંતુ અનિવાર્ય, કાલ્પનિક ચિંતાઓની જીવન પર એવી અસર થાય છે,
જેમ
એક બંધ રેલ્વે ફાટક પાસે ઉભેલ વ્યક્તીની નજર સામે જાણે, એનીજ જીવનગાડી પસાર થઈ રહી હોય.
ઘોંઘાટ છે, વંટોળ છે, પરંતુ ગતી નથી.
આવા સમયે રઘવાયા થયા સીવાય,
વાહનનું એન્જિન બંધ કરી
થોડી શાંતિ જાળવી રાહ જોવી
આજુબાજુ નજર કરવી,
તો ખ્યાલ આવશે કે, અત્યારે આપણે એકલા સ્થગિત નથી.
આપણી આજુબાજુ અને સામે પણ,ઘણા સ્થગિત છે.
એમા કેટલાંક તો આપણાથી ખૂબ પાછળ છે.
રાહ જુઓ રસ્તો ખુલી જશે.
રસ્તો ખુલ્યા પછી પણ,
બીજી ફાટક, સિગ્નલ કે અન્ય કોઈ અડચણ આવવાનીજ છે.
એક વાત યાદ રાખવાની છે,
આપણા માટે રસ્તો સારો કે ખરાબ હોય તેનુ મહત્વ નથી, આપણું લક્ષ માત્રને માત્ર મંઝીલ હોવું જોઈએ.
ત્યાં સુધી પોતાની જાતને ખુશ રાખી, હિમ્મત આપી, કોઈની બનતી મદદ કરતા, સત્કર્મ વાવતા આગળ વધવાનું છે.
અહી એક જુના, પરંતુ જીવનનો જોશ વધારતા એક ખૂબ સુંદર ગીતની બે લાઈન યાદ આવી ગઈ.

"આદમી મુસાફિર હૈં
આતા હૈં, જાતા હૈં
આતે જાતે રસ્તે મે
યાદે, છોડ જાતા હૈં"

Read More

સર્વ દુઃખોનું મૂળ
આપણો કક્કોજ સાચોવાળી માનસિકતાને વળગી રહેવું.

-Shailesh Joshi

Shailesh Joshi લિખિત નવલકથા "ચાલો ઠીઠીયા કાઢીએ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/18629/chalo-thithiya-kadhia-by-shailesh-joshi