હું કવિ , ગીતકાર અને વાર્તાકાર છું . ગુજરાતી ફિલ્મોમાં પણ ગીત લખું છું .https://www.instagram.com/kavi_satvik_derashri/

કવિતાં :- " દિકરી નાં અવસર "

દિકરી નાં અવસરની વાત જ્યારે થાતી...
મારે મન મુંઝવણ એક હંમેશાં થાતી....
કે મારે ઘેર થાય પગલાં દિકરીનાં...
દિકરી આવતી તો સાથે ખુશીઓ પણ લાવતી...

દાદા માટે તો એ લાકડી ગણાંય....
અને બા માટે ઘડપણનો ટેકો....
ક્યારે તક મળે ને વ્હાલ કરી આવું....
દિકરી શોધતી હંમેશ એવો મોકો....

પપ્પા ની આંખોમાં એક દ્રશ્ય છે....
કે બેટા કહીશ તું ક્યારે મને પપ્પા....
પિતા વાતો કરે ને દિકરી સમજે પણ નહીં...
તોય કલાકો સુધી મારે છે ગપ્પા....

મમ્મી માટે તો દોસ્ત કહેવાતી...
અરસ - પરસ બેઉં ની લાગણીઓ વહેંચાતી....
દિકરી બોલે પણ નહીં ને બધું સમજી પણ જાય....
એવી " આરના " ની મમ્મી એ કહેવાતી....

હવે એટલું જ કહેવું છે બેટાં " આરના "....
પપ્પા જુએ છે રાહ તારી ક્યારનાં.....
જલ્દી મોટી થઈ જા પછી ભેગા બેસીને....
યાદ કરીશું જુનાં સંભારણા.... .

- કવિ સાત્વિક દેરાશ્રી " સાર " .
#daughters #love #poetry #kavita #lyricist

Read More

" ને પછી તો "....
#poetry #kavita #lyricist #love #

" વિશ્વ વ્યાપી મહામારી કોરોના ની સામે જંગ લડી રહેલાં તમામ વિરો માટેનું ગીત ".
#coronaworries #GocoronaGo #poetry #lyricist #writer

કવિતા :- "શબ્દ લખું કે લખું સરિતા
વ્હાલપ તમને ગમે ખરું તે "

"શબ્દ લખું કે લખું સરિતા, વ્હાલપ તમને ગમે ખરું તે ;
સીધું કહું કે કહું કહાની , વ્હાલપ તમને ગમે ખરું તે" ;

"ટીપાં પરથી ઝાંકળ રચવું , પડઘા પરથી ઝાંઝર ;
ફોરમ પરથી ફૂલ ચીતરું , વ્હાલપ તમને ગમે ખરું તે " ;

"હતો સુરજ માથે મ્હારી , કિરણો ને કંડારું ;
ચાંદની થી ચાંદ સર્જુ , વ્હાલપ તમને ગમે ખરું તે" ;

"આંસુઓ ના ખોબા ભરી , તારી માંગ સવારું ,
વ્હાલ નાં હું મીંઠણ બાંધુ , વ્હાલપ તમને ગમે ખરું તે" ;

"શબ્દ લખું કે લખું સરિતા ,વ્હાલપ તમને ગમે ખરું તે" ;
સીધું કહું કે કહું કહાની , વ્હાલપ તમને ગમે ખરું તે" .

~ સાત્વિક દેરાશ્રી "સાર"

Read More