મિત્રો, હું રોનક જોષી એક ખાનગી કંપનીમાં નોકરી કરુ છુ. લેખન વાંચન નો શોખ ધરાવું છુ. માતૃભારતી પર લખવાની શરૂઆત કરી એ પહેલા મેં સોપિઝેન એપ પર કેટલાક સુવાક્યો અને લેખ લખેલા છે. જેમકે "ફાલતુ", "સ્ટમ્પીંગ", "માનવતા - એક વાસ્તવિકતા", "યાદ હજુ તાજી છે", "આત્મહત્યા કે વિશ્વાસઘાત" , "હું સેલ્ફી ક્યારે લઈ શકીશ" વગેરે...

#નવરાત્રી

રમવા હાલોને...


હે આવી આવી છે આસોની નવલી નવરાત રમવા હાલોને,

હે વાગી વાગી છે મોરલીધરની મોરલી આજ રમવા હાલોને.

હે આજ આવ્યા છે માં અંબા, દુર્ગા બહુચર સાથ રમવા હાલોને,

હે માડી આવ્યા છે સજી સોળે શણગાર રમવા હાલોને.

હે માડીએ હાથ ધર્યા છે શંખ, ચક્ર ત્રિશુલ રમવા હાલોને,

હે માડી એ ધર્યા છે નવરાત ના નવ રૂપ રમવા હાલોને.

હે માડી ઉતર્યા છે ભક્તો ના દર્શન ને કાજ રમવા હાલોને,

હે માડી રાખજે અમો પર સદૈવ આશીર્વાદ રમવા હાલોને.

હે આવી આવી છે આસોની નવલી નવરાત રમવા હાલોને.

-રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.
ronakjoshi226@gmail.com

Read More

એકબીજા સાથે "ગમેતેવું" નહી, પરંતુ એકબીજાને "ગમે" તેવું વર્તન કરવું જોઈએ.

-Ronak Joshi

શ્વાસમાં વિશ્વાસ અને હૂંફ ભળે,
તો આવાસમાં સુંદર સુવાસ ભળે.
#આવાસ

આપણા ગુજરાતીમાં એક કહેવત છે...

દીકરી અને ગાય દોરે ત્યાં જાય.

પરંતુ શુ આજે દીકરી કે ગાય સુરક્ષિત છે?

#પશુ

Ronak Joshi R. J લિખિત વાર્તા "માણસ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19889117/manas

Ronak Joshi R. J લિખિત વાર્તા "UBUNTU કુટુમ્બુ - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19890342/ubuntu-family-1

ભુલ થઈ હોય અજાણતા તો માફી આપી શકાય પરંતુ જાણી જોઈને કરેલી ભુલ ગુના સમાન કહેવાય એની માફી ના આપી શકાય.
#માફી

Read More