अहं ब्रह्मास्मि...

હું લડ્યો છું ને લડતો રહીશ,
પરિસ્થિતિ સામે પડતો રહીશ.

-ધબકાર

કારણ ખુશાલીનું બસ એકજ રાખ્યું,
તું બસ યાદ કરે, હું ખુશીથી છલકાઉં.

-ધબકાર

ફરી અળગો કર્યો, હતો એવો ને એવો,
એનાથી, લાગણીથી, એના જીવનથી,
હું થંભી જાઉં ચાલ, પણ શ્વાસ જોને!
રોકાઈ જાઉં ફરી, આ વિશ્વાસ જોને!

-ધબકાર

Read More

કહી દે ને તું...
હાથ પકડી, ખેંચી, લઈ જઈશ મારી દુનિયામાં,
આ સવાલોથી દુર...
જ્યાં બસ મારો ખોળો, લાગણીઓ, બસ હોય તું!

-ધબકાર

Read More

ફરી હતો ત્યાંજ એકાંત ના સાથમાં,
ફરીથી ઝકડ્યો એણે બાહુપાશમાં,
ફરિયાદ તો શું કરવી! મળ્યું એ બહું,
ચમકી ઉઠીશ ક્યારેક હું આકાશમાં.

-ધબકાર

Read More

સમીપ તો કદાચ હું ઈશ્વરની પણ નહોતો,
એટલો તારા, તે મને રાખ્યો હતો,
વિશ્વાસ જગાવ્યો મને મારા પર,
જીવંત કર્યો ને ફરી કેમ એકલો રાખ્યો હતો!

-ધબકાર

Read More

રાહ જોતો રહ્યો હું, પાગલની જેમ,
ખાસ દિવસે શ્વાસ બનવા,
એની તૂટેલી આસનો વિશ્વાસ બનવા.

-ધબકાર

શું કહેવું, ક્યારે કહેવું, કેવું કહેવું બસ મારા સવાલો!
ભરી આલિંગનમાં તારો બનાવ નહીં માંગુ જવાબો!

-ધબકાર

માંગ્યું હું આપીશ,
લાગણી, પ્રેમ, વિરહ...
બોલ તું શું માંગીશ!

-ધબકાર

દરેક દિવસે કંઈ ને કંઈ છૂટતું જાય છે,
રાત વીતી રાહમાં...
ધબકારનું વહાલ હવે ખૂટતું જાય છે.

-ધબકાર