સપના તો સૌ જુવે. ઇશ્વરે માનવજાતને જ માત્ર આ અનોખુ વરદાન બક્ષ્યુ છે. મેં પણ નાનપણમાં આવા કંઇક સપનાઓ જોયા હશે. પપ્પા (શશિકાંત નાણાવટી)ના જર્નાલીઝમના પ્રોફેશન અને મમ્મી( ઇન્દુબેન નાણાવટી)ની ડોક્ટર તરીકેની કારકીર્દીમાં નાનપણથી જ એવી કેટલીય પ્રતિભાઓને જોવા મળવાનુ થયુ જેમને જોઇને એવા બનવાનુ મન થઈ જતુ. કોઇને સરસ ગાતા જોઇએ -સાંભળીને એમાં પોતાની જાતને ગોઠવીને સરસ ગાતી હોઉ એવી કલ્પના કરી લેવાનુ મન થઈ જતુ. ક્યાંક જાહેર સમારંભ કે પબ્લીક પ્લેસમાં ડોક્ટરો તરફની લોકોની જે માન ભરી દ્ર્ષ્ટી જોઇ છે એ જોઇને મમ્મીની જેમ ડોક્ટર બનીશ એવી કલ્પના ય કરી લેવાનો મોહ થઈ જતો પણ એ બધી પરીકથાની કલ્પનાઓ જેવી. પરીકથાની કલ્પના જેવુ બાળપણ તો સડસડાટ વહી ગયુ. પણ સત્ય તો એ હતું કે સાવ જ નાનપણથી જ વાંચનનો શોખ તો ખુબ. વેકેશન શરૂ થાય અને લાયબ્રેરી તરફ મન અને પગ દોડવા માંડે. ઘર પણ વાંચનના ખજાના એટલે કે ગુજરાત વિદ્યાપીઠની એકદમ નજીક એટલે મઝા જ મઝા.. ઘરમાં પણ વાંચનનો માહોલ. સરસ સરસ વાંચતા એવો ય ક્યારેક વિચાર આવી જતો કે પપ્પાની જેમ હું પણ કંઇક લખી શકીશ પણ એ બીજ ક્યાંક અંકુરિત થઈને આમ ઉગી નિકળશે એવુ તો એ સમયે પણ વિચાર્યુ નહોતુ. બસ ! એ તો આમ જ સાક

Word : Suresh Jani
Voice : Rajul Kaushik
Visual: Kaushik Shah
Tap. : On picture.👆👆👆👆👆

epost thumb