ચાલ જીંદગી થોડું બેસીએ..

નિશાની શું બતાવુ તને મારા ધરની...

જયા દિવાલો ઉદાસ લાગે...
ત્યા આવી જજે...

“રસમ
અહીંની જુદી,
નિયમ સાવ નોખા,

અમારે તો
શબ્દો જ કંકુ ને ચોખા.”

મને સાગરની જેમ ખળભળાવી મુકવા માટે તારું એક નામ પુરતું છે...

સવારના પહોરમાં..
ડરથી થરથરતા
ગુલાબે
ભમરાને
ધીરેથી કહ્યું :
" પ્રિય , અલવિદા ...
પ્રેમના નામે
આજે મારો વધ થશે ... "

Read More

કોઈને પૂરતો, કોઈને અલ્પ મળી ગયો !
નક્કી જગતને આપણો વિકલ્પ મળી ગયો !!

કેટલાય જન્મોની આ સાધના જાણે ફળી..
તારી હથેળીમાં મને મારું બ્રહ્માંડ ગયું મળી..

ચહેરાઓ ની પાર રહેલા ચહેરા ને હું શોધું છું..
જેને હું શોધું છું.. એને ઇશ્વર કહી સંબોધું છું..

આપ
કહે તો..
આ સંબંધને
આપી દઉં એક નામ..?

આંખોમાથી
સ્નેહ વરસે ત્યાં..
સગપણ નું શું કામ..??

એક
હુંફાળા
સ્મિત માટે..

લુંટાવી દઉં તમામ...

Read More