જિંદગીમાં દુઃખો એટલા મળ્યા કે વિચાર્યું અપનાવી લઉં મોત, પણ તારી સાથે રહી સુખની અનુભૂતિ એવી થઇ કે વિચાર્યું થોડું તારા માટે જીવી લઉં એ મારા દોસ્ત..જોડે ચાલવું એ સરુઆત છે … જોડે રેહવું એ પ્રગતિ છે…. જોડે જીવવું એ ઝીંદગી છે…. જોડે મરવું એ પ્રેમ છે…. પણ અલગ રહી ને પણ જોડે રેહવું એ મિત્રતા છે…

??..અનેરી આશ..??

સુરજ ની રોશની માં ઝળહળવું છે મારે,
ચંદ્ર ની ચાંદની માં ચમકવું છે મારે,

તારા ના તેજ માં ટમટમવું છે મારે,
ખીલતા ગુલાબ માં ખીલવું છે મારે.

અમાસની કાળી રાત માં અદ્રશ્ય થવું છે મારે,
પૂનમ ના ચંદ્ર માં ચમકવું છે મારે,

ગિટાર ના તાર માં રણઝણવું છે મારે,
સાગર ના નીર માં ઘઘુમવું છે મારે.

તૂટતા દિલ ની સાથે તૂટવું છે મારે.
નવા સંબંધ ની સાથે જોડાવું છે મારે.

આ ‘અનેરી’ આશ માં લેહરાવવું છે મારે,
સપના ની જીત માં જીવવું છે મારે..........
kh@n.com

Read More

સપના ની દુનિયા
સપનાઓ ની “અનેરી” દુનિયામાં,
કોઈક ખોવાઈ ગયું છે.

ચમકતી મોતી ની માળા માં,
એક મોતી ફિક્કું પડી ગયું છે.

બધા ફૂલો માં કોઈ એક ફૂલ
મુરઝાઈ ગયું છે.

સમુદ્ર માં રહેલી નાવ માંથી,
એક નાવ અદ્રશ્ય થઇ ગઈ છે.

આકાશ માં ટમટમતા તારાઓ માંથી ,
એક તારો ખરી પડ્યો છે.........
kh@n.com

Read More

કોઈનો લાડકવાયો..... ..
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે

ઘાયલ મરતાં મરતાં રે
માતની આઝાદી ગાવે

કોની વનિતા કોની માતા ભગિની ટોળે વળતી
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી

મુખથી ખમ્મા ખમ્મા કરતી
માથે કર મીઠો ધરતી

થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને
શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને

નિજ ગૌરવ કેરે ગાને
જખમી જન જાગે અભિમાને

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો
છેવાડો ને એકલવાયો અબોલ એક સૂતેલો

અણપૂછયો અણપ્રીછેલો
કોઈનો અજાણ લાડીલો

એનું શિર ખોળામાં લેવા કોઈ જનેતા ના'વી
એને સીંચણ તેલ-કચોળા નવ કોઈ બહેની લાવી

કોઈના લાડકવાયાની
ન કોઈએ ખબર પૂછાવી

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી

કોઈના લાડકવાયાની
આંખડી અમૃત નીતરતી

કોઈના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં
આખરની સ્મૃતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં

આતમ-દીપક ઓલાયા
ઓષ્ટનાં ગુલાબ કરમાયાં

કોઈના એ લાડકડા પાસે હળવે પગ સંચરજો
હળવે એનાં હૈયા ઉપર કર-જોડામણ કરજો

પાસે ધૂપસળી ધરજો
કાનમાં પ્રભુપદ ઉચ્ચરજો

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ચુંબન ધીરે

સહુ માતા ને ભગિની રે
ગોદ લેજો ધીરે ધીરે

વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા

રે! તમ ચુંબન ચોડાતાં
પામશે લાડકડો શાતા

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી
એની રક્ષા કાજે અહરનિશ પ્રભુને પાયે પડતી

ઉરની એકાંતે રડતી
વિજોગણ હશે દિનો ગણતી

કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા

વસમાં વળામણાં દેતાં
બાથ ભીડી બે પળ લેતાં

એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી
જોતી એની રૂધિર છલક્તી ગજગજ પ્હોળી છાતી

અધબીડ્યાં બારણિયાંમાંથી
રડી હશે કો આંખ બે રાતી

એવી કોઈ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે
એકલડો ને અણબૂઝેલો અગન પિછોડી ઓઢે

કોઈના લાડકવાયાને
ચૂમે પાવકજ્વાલા મોઢે

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી
એ પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી

લખજો: 'ખાક પડી આંહી
કોઈના લાડકવાયાની'..... .
kh@n.com

Read More

પળ પળ તરસતી તારા માટે
પળ પળ તરસતી તારા માટે,
ખન ખન ખનકતી તારા માટે.

હંમેશ ખોવાતી તારા જ સ્મરણ માં,
આ હૈયું ધબકે છે તારી જ માટે.

આંખો વરસે છે તારા વિરહ માં,
ને કાન તરસે છે તને સાંભળવા,

શું કામ રિસાય છે આટલું ઓ કા’ન,
આ રાધા થઇ છે તારી દીવાની.

જીવ જાય છે હવે તારા વિરહ માં,
એક જ ‘અનેરી’ ઝંખના છે તારા મિલન ની….
kh@n.com

Read More

રૂપ સિતમથી લેશ ન અટકે,
પ્રેમ ભલેને માથું પટકે !
આપ જ મારું દૃષ્ટિ-બિન્દુ,
હોય ભ્રમર તે જ્યાં ત્યાં ભટકે.
પ્રેમ-નગરના ન્યાય નિરાળા,
નિર્દોષો પણ ફાંસી લટકે.
બચપણ, યૌવન, વૃદ્ધાવસ્થા,
જીવન પણ છે કટકે કટકે.
રૂપના ફંદા ડગલે ડગલે,
દિલ-પંખેરું ક્યાંથી છટકે?
પાપ નહીં હું પ્રેમ કરું છું,
ના મારો ફિટકારને ફટકે.
એ જ મુસાફિર જગમાં સાચો,
જેની પાછળ મંઝિલ ભટકે.
દીપ પતંગને કોઈ ન રોકે,
પ્રીત અમારી સૌને ખટકે.
નજરોના આવેશને રોકો,
તૂટી જશે દિલ એક જ ઝટકે.
ઊંધ અમારી વેરણ થઈ છે,
નેણ અભાગી ક્યાંથી મટકે?
એ ઝુલ્ફો ને એનાં જાદૂ :
એક્ એક્ લટમાં સો દિલ લટકે.
એક્ એક્ શે’રમાં કહેતો રહ્યો છું,
પ્રેમ-ક્હાણી કટકે કટકે.
પ્રેમનો મહિમા ગાતાં રહેવું,
જ્યાં લગી ‘આસિમ’ શ્વાસ ન અટકે.

Read More
epost thumb

એની અસર જો બેયનાં હૈયે લાગી નથી,
તો માનજો કે પ્રેમની એ માંદગી નથી…

ઊડી ન જાય રંગ મહોબ્બતતો ઓ હ્રદય,
એનામાં પહેલાં જેવી હવે સાદગી નથી…

એના ગયા પછી હું નિખાલસ બની ગયો,
મારા જીવનમાં કાંઇ હવે ખાનગી નથી…

જે રીતે છેતરું છું મને તારા નામ પર,
એ રીતે મારી જાતને તેં પણ ઠગી નથી…

ઓ પ્રેમ ચાલ રૂપના પરદાય ચીરીએ,
ખુદનાં જ વસ્ત્રફાડ એ દિવાનગી નથી…

દુનિયાનો ખ્યાલ રાખી ખુદાને નમો નહીં,
મસ્તકનો બોજ છે એ કોઇ બંદગી નથી…

આમ જ હસી ન કાઢ હવે મારી વાતને,
આ દિલનું દર્દ છે, આ કોઇ દિલ્લગી નથી…

જોઉં છું એમ બહારથી હું ખુલ્લાં દ્રારને,
અંદર જવાની જાણે કે પરવાનગી નથી…

માન્યું કે પ્રેમ પાપ છે કિન્તુ પવિત્ર પાપ,
બદનામી એમાં હોય છે, શરમિંદગી નથી…

બેફામ કાં રડે છે બધાં મારા મોત પર?
ક્યાં જીંદગી હતી કે હવે જીંદગી નથી?

દિલમાં હજી ઘણાંય તમન્નાનાં ફૂલ છે,
કિન્તુ પ્રથમના જેવી હવે તાજગી નથી…

આમારી આખરી પોસ્ટ છે દોસ્તો.......તમારો સાથ મળ્યો
તે હુમેશા યાદ રહેશે.................
kh@n.com

Read More
epost thumb

એક છોકરી મોંઘુ પરફ્યુમ લગાવીને લીફ્ટમાં આવી અને સંતાને જોઈને બોલી - કોબરા પરફ્યૂમ, 6000 રૂપિયા..
બીજી છોકરી આવી અને એ પણ સંતાને જોઈને બોલી - બ્રૂટ પરફ્યૂમ 7000 રૂપિયા.
અચાનક લિફ્ટ રોકાઈ ગઈ.
બંને છોકરીઓ પોત પોતાનું નાક પકડીને સંતાને જોવા લાગી.
સંતાએ સ્માઈલ આપતા કહ્યુ - મૂળો.. 15 રૂપિયા કિલો.
kh@n.com

Read More

એક છોકરી મેચ જોવા ગઈ

અને હોંઠ પર ઈડિયાના તિરંગાના રંગ લગાવ્યા હતા.

એક છોકરો આવ્યો અને તેને કીસ કરીને ચાલ્યો ગયો અને બોલ્યો

આઈ લવ માઈ ઈંડિયા ???
kh@n.com

Read More

એક છોકરી ઘરેથી ભાગી ગઈ અને ત્રણ દિવસ પછી પરત આવી

છોકરીના પિતા ગુસ્સામાં બોલ્યું " હવે શું લેવા આવી છે " ?

છોકરીએ જવાબ આપ્યા

પાતળી પિનના ચાર્જર
kh@n.com

Read More