અહીં તહીં જ્યાં જુઓ ત્યાં બસ કોરોના જ છવાયો છે;
ધ્યાન રાખજો, ન રહેજો ગાફેલ આ મોતનો સાયો છે;

બન્યા વોરીયર્સ ડૉક્ટર, પોલીસ ને સાથે સફાઈ કામદાર,
બધાં વચ્ચે હમેશાં એક વીજ કર્મચારી જ ભૂલાયો છે;

એ પણ લે છે જોખમ છોડી ચિંતા પોતાના ઘરબારની,
છતાં વખાણ તો છોડો વીજ કર્મી હમેશાં વગોવાયો છે;

ઠંડી, ગરમી, વરસાદ હોય કે હોય પછી લોક ડાઉન,
ઘરમાં ના રહેતાં એ હમેશાં ઓન ડ્યુટી જ દેખાયો છે;

થઈ શકે તો કરજો સરાહના વીજ કર્મચારીની "વ્યોમ"
એ પણ છે કોઈ ઘરનો દીપક ને કોઈ માતાનો જાયો છે;

...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Read More

મન ચડ્યું છે હરખની હેલીએ;
જઈ પહોચ્યું છે એની મેડીએ;

ના લઉં હવે કોઈ બીજી ડગર,
મારે તો જાવું છે એની કેડિએ;

નિકળ્યો જ્યાં આંગણ વટાવીને,
આજ મળી છે એ મને ડેલીએ;

આપ્યું છે આમંત્રણ આંખોથી,
એ નિમંત્રણ અમે કેમ ઠેલીએ?

એની અદાએ કર્યો'તો દિવાનો,
મન કર્યું ઘેલું મારૂં એ ઘેલીએ;

કરી દઉં આજ એકરાર પ્રેમનો,
સાથ મળીને જીવનને મઢેલીએ;

કરી શકું છું હું પ્રાણ ન્યોછાવર,
મુક્યું જો દિલ એની અઢેલીએ;

મળી આજ કહી દઉં હાલે દિલ,
હવે વિરહ પણ કેટલો જેલીએ?

મળે તો "વ્યોમ" જીવતે મળજે,
નહીંતર નઈ મળું ઘડી છેલ્લીએ;

...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Read More

લખવા બેઠો કવન ને કાગળમાં એક ચહેરો દેખાયો હતો;
આંખો મસળીને જોયું તો એક જાણીતો પડછાયો હતો;

ભૂલવાની કોશિશ કરું છું પણ કેમ કરી ભૂલવું મારે હવે,
જે ન હતો ફક્ત શમણામાં એતો દિલમાં કોતરાયો હતો;

રીંસાયો હોત તો મનાવી લેત હું આપી મારા પ્રાણ પણ,
એને કેમ કરી મનાવું જે રીંસાયો નૈ પણ બદલાયો હતો;

શોધતો રહ્યો છું હર જગા એને દર બ દર ભટકી ભટકી,
પણ એ ન મળ્યો કારણ કે એતો અંધકારનો સાયો હતો;

એ આવશે જરૂર મને મળવા એક'દિ તું જોજે "વ્યોમ",
જીવનભર બસ આ એક ખ્યાલ રૂદિયામાં સમાયો હતો;

...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Read More

ચૂડીનો ખનકાર ને તારી પાયલનો ઝણકાર,
એજ છે ગોરી મારા રૂદિયાનો ધબકાર.

આંખોમાં છે કાજળ,બિંદી છે કપાળ,
નાક પર ચમકે છે નથડીનો ચમકાર.
એજ છે ગોરી મારા રૂદિયાનો ધબકાર.

કાયા કામણગારી, ને ગાલો પર લાલી,
હોઠો પર છે મિઠા સ્મિતનો મલકાટ.
એજ છે ગોરી મારા રૂદિયાનો ધબકાર.

કેડે છે કંદોરો, કેશમાં બાંધ્યો અંબોડો,
અંગે લહેરાય રેશમી ઓઢણીનો ફનકાર.
એજ છે ગોરી મારા રૂદિયાનો ધબકાર.

અંગ અંગ મોગરા સમ મહેકે,
ચહેરા પર ભીની લટ લટકે,
બદન લાગે છે જાણે સુવર્ણ અલંકાર.
એજ છે ગોરી મારા રૂદિયાનો ધબકાર.

ચૂડીનો ખનકાર ને તારી પાયલનો ઝણકાર,
એજ છે ગોરી મારા રૂદિયાનો ધબકાર.

...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Read More

જિંદગીમાં નવો મોડ આવ્યો છે;
જીવવા માટે નવા કોડ લાવ્યો છે;

પરિવર્તન એ કુદરતનો નિયમ છે,
સમજાવવા નવું જોર લાવ્યો છે;

લહેરાઈ ઊઠીશું હવે નવા સ્થાને,
અમે આજ નવો છોડ વાવ્યો છે;

પામીશું જરૂર મંઝિલને જીવનમાં,
નવી આશાને નવા હોડ લાવ્યો છે;

ન ગભરાતો ન પાછો હટજે "વ્યોમ"
તારા અનુભવનો નિચોડ આવ્યો છે;

...✍️ વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Read More

મારા હૈયામાં થઇ છે આજ એમની પધરામણી;
કરી છે મેં એમની દિલની ધડકનથી સરખામણી;

નજર થી મળી નજરને કહ્યા મેં એ પાંચ શબ્દ,
નજર ઝુકાવીને શરમાઈ, જાણે હોય લજામણી;

ભલેને મૂખેથી એમણે કાંઇ પણ ના કહ્યું, પરંતુ
મુસ્કુરાઈને મિલનની એ ઘડી કરી રળિયામણી;

સ્વિકાર કર્યો છે જ્યારે એમણે પ્યાર હવે મારો,
બાકી બીજી બઘી ઈચ્છાઓ મને લાગે વામણી;

ખીલી ઊઠ્યો છે ચંદ્ર સોળે કળાએ આકાશમાં,
સિતારાઓ પણ ખરી ખરીને આપે છે વધામણી;

નથી રહેવાતું હવે એક પળ પણ દૂર એમનાથી,
હરેક પળ જૂદાઈની થઈ ગઈ છે અળખામણી;

નહીં છોડું હાથ, ને સાથ હું જીવનભર "વ્યોમ",
ભલેને મોત પણ આવીને કરે ખૂબ ભલામણી;

...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Read More

વિચારોમાં એમના એવો ગરકાવ થયો કે,
અજાણતાં જ નખ ખોતરાઈ જાય છે.

એમના વ્યક્તિત્વ માં છેજ કંઈક એવું કે,
ન લખવું હોય તો લેખ લખાઈ જાય છે.

ક્યાંક છૂટે ના સાથ એમનો એ વિચારે જ,
ના ચાહતાં પણ દખ નોતરાઈ જાય છે.

ગુમસૂમ થૈ જાઉં છું એમના વિચારો કરતાં,
આમ ને આમ સુખ વિખેરાઈ જાય છે.

નકારાત્મક વિચારો આવ્યા કરે છે સતત,
એથી જીવનમાં વખ ઘોળાઈ જાય છે.

મૃત્યુ બાદ ની ક્યાં કોઈ ખબર છે "વ્યોમ"
જીવતાં અહીં દોજખ જીવાઈ જાય છે.

પણ, જોઉં છું જ્યારે એનો હસતો ચહેરો,
હૈયામાં અનેરો હરખ છવાઈ જાય છે.

...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Read More

" થતો ગયો "
--------------
દિન બ દિન હું એમનો દિવાનો થતો ગયો;
જાણે કે હું તો શમાનો પરવાનો થતો ગયો;

જોઈ ના શકી આ દુનિયા શું પ્રેમ અમારો,
કે અમારી વિરુદ્ધ આ જમાનો થતો ગયો?

દુનિયાના ડરથી એ કેટલાં રહે છે મારાથી દૂર,
તોય જૂદાઈમાં એ સબંધ સુહાનો થતો ગયો;

મળી નથી શકતાં એકબીજાને તો શું થયું?
આ સમય પણ યાદોનો ખજાનો થતો ગયો;

આ પ્રેમ બન્યો છે ગાઢ ને મજબૂત એટલો,
કે જેટલો સબંધ અમારો પુરાનો થતો ગયો;

...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Read More

થતી રહી છે મારી અવગણના કે, ઈશ્વર પણ મારી મજાક કરે છે;
ખોટા પડ્યા જીવનના દાખલા કે, ઈશ્વર પણ મારી મજાક કરે છે;

અમૃત ભરેલો પ્યાલો ધરીને પછી રાખીજ દે છે એ મને તરસ્યો,
હવે દૂર થતાં ગયાં છે ઝાંઝવાં કે, ઈશ્વર પણ મારી મજાક કરે છે;

કર્યા છે સદાય પ્રયાસ મેં ફૂલો પાથરવાના દરેકના રસ્તાઓ પર,
છતાંય મને જ મળી યાતના કે, ઈશ્વર પણ મારી મજાક કરે છે;

તુંજ મારો પાલનહાર છે ને તુંજ તો રહ્યો હમેશાં મારો આધાર,
હવે તો સમજ મારી વેદના કે, ઈશ્વર પણ મારી મજાક કરે છે;

બનાવ્યો છે તેં મને માનવ ને થઈ હશે ઘણી એ ભૂલો મારાથી,
તું કર ક્ષમા ને સાંભળ પ્રાર્થના કે, ઈશ્વર પણ મારી મજાક કરે છે;

તારૂં છોળું સમજીને લઈ લે મને તારા શરણમાં ને કર મારો ઉધ્ધાર,
હવે તો કરી દે પૂરી મારી કામના કે, ઈશ્વર પણ મારી મજાક કરે છે;

કરે છે હાથ જોડીને આજીજી 'વ્યોમ' તમને કે બહુ થઈ ગયું હવે,
કિસ્મતના ખોલી દે દરવાજા કે, ઈશ્વર પણ મારી મજાક કરે છે;

...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Read More

જવાબદારીઓથી ભરેલા જીવનની વાત કરૂં,
કે પછી ખોખલા જીવાતા મરણની વાત કરૂં.

સમંદરમાં ભરેલા એ ખારા જળની વાત કરૂં,
કે પછી તરસ છિપાવતા ઝરણની વાત કરૂં.

આમ જુવો તો નથી એક ટીપું પાણી રણમાં,
કો તો ઝાંઝવાં વાંહે દોડતા હરણની વાત કરૂં.

જીવતેજીવ તો ના કર્યું કાંઇ પણ મોક્ષ માટે,
તો કેમ? મૃત્યુ બાદ કરાતા તરણની વાત કરૂં.

હવે મિત્રતા પણ ક્યાં થાય કોઈ સ્વાર્થ વગર?
તો કેમ? મિત્ર માટે કુરબાન કરણની વાત કરૂં.

જે છોડીને ગયા છે અધવચાળે ભવસાગરમાં,
તો કેમ કરીને? હું એમના સ્મરણની વાત કરૂં.

નાત-જાત, ઊંચ-નિચ માટે લડતા માણસના,
હવે, કેમ ? કોના? ને ક્યા? વરણની વાત કરૂં.

માણસની કામ વાસનામાં ઢરણની વાત કરૂં,
કે, ભગવાનના સાંનિધ્યના શરણની વાત કરૂં.

તુંજ કહે "વિએમ" દિલની ધડકનની વાત કરૂં,
કે, શ્વાસને પરાણે ચલાવતા ધમણની વાત કરૂં.

...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO (GEB)

Read More