Mathabhare Natho book and story is written by bharat chaklashiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mathabhare Natho is also popular in Classic Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
માથાભારે નાથો - Novels
by bharat chaklashiya
in
Gujarati Classic Stories
માથા ફરેલ નાથો [1]" લ્યો બેન, આ ફોર્મ. તમે કીધું ઇ પ્રમાણે મેં ભરી દીધું છે. મારું એડમિશન પાકું ને ? અને કેટલી ફી ભરવાની છે ?" નાથાએ લાબું ડોકું કરીને કાચની ઉપરની ધારે દાઢી ટેકવીને એ કાચમાં નીચેની બાજુએ રહેલા અર્ધગોળાકાર હોલમાં આખો હાથ નાખીને ફોર્મ આપતા કહ્યું. એ કાચ પાછળ કાઉન્ટર પર બેઠેલી ચાર્મી ચપટવાલાના નાક સાથે ફોર્મ અડી ગયું."ઓ ભાઈ, ટમે દુઉડ રાખોની, આ રિટે ની ચાલે.." સુરતી ચપટવાલાએ ખિજાઇને કહ્યું. અમારા સુરતમાં "વાલા" બહુ ! મોટાભાગના સુરતી "વાલા" જ હોય. જેમ કે ગાયવાલા, દૂધવાલા, જરીવાલા,ઘીવાલા વગેરે."દુઉડ
માથા ફરેલ નાથો [1]" લ્યો બેન, આ ફોર્મ. તમે કીધું ઇ પ્રમાણે મેં ભરી દીધું છે. મારું એડમિશન પાકું ને ? અને કેટલી ફી ભરવાની છે ?" નાથાએ લાબું ડોકું કરીને કાચની ઉપરની ...Read Moreદાઢી ટેકવીને એ કાચમાં નીચેની બાજુએ રહેલા અર્ધગોળાકાર હોલમાં આખો હાથ નાખીને ફોર્મ આપતા કહ્યું. એ કાચ પાછળ કાઉન્ટર પર બેઠેલી ચાર્મી ચપટવાલાના નાક સાથે ફોર્મ અડી ગયું."ઓ ભાઈ, ટમે દુઉડ રાખોની, આ રિટે ની ચાલે.." સુરતી ચપટવાલાએ ખિજાઇને કહ્યું. અમારા સુરતમાં "વાલા" બહુ ! મોટાભાગના સુરતી "વાલા" જ હોય. જેમ કે ગાયવાલા, દૂધવાલા, જરીવાલા,ઘીવાલા વગેરે."દુઉડ
માથાભારે નાથો [2] "મારું પાકીટ..? અરે..ભાઈ મારુ પાકીટ કોઈ કાઢી ગ્યું છે..."નાથાએ ગભરાઈને રિક્ષાવાળાને કહ્યું."બસમાં ખૂબ ગડદી (ગિરદી) હતી , અને મારે એક જણ હારે માથાકૂટ થઈ'તી.. એ વખતે કોક મારું પાકીટ મારી ગ્યું ભાઈ..." ...Read Moreરિક્ષાવાળો ભલો માણસ હતો.એણે નાથાની આંખોમાં રહેલી સચ્ચાઈ પારખીને કહ્યું, "કાંઈ વાંધો નહીં દોસ્ત, તું સાચું જ બોલે છે એમ હું માની લઉં છું..મારું તો ખાલી ભાડું જ ગયું, પણ તારું તો પાકીટ ગયું ! મારી કરતા તને વધુ નુકશાન થયું છે , જા દોસ્ત ક્યારેક કોઈ જરૂરિયાત વાળા માણસને મદદ થાય તો કરજે, ચાલો રામે રામ.." એમ કહીને રિક્ષાવાળો ચાલ્યો ગયો.નાથો એણે કહેલી વાત
માથાભારે નાથો [3] મગન માવાણી એટલે બહુમુખી પ્રતિભા ! તલત મહેમુદથી લઈને મહમદ અઝીઝ સુધીના તમામ ગાયકોનો અવાજ એના ગળામાંથી બખૂબી નીકળતો. પહેલેથી જ કોઈક મિત્રના આશરે જ એ પડ્યો પાથર્યો રહેતો. સરસ મજાના ચિત્રો પણ દોરતો અને ...Read Moreઅને ગઝલો પણ ઠીક ઠીક લખી નાખતો. ગીતા દત્ત, શમશાદ બેગમ અને સુરૈયાએ ગાયેલા ગીતો ઝીણા અવાજે ગાઈને દોસ્તોના દિલ બહેલાવતો. હોસ્ટેલના બાથરુમમાં કપડાં ધોતા ધોતા એ ગાતો...."તકદીર કા..ફસાના...જાકર કિસે સુનાએ...ઇસ દિલમે જલ રહી હે એ..એ . અરમાન કી ચિતાએ....શહનાઈઓ સે કહે દો.. કંઈ ઓર જા કે ગાયે...તકદીર કા ફસાના...."તો ક્યારેક વળી તલત મહેમુદ નું કોઈ કરુણ ગીત ગાંગરતો."એક બંગલા
માથાભારે નાથો [4] સવારે મગન ઉઠ્યો ત્યારે રમેશ એની સ્કૂલે જતો રહ્યો હતો. પણ જેન્તી તૈયાર થઈને બેઠો હતો."હાલ ભાઈ મગન, મારી હારે મારા કારખાને. મારા શેઠને કહીને હું તને હીરા શીખવાડીશ. તું અડધો વારો (દિવસ) ભણવા જાજે ...Read Moreઅડધો વારો હીરા ઘંહજે..બે ત્રણ હજારનું કામ તો તું કરીશ જ. એટલે તારે તકલીફ નઈ પડે, અને અમારી હારે આયાં રે'જે તું તારે.."અભણ હીરાઘસુ જેન્તીએ કહ્યું ત્યારે મગનને એ જેન્તી પોતાના ભાઈ જેવો લાગ્યો. અને મગન જેન્તી સાથે હીરા શીખવા ઉપડી ગયો.** * * * * * * * * * * * * * * * નાથો જે
માથાભારે નાથો [5]"નાથા અને મગનની પાછળ દોડેલું કેટલાક વિદ્યાર્થીઓનું ટોળું જ્યારે યુનિવર્સીટીના મેદાનમાં આવ્યું ત્યારે નાથો પેલી બિલ્ડીંગ પાસે પહોંચવા આવ્યો હતો. મગને એને રોકવા ખૂબ મોટેથી સાદ પાડ્યા. પણ નાથાના મગજ ઉપર વર્ષો પહેલા બનેલી ઘટના સવાર થઈ ...Read Moreહતી. એ વખતે નાથાની ઉંમર માત્ર અગિયાર વર્ષની હતી. છઠ્ઠા ધોરણમાં ભણતો નાથો એની યુવાન બહેન સાથે હમેંશા વાડીએ જતો. ગામના ઉતાર અને રખડું વિકો ઠાકોર એની ટોળકી સાથે એક દિવસ નાથાની વાડીએ આવી ચડ્યો હતો.જુવાન વિમળા અને નાનકડા નાથાને એકલા જોઈને આ નરાધમોની દાનત બગડી હતી.અને એ ગોઝારા દિવસે નાથાની નજર સમક્ષ એની વ્હાલી બહેન વિમળાએ પોતાની ઈજ્જત બચાવવા