nathani khovani book and story is written by Komal Joshi Pearlcharm in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. nathani khovani is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
નથણી ખોવાણી - Novels
by Komal Joshi Pearlcharm
in
Gujarati Moral Stories
"વક્રતુન્ડ મહાકાય સુર્યકોટી સમપ્રભ,નિર્વિદ્ધમ કુુુુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા!"હે! ગણેશજી, કોઈપણ શુભકાર્ય તમારા આશીર્વાદ વગર શક્ય નથી.આજે આ શુભ પ્રસંગે તમારા આશીર્વાદ આપો."ફૂલ ને ગણેશજી ના ચરણોમાં અર્પણ કરી દો." બ્રાહ્મણ બોલ્યા."ગણેશ સ્થાપન! હા ;ત્યારે ગણેશ સ્થાપન ચાલી રહ્યું હતું લગ્ન પ્રસંગની અનેક વિધિઓ માં ની એક વિધિ. બધાં ખૂબ જ ઉત્સાહમાં હતાં. સુંદર સાડીઓ અને ઘરેણાં સુસજ્જિત સ્ત્રીઓ અને પારંપરિક વસ્ત્રોમાં પુરુષો. ઘરનું માહોલ હર્યુભર્યું .ક્યાંક વાતો ક્યાંક ગીતો, ક્યાંક જોર જોરથી હસવા ના અવાજ ,આ બધામાંં આકાંક્ષાને ખૂબ જ એકલવાયું લાગતું હતું. મમ્મી પપ્પા ની મરજી ના લીધે લગ્ન તો કરી રહી હતી પણ પછી.... મનમાં લાખો સવાલો હતા ,ડર હતો
"વક્રતુન્ડ મહાકાય સુર્યકોટી સમપ્રભ,નિર્વિદ્ધમ કુુુુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા!""હે! ગણેશજી, કોઈપણ શુભકાર્ય તમારા આશીર્વાદ વગર શક્ય નથી.આજે આ શુભ પ્રસંગે તમારા આશીર્વાદ આપો."ફૂલ ને ગણેશજી ના ચરણોમાં અર્પણ કરી દો."બ્રાહ્મણ બોલ્યા."ગણેશ સ્થાપન! હા ;ત્યારે ગણેશ સ્થાપન ચાલી રહ્યું હતું લગ્ન પ્રસંગની ...Read Moreવિધિઓ માં ની એક વિધિ. બધાં ખૂબ જ ઉત્સાહમાં હતાં. સુંદર સાડીઓ અને ઘરેણાં સુસજ્જિત સ્ત્રીઓ અને પારંપરિક વસ્ત્રોમાં પુરુષો. ઘરનું માહોલ હર્યુભર્યું .ક્યાંક વાતો ક્યાંક ગીતો, ક્યાંક જોર જોરથી હસવા ના અવાજ ,આ બધામાંં આકાંક્ષાને ખૂબ જ એકલવાયું લાગતું હતું. મમ્મી પપ્પા ની મરજી ના લીધે લગ્ન તો કરી રહી હતી પણ પછી.... મનમાં લાખો સવાલો હતા ,ડર હતો
"સારું -સારું...જઈએ છીએ બસ ....અને બંને હાથ મોં ધોઈ કપડાં બદલી કોઈ એવી જગ્યા શોધવા લાગ્યા જ્યાં કોઈ ના હોય પણ આ તો લગ્ન નું ઘર હતું; ઘરનો એક જ પ્રસંગ ,ધામધૂમ થી દૂર -દૂરના સગાં આવેલા કોઈ જગ્યા ...Read Moreરીતે મળે ? બંને એકબીજાની સામું જોઈ રહ્યા. આકાંક્ષા એ કહ્યું,' ચાલતાં- ચાલતાં વાતો કરીએ ', એટલામાં તો કાકી એ હાક મારી , "ઓ છોકરીઓ ક્યાં જાવ છો ? રાત્રે ક્યાંય જવાનું નથી ! " વાતો કરવી છે ....! આકાંક્ષા એ કહ્યું. કાકી સ્વભાવે ખુબ જ પ્રેમાળ, મનમાં કદાચ વિચાર્યું હશે ,કે હવે તો એ પરાયી થઈ જવાની કદાચ આવો
વાજતે - ગાજતે મામેરૂ આવી ગયું . અને પછી ગ્રહશાંતિ નો પ્રસંગ ધામધૂમ થી પૂરો થયો. પ્રથા ગમગીન આકાંક્ષા ને જોઈ રહી. આકાંક્ષા એ જમવા માટે થાળી તો લીધી હતી પણ માંડ માંડ ગળે થી કોળિયો ...Read Moreરહી હતી. એટલા માં બધા સગાં સંબંધીઓ અને સખીઓ આજુબાજુ આવી ને ટોળું વળી ગયા અને જાત જાતની ઠઠ્ઠામશ્કરી કરવા માંડ્યા. આકાંક્ષા પણ બધું ભૂલી વાતો કરવા લાગી, હસવા લાગી. કદાચ એને પણ એ પળ સુંદર લાગતી હતી અને કોને ના ગમે? બહું ઓછી એવી પળો માણવા માટે હોય છે જિંદગી માં જ્યાં બધે હસી ખુશી થી એક બીજા સાથે વાતો કરે એવો માહોલ હોય.
સાંજ ના સાત વાગી ચૂક્યા હતા. મુહુર્ત પ્રમાણે જાન આવી જવી જોઈતી હતી પણ હજી સુધી નહોતી આવી. એ વખતે મોબાઈલ ફોન નહોતા કે ફોન કરીને પૂછી શકો 'ક્યાં પહોંચ્યા?' હવે આકાંક્ષાની ધીરજ ખૂટી ગઈ હતી ...Read Moreલદાયેલુ શરીર માં જાણે ભાર લાગવા માંડ્યો હતો હજી કેટલાક કલાક આ ભાર વેઠવાનો હતો. મનમાં વિચારી રહી ' ખરેખર આ ઘરેણાં નો ભાર છે ?' અત્યાર સુધી જે ખુશી ખુશીથી પહેરતી હતી એ અચાનક આમ ભાર રુપ કેમ લાગવા માંડ્યું ? કદાચ આ જવાબદારીનો જ ભાર હશે? એટલામાં રમ્યા દોડીને આવી. રમ્યા પડોશીની દીકરી હતી. ખુબ જ રમુજી... નિર્દોષતાથી આકાંક્ષાને જોઈને જોતી જ રહી આમ તો આવીને ખોળામાં બેસી જતી પણ આજે
આકાંક્ષા એ શર્મિલુ સ્મિત આપ્યું. અને હાર પહેરાવા માટે હાથ ઊંચો કર્યો એટલા માં તો અમોલના ભાઈબંધો એ એને ઊંચકી લીધો અને બોલવા માંડ્યા , હવે પહેરાવો હાર ...Read Moreઅમોલ જરાય ઝુકતો નહીં હો ! અને જોરજોરથી હસવા લાગ્યા . આ બાજુ આકાંક્ષાના કાકા , મામા અને ભાઇઓ એ એને ઊંચકી લીધી અનેઆકાંક્ષા એ હાર છુટ્ટો અમોલ નાં ગળામાં નાખ્યો .હાર પણ બરાબર અમોલ ના ગળામાં આવીને અટક્યો. અમોલ ના મિત્રો એ આશ્ચર્યથી કહ્યું , અરે ભાભી નું નિશાન તો પાક્કું છે હો !!! ત્યાં તો ઘાયલ થયો છે આપણો ભાઈબંધ !!! અને ચારોતરફ થી હાસ્ય રેલાયું.