Missing - The Mafia story book and story is written by Alpesh Barot in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Missing - The Mafia story is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મિસિંગ-ધી માફિયા સ્ટોરી - Novels
by Alpesh Barot
in
Gujarati Fiction Stories
પ્રેમ,દોસ્તી, દગો પૈસા માટે સંબંધોમાં આવતા પરિવર્તન, દોસ્તી, યારી એને વિશ્વ વિજય કરવાના સપનાઓ જોતી એક નવલકથા એટલે મિસિંગ, ઉદયપુરની વાધિયોમાં પ્રેમી જુગલ ફરવા જાય છે. નિલ અને જાનકી નો તાજો ગુલાબ જેવો પ્રેમ હજુ ખીલ્યો જ હતો. ત્યાં જ નિલની કિડનેપિંગ સાથે ચરમાઈ પણ જાય છે. રહસ્ય,રોમાંચથી ભરપૂર આ સસ્પેન્સ થ્રિલર નવલકથા અચૂક વાંચજો...
પ્રેમ,દોસ્તી, દગો પૈસા માટે સંબંધોમાં આવતા પરિવર્તન, દોસ્તી, યારી એને વિશ્વ વિજય કરવાના સપનાઓ જોતી એક નવલકથા એટલે મિસિંગ, ઉદયપુરની વાધિયોમાં પ્રેમી જુગલ ફરવા જાય છે. નિલ અને જાનકી નો તાજો ગુલાબ જેવો પ્રેમ હજુ ખીલ્યો જ ...Read Moreત્યાં જ નિલની કિડનેપિંગ સાથે ચરમાઈ પણ જાય છે. રહસ્ય,રોમાંચથી ભરપૂર આ સસ્પેન્સ થ્રિલર નવલકથા અચૂક વાંચજો...
વહેલી સવારે, કાળા વાદળો વચ્ચે આછા અજવાળું હતું. વરસાદ લયબદ્ધ રીતે ઝરમર-ઝરમર વરસી રહ્યો હતો. ગર્દ પાસે લવ બાઈટનો દુખાવો ગઈ રાતની યાદો તાજી કરતો હતો. ફતેહસાગરમાં ચાલુ વરસાદમાં વચ્ચે દેખાતી નાવ તેને ત્યાં જવા માટે ખેંચી રહી હતી. ...Read Moreસુંદર રમણીય વરસાદી મોસમમાં બોટિંગ કરવી કોણે ન ગમે? એમાં પણ નાનકડી નાવ હોય,મોટું તળાવ હોય, આસપાસ દેખાતા મહેલ, મહેલો જેવી હોટેલ, હરિયાળા પહાડો, તેની આસપાસ મંડરાઈ રહેલા વાદળો....બેબી મને ત્યાં જવું છે. કુંભકર્ણ સમી ઊંઘમાં ખરાંટાઓ લઈ રહેલા નિલને જાનકીના શબ્દોની કોઈ અસર ન થઈ, જેથી બારી બહાર હાથ લંબાવી હાથમાં વરસાદી પાણી ખોબે ભરી નિલના ચેહરા પર છંટકારો માર્યો.
રાજેસ્થાન, ઉદયપુર વિશે જે સાંભળ્યું હતું. રાજા રજવાડા, રોયલ કલચરથી ભરેલા ઉદયપુર શહેરનો ભવ્ય સીટી પેલ્સ. અલગ અલગ સમય રાજવીઓ દ્વારા નિર્માણ પામેલા મહેલના પ્રારંભમાં વિશાળ પ્રવેશદ્વાર આવેલા છે. જે વાસ્તુશાસ્ત્રનો ઉત્તમ નમૂના છે. મહેલની અંદર મુબારક મહેલ, પ્રીતમ ...Read Moreચોક, દીવાને ખાસ, દીવાને આમ ચંદ્ર મહેલ, મહારાણી મહેલ, બગી ખાના, મહેલની વાસ્તુકલા, રાજાઓના પોશાક, કિંમતી મૂર્તિઓ, ચિત્રો,પૌરાણિક લિપિ, મહેલના ઉપરના કક્ષમાંથી દેખાતો ફતેહસાગર તળાવ, તેની પાછળ દેખાતા હરિયાળા પર્વતો. ફતેહસાગરના વચ્ચે આવેલો સફેદ આરશ પથ્થરનો સુંદર મહેલ, જેને ફક્ત દુરથી જોઈ શકાતો હતો. ફતેહસાગર ચાલતી નાવો, સ્પીડ બોટ્સ ખૂબ જ અધુભૂત હતું."તે ઇનજોય કર્યું?" નિલે કહ્યુ."હા, ખૂબ જ મજા
મોન્સૂન મહેલ કહો કે સજ્જનગઢ ઉપર જવા માટે ગેટથી ટિકિટ લઈ, કાર ઉપર તરફ વધી રહી હતી.વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો. સામેના કાંચમાં ફક્ત ડ્રાઈવર જ વાઈપરની મદદથી જોઈ શકતો હતો. રસ્તો ખૂબ વણાંકવાળો હતો. આસપાસ નીચે જોતા જ ...Read Moreખાઈ જોઈ શકાતી હતી. ઉપરથી કાર પુરપાટ ઝડપે નીચે આવતા બન્ને કાર વચ્ચે અમુક ઇંચનો જ અંતર રહી જતો હતો. સજ્જનગઢના અડધા રસ્તે પોહચતા જ નીચે વિશાળ ફતેહસાગર દેખાઈ રહ્યો હતો. સીટી પેલેસની ચાલુ વરસાદમાં ધૂંધળી ઝલક દેખાતી હતી. જન્નત જાનકીના મોઢામાંથી આ સુંદર દ્રશ્યો જોતા શબ્દ નીકળી ગયો. જન્નત કોઈએ જોયું નહિ હોય! પણ આ જગ્યા જન્નતથી પણ વિશેષ છે. પાણીથી ભરેલા કાળા ડીબાંગ વાદળો, શહેરની એકદમ ઉપર મંડરાઈ રહ્યા હોય,
સજ્જનગઢ અરાવલ્લી પર્વતમાળાનો જ એક ભાગ છે. 844 મીટરની ઉંચાઈ પર સ્થિત સજ્જનગઢનું નિર્માણ સજ્જનસિંહ દ્વારા 1884મા અહીં ઉદયપુરની સુંદરતા, વરસાદી ઋતુમાં વાદળોને જોવા માટે કર્યો હતો. જેવું સાંભળ્યું હતું, વાંચ્યું હતું,તેવું જ જોયું. બુંદબાંદીમાં અહીં પલળવાની ખૂબ મજા ...Read Moreહતી. ઉપરથી ઉદયપુર શહેરનો દ્રશ્ય ખૂબ શાનદાર દેખાતું હતું. સજ્જન ગઢ મહેલ ખકડી ગયો હતો. આસપાસ અરાવલી પર્વતની હારમાળા દેખાઈ રહી હતી. અહીંના જોવા મળ્તા ખેર,ખાખરો, સાદળો, મીઠા બાવળના વૃક્ષોથી પર્વત શિખર હરિયાળા લાગતા હતા. તો કપાસથી પણ મુલાયમ વાદળો ખૂબ નજદીકથી જોવાનો એક અદભૂત અનુભવ કર્યો, અમે બને આંખો મીંચી ટાઇટેનિકના પોઝમાં બાંહૉ ફેલાવી, વાદળોને આલિંગન માટે આમંત્રિ રહ્યા