Jindagi ek dakhlo sarvada baadbakino book and story is written by Urvi Hariyani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jindagi ek dakhlo sarvada baadbakino is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જિંદગી ...એક દાખલો..સરવાળા-બાદબાકીનો - Novels
by Urvi Hariyani
in
Gujarati Moral Stories
'પરમ દિવસે આપણા ચિરાયુના લગ્ન છે. કામ્યા, તું આવીશને ? ' સમ્યકે પૂછ્યું.
સ્થિર નજરે કામ્યા ક્ષણભર સમ્યક તરફ જોઈ રહી. સમ્યક એનો પતિ અને ચિરાયુ એ બંનેનો વહાલસોયો પુત્ર.
કેવું વિચિત્ર હતું કે - એનો પતિ એણે પૂછી રહ્યો હતો કે, એ એનાં પુત્રનાં લગ્નમાં આવશે કે નહીં ?
એટલા માટે કે કદાચ એ પૂરેપુરી રીતે જ્ઞાત હતો કે કામ્યા ચિરાયુના લગ્નમાં હાજરી નહીં આપે. ગયા વર્ષે પણ ક્યાં કામ્યાએ વિશ્વાની ડિલિવરી કરાવી હતી ? વિશ્વા એની જ દીકરી હોવા છતાં વિશ્વાની ડિલિવરી અને ત્યારબાદની જવાબદારી સૌમ્યાએ જ તો સુપેરે પાર પાડી હતી. પણ, હા.... ગયા વર્ષે આ સીઝનમાં કાર્તિક કેટલો બિમાર થઇ ગયેલો ?
'પરમ દિવસે આપણા ચિરાયુના લગ્ન છે. કામ્યા, તું આવીશને ? ' સમ્યકે પૂછ્યું.
સ્થિર નજરે કામ્યા ક્ષણભર સમ્યક તરફ જોઈ રહી. સમ્યક એનો પતિ અને ચિરાયુ એ બંનેનો વહાલસોયો પુત્ર.
કેવું વિચિત્ર હતું કે - એનો પતિ એણે પૂછી ...Read Moreહતો કે, એ એનાં પુત્રનાં લગ્નમાં આવશે કે નહીં ?
એટલા માટે કે કદાચ એ પૂરેપુરી રીતે જ્ઞાત હતો કે કામ્યા ચિરાયુના લગ્નમાં હાજરી નહીં આપે. ગયા વર્ષે પણ ક્યાં કામ્યાએ વિશ્વાની ડિલિવરી કરાવી હતી ? વિશ્વા એની જ દીકરી હોવા છતાં વિશ્વાની ડિલિવરી અને ત્યારબાદની જવાબદારી સૌમ્યાએ જ તો સુપેરે પાર પાડી હતી. પણ, હા.... ગયા વર્ષે આ સીઝનમાં કાર્તિક કેટલો બિમાર થઇ ગયેલો ?
પરસ્પર - એક્મેકનું આકર્ષણ ખાળવા ઇચ્છતા કાર્તિક અને કામ્યા દિન -પ્રતિદિન વધુને વધુ નજીક આવતા જઈ રહેલાં. બેય પક્ષે બરાબર આગ લાગી હતી. ક્યારેક ખાસ સમયે, ખાસ રીતે એકબીજાને આંખો વડે સાંકેતિક રીતે ઘણું બધું કહેવાઈ જતું અને સમજાવાઇ ...Read More
સામાન્ય રીતે કોઈ પણ સ્ત્રી કે પુરુષ એમનાં જીવનસાથી પાસેથી ઈચ્છે એ બધું જ તેમનાં પાત્રમાં સુલભ હતું. પણ એ બંનેયને કંઈક અસામાન્ય ખપતું હતું. જે બીજાનાં પાત્રમાં હતું, પણ પોતાનાં પાત્રમાં નહોતું. એક ખતરનાક વળાંક પર બંનેય ઊભેલાં.
કામ્યા અને કાર્તિક બંનેય કલંગુટ બીચ પર આવ્યાં. વહેલી સવારનો સમય હોઈ ટુરિસ્ટોની સંખ્યા બહુ સીમિત હતી. છૂટા-છવાયાં પાંચ- સાત કપલ હતા, એ પણ પાછાં ફોરેનર્સ.
ઉડાઉડ કરતા સાડીનાં પાલવને કામ્યાએ એનાં બદન સાથે કસીને પકડી રાખેલો. ક્ષિતિજે દૂર ...Read Moreસુરજ બહાર આવવાની તૈયારી કરી રહેલો.
કામ્યાની આંખો બંધ હતી. એનાં હોઠ સૂકા પર્ણની માફક ફફડી રહેલાં. એ હોઠો પર માર્દવતાથી આંગળી ફેરવી રહેલો કાર્તિક પૂછી રહ્યો હતો, ' કામ્યા, મારી બર્થ-ડે ગિફ્ટ ?'
કામ્યાએ એની દંતાવલીથી હોઠ અંદર લીધા અને સહેજ ભીના કરી ફરી અધખુલ્લા ...Read Moreઆ એક સ્પષ્ટ ઇજન હતું, જેને કાર્તિકે ત્વરાથી તેની બર્થ-ડે ગિફ્ટ માની પોતાનાં હોઠો વડે સ્વીકારી લીધેલું.
'સમ્યક, લગ્નનું સામાજિક - બાહ્ય બંધન મારાં મન-હૃદયને નહીં બાંધી શકે. તું મને રાજીખુશીથી અલગ કર. હું બાકીની જિંદગી કાર્તિક સાથે ગુજારવા ઇચ્છું છું. ' આખરે કામ્યાએ બંડ પોકારીને કહી દીધું.
કામ્યાના એટલું કહેવાની સાથે જ એનાં ગોરા-ગોરા ગાલ ...Read Moreસહસા સમ્યકની ચારેચાર આંગળીઓની સ્પષ્ટ છાપ ઉઠી આવી. હા, છેવટે સમ્યકે સહનશીલતા ગુમાવી એક જોરદાર થપ્પડ કામ્યાના ગાલ પર રસીદ કરી દીધેલી. બીજી પળે, પોતાની જાતને અપમાનિત થયેલી મહેસૂસ કરતો ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયેલો. કામ્યા ડઘાયેલી હાલતમાં ફસડાઈ પડેલી.