Mahekta Thor book and story is written by HINA DASA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mahekta Thor is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મહેકતા થોર.. - Novels
by HINA DASA
in
Gujarati Fiction Stories
" બે ચા પાસ કરજે તો રઘલા.."ને રઘુ મસ્ત મજાની બે ચા લઈ આવ્યો, ચા ટેબલ પર મૂકી રઘો ત્યાં જ ઉભો રહી ગયો, વ્યોમ પાસેથી ટીપ ન મળે ત્યાં સુધી ત્યાંથી નહિ ખસવાનો રઘલાનો નિયમ હતો. ને વ્યોમે પણ રઘલાને નિરાશ ન કર્યો, દશ રૂપિયાની નોટ એના માથે મારી. ને બાઇકની ચાવી આપતા કહ્યું, "રઘલા, આજે બાઇક ધોઈ આપજે તો જરા, ધૂળ ચડી ગઈ છે. " ને રઘલો પણ કોઈને પણ જવાબ ન આપે એવો વ્યોમ પાસે તો પૂંછડી પટપટાવતો આવી જાય. ને કહેવાય છે ને કે પૈસા બોલતા હૈ, અહીં પણ એવું જ હતું. વ્યોમને કામ કઢાવતા
ભાગ-1 " બે ચા પાસ કરજે તો રઘલા.."ને રઘુ મસ્ત મજાની બે ચા લઈ આવ્યો, ચા ટેબલ પર મૂકી રઘો ત્યાં જ ઉભો રહી ગયો, વ્યોમ પાસેથી ટીપ ન મળે ત્યાં સુધી ત્યાંથી નહિ ખસવાનો રઘલાનો નિયમ હતો. ...Read Moreવ્યોમે પણ રઘલાને નિરાશ ન કર્યો, દશ રૂપિયાની નોટ એના માથે મારી. ને બાઇકની ચાવી આપતા કહ્યું, "રઘલા, આજે બાઇક ધોઈ આપજે તો જરા, ધૂળ ચડી ગઈ છે. " ને રઘલો પણ કોઈને પણ જવાબ ન આપે એવો વ્યોમ પાસે તો પૂંછડી પટપટાવતો આવી જાય. ને કહેવાય છે ને કે પૈસા બોલતા હૈ, અહીં પણ એવું જ હતું. વ્યોમને કામ કઢાવતા
ભાગ-2 (આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ ભવિષ્યનો ડૉક્ટર બનવા તૈયારી કરી રહ્યો છે, એની આગળની સફર જોઈએ....) ઘરે પહોંચતા જ વ્યોમ બરાડી ઉઠ્યો, "મમ્મી, દાન ધરમ થઈ ગયું હોય તો આ મારા પેટના જીવડાને પણ કંઈક જમાડ." કુમુદ ...Read Moreથાળી સજાવીને આવી. ડાઇનિંગ ટેબલ પર બંને મા દીકરો જમવા બેઠા. કુમુદનો આગ્રહ રહેતો કે જમવા બધાને સાથે જ બેસવું, પ્રમોદભાઈ વ્યસ્તતાને કારણે બપોરે તો નહીં સાંજે હાજર રહેતા. કુમુદ સ્વભાવવશ વ્યોમને જમવા બેસે ત્યારે સલાહોનો મારો ચલાવતી, ને એ સ્ત્રીની ખાસિયત એવી હતી કે કોઈને પણ લાગે નહિ કે સલાહ આપે છે, વાતચીત જ લાગે. આજે તો સમયસર જ
ભાગ 3 (આગળના ભાગમાં આપણે જોયું કે ધૃતી વ્યોમને સુધારવા પ્રયત્નો કરે છે, પણ વ્યોમ અલ્લડતામાં જ જીવ્યે રાખે છે...) ધૃતી શર્મા. ઉદયપુરની એક મહત્વાકાંક્ષી છોકરી. દરેક કામમાં પરફેક્ટ. કોઈ પણ પ્રશ્ન હોય એની પાસે જવાબ હાજર જ હોય. ...Read Moreકાર્યદક્ષતાને ધીરજથી પચાવી લેનાર છોકરી. નામ મુજબ જ ગુણ ધરાવતી હતી. શ્યામવર્ણી છતાં મનમોહક. આંખે ચશ્મા એણે કરેલી મહેનતની ચાડી ખાતા હતા. મૂળ ગુજરાતી પરિવારની જ છોકરી પણ એના પિતાજી વ્યવસાયને કારણે રાજસ્થાન સ્થાયી થયા હતા. ધૃતીની ઈચ્છા હતી કે એ ગુજરાતના કોઈ શહેરની જ મેડિકલ કોલેજમાં એડમિશન લે. ને એને વડોદરાની m.d.medical college માં એડમિશન પણ મળી ગયું. વ્યોમની
ભાગ -૪(આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ એના ઉદ્ધત વર્તનને લીધે સજા પામે છે... હવે આગળ..) વ્યોમ પગ પછાડતો H.O.D. ની ઓફિસની બહાર નીકળી ગયો. નિશાંત ને ધૃતી એની રાહ જોઇને ઉભા હતા. બંને એકીસાથે બોલ્યા, " શું થયું ...Read Moreવ્યોમ બોલ્યો, "યાર આ મેડમે તો ખરો ફસાવ્યો, એક મહિનો નાઈટ ડ્યુટી આપી બોલો અહીં, ને મારે કમ્પાઉન્ડર બનીને કામ કરવાનું, એ પણ સિનિયરો સાથે." "શું???" ધૃતી બરાડી ઉઠી. "હવે તું શું કરીશ વ્યોમ, મને તો રીતસરનું ટેંશન થવા લાગ્યું, તું તો બરાબરનો ફસાયો." વ્યોમનો મૂડ સાવ જ બગડી ગયો. હવે ક્યાંય પણ જવાને બદલે એ સીધો ઘરે જ ગયો.
ભાગ-૫ (આગળના ભાગમાં આપણે જોયું કે પ્રમોદભાઈ પોતાના ભૂતકાળમાં સરી પડે છે, એ અહીં સુધી કેમ પહોંચ્યા એ જોઈએ...) પ્રમોદ બપોર પછી લાકડા વેંચવા સ્મશાનની બહાર બેસે ને એની મા બળતણ વેચવા રસ્તા પર. અંધારું થાય એટલે બંને મા ...Read Moreઘરે આવી હિસાબ માંડે. કરેલી મહેનત જેટલું તો વળતર મળે એમ જ નહતું પણ હા, બે ટાઇમનું જમવાનું થઈ જતું. જમવાનું ત્રણ ટાઈમ પણ હોય એ તો મા દીકરો ભૂલી જ ગયા હતા. રોજ પ્રમોદ સ્મશાન પાસે મૃત્યુનો મલાજો જોતો. એના માટે હવે આ બધું સામાન્ય હતું. સર્વ શોક, દુઃખથી એ પર થઈ ગયો હતો. લોકોના ચહેરા પરના ભાવો એ